________________
૨૩૯
પ્રકરણ ચૌદ પહેલપ્રથમ “કૉનોલૉજી ઑવ ગુજરાત' ગ્રંથમાં છપાયો હતો અને હ.ગં.શાસ્ત્રીએ એનો પાઠ તૈયાર કરેલો. પરંતુ આ ગ્રંથલેખકને તે વાંચન સંતોષજનક ન જણાતાં એનું પુનઃવાચન કરેલું અને તેનું પરિણામ પ્રગટ કરેલું. હ. ગં. શાસ્ત્રીના વાચનમાં મિતિનિશ ન હતો, ત્યારે આ ગ્રંથલેખકે આ લેખની બીજી પંક્તિમાં વર્ષ ૧૦૫ હોવાનું વાચન દર્શાવ્યું છે. બીજી પંક્તિનો ચોથો અક્ષર ૧૦૦ની સંખ્યાનો હોવાનું સ્પષ્ટ છે, પણ એકમનો અંક બહુ સ્પષ્ટ નથી પણ તે પાંચનો અંક હોઈ શકે૧૧.
આ સ્મારક યષ્ટી સ્વરૂપે છે અને તે કોઈક મારફતે કોઈની સ્મૃતિમાં નિર્માણ પામ્યો છે પરંતુ તે નામ અવાચ્ય છે. લેખનો હેતુ સ્પષ્ટ છે અને તે બધાં પ્રાણીઓનાં કલ્યાણનોसर्वसत्त्वहितसुखाय.
બીજી પંક્તિમાં લિન પુત્રસ્ય એવો નિર્દેશ છે. ક્ષત્રપોની વંશાવળીમાં પાંચમા કુળમાં આ નામનો એક રાજા સત્તાધીશ હોવાનું જણાય છે. અને તે રુદ્રસેન ૩જાની બહેનનો દીકરો હતો. આ રાજા ઈસ્વીની ચોથી સદીના છેલ્લા ચરણમાં શાસનસ્થ હતો. આ લેખ સિંહસેનના પુત્ર રુદ્રસેન ૪થાના સમયનો હોવો જોઈએ. જ્યારે લેખમાંની નિર્દિષ્ટ મિતિ (૧૦૫+૭૮=૧૮૩ ઈસ્વી) અનુસાર લેખ ખોડાયો છે ઈસ્વીની બીજી સદીના છેલ્લા ચરણમાં. પરંતુ પ્રથમ પંક્તિમાં દિસંવત્સરે અને બીજી પંક્તિમાં તમે મુજબ વર્ષ ૨૦૦ હોય અને તેમાં ૧૦૫ ઉમેરાતાં ૩૦૫ શક સંવત થાય. અર્થાત્ ઈસ્વી ૩૮૩ આવી શકે. પરંતુ સિંહસેન ઈસ્વી ૩૮૨થી ૩૮૪ અને તેનો પુત્ર રુદ્રસેન ૪થો ૩૮૫-૮૬માં શાસન હતા. આ દૃષ્ટિએ આ લેખ સિંહસેનના શાસનસમયે નિર્માણ પામ્યો હોય; તો સિંહસેન પુત્રચ્છનો નિર્દેશ બાધક પુરવાર થાય છે.
પ્રસ્તુત વિવરણથી આ લેખ સંદર્ભે કશું ચોક્સાઈથી કહેવું શક્ય નથી. મેવાસા શિલાલેખનું પુનરાવલોકન
કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં આવેલા મેવાસા નામના ગામેથી ૧૮૯૮માં ત્યારના કચ્છ રાજયના દીવાન રણછોડરાય ઉદયરામના પહેલપ્રથમ ધ્યાનમાં આવેલો છે. તે પછી તે વખતના રાજકોટના વૉટ્સન મ્યુઝિયમના કયૂરેટર ડી. બી. ડિસ્કલકરે એની સહુ પ્રથમ નોંધ પ્રગટ કરી મ્યુઝિયમના વાર્ષિક અહેવાલમાં. પછીથી એ લેખનું વાચન અને એનાં અર્થઘટન ઑરિએન્ટલ કૉન્ફરન્સના હેવાલમાં પ્રસિદ્ધ થયેલાં. મોડેથી વ્રતિન્દ્રનાથ મુખરજીએ આ વિશે પોતાનો અભિપ્રાય પ્રગટ કરેલો. આ ગ્રંથલેખકને પ્રસ્તુત લેખ વિશે બી. એન. મુખરજીના અર્થઘટનોનું પુનરાવલોકન જરૂરી જણાયું અને એનાં પરિણામ તે પછીથી પ્રગટ કરેલાં. જો કે આ અગાઉ વાસુદેવ વિષ્ણુ મિરાણીએ આ લેખના કોયડા અંગે વિગતે ચર્ચા કરી છે. આ વિશે અહીં થોડીક નોંધ પ્રસ્તુત કરી છે. આ લેખનો પાઠ પરિશિષ્ટ નવમાં આપ્યો છે.
- આ લેખ સારો સચવાયો નથી. એના અક્ષરો વાચન વાસ્તે અસ્પષ્ટ છે અને તેથી તે કોયડારૂપ છે. લિપિની કોતરણી કઢંગી છે. આ કારણે આ લેખ કયા ક્ષત્રપ રાજાના સમયનો છે અને તે કયા વર્ષની છે તે વિશે ચોક્સાઈથી કહેવું મુશ્કેલ છે. આ એક યષ્ટીલેખ, કહો કે સ્મારકલેખ, છે. લેખમાં કુલ સાત પંક્તિ છે. એના અક્ષરો દક્ષિણી શૈલીના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org