________________
ક્ષત્રપકાલીન ગુજરાત
ફક્ત પર્વતાદિ પ્રતીકને સ્થાને ત્રિશૂળની આકૃતિ આપવા જેટલો ફેરફાર જોવા મળે છે. ગુપ્ત સમ્રાટોના પશ્ચિમ ભારત (તથા મધ્યપ્રદેશ) માટે ખાસ નિર્માણ કરાવેલા ચાંદીના સિક્કા હકીકતે ક્ષત્રપ સિક્કાના અનુકરણવાળા છે. ચંદ્રગુપ્ત રજો, કુમારગુપ્ત અને સ્કંદગુપ્તના ચાંદીના સિક્કા ગુજરાતમાંથી હાથ લાગ્યા છે. અન્ય ગુપ્ત રાજવીઓના ચાંદીના ક્ષત્રપ અસરવાળા સિક્કા મળ્યા નથી. ગુપ્તોના ચાંદીના સિક્કા ઉપર મુખાકૃતિ, અશુદ્ધ ગ્રીક લખાણ, મુખાકૃતિની પાછળ વર્ષસૂચક સંખ્યા, વજન અને આકાર, ચંદ્ર-સૂર્ય-નદી, બ્રાહ્મી લિપિમાં સાબિરુદ રાજાનાં નામ વગેરે વિગતો ક્ષત્રપ અસરની સીધી દ્યોતકે છે. ફેરકાર એટલો છે કે ત્રિકૂટ પર્વતને સ્થાને ગરુડની આકૃતિ છે, અને પિતાના નામનો ઉલ્લેખ નથી. ત્રૈકૂટક અને બોધિવંશના સિક્કા પણ ક્ષત્રપ-સિક્કાની અસર હેઠળ તૈયાર થયાનું જણાય છે. ત્રૈકૂટક સિક્કા ઉપર મુખાકૃતિ છે; વર્ષસૂચક સંખ્યા અને ગ્રીક લખાણ નથી. ત્રિકૂટ પર્વત, નદી, ચંદ્ર(માત્ર શિખરની ટોચે છે, ડાબે નથી), સૂર્ય વગેરે પ્રતીક છે. કદ અને વજનમાં પણ ત્રૈકૂટક સિક્કા ક્ષત્રપ સિક્કા જેવા છે. બ્રાહ્મી લિપિમાં હોદ્દા સાથે પિતાનું નામ છે. બોધિવંશના સિક્કાઓમાં મુખાકૃતિ, વર્ષ અને ગ્રીક લેખ નથી; તેને સ્થાને વેદિકા અને વૃક્ષોની આકૃતિ છે. ત્રિકૂટ પર્વત, ઉપલા શિખરની ટોચે ચંદ્ર વગેરે છે. વજન અને કદ પણ ક્ષત્રપ સિક્કાની જેમ છે.
ઉપસંહાર
૨૨૮
પ્રસ્તુત વિશ્લેષણ અને વિવરણ ઉપથી એટલું તો અસંદિગ્ધ રીતે સ્પષ્ટ થાય છે કે આપણા દેશના સિક્કાવિજ્ઞાનના ઇતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપ શાસકોના સિક્કા ઘણી બધી બાબતોમાં અભિનવ છે, વિશિષ્ટ છે, લાક્ષણિક છે અને સીમા ચિહ્નરૂપ પણ છે.
પાદનોંધ
૧. માહિતી માટે જુઓ ૨સેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૦૮થી ૧૧૬. ૨. રાજાની મુખાકૃતિ, ગ્રીક-રોમીય અક્ષરો, વર્ષ આપવાની પદ્ધતિ વગેરે વિદેશી અસર સૂચવે છે, જ્યારે
બ્રાહ્મી લિપિ, પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં લખાણ, પર્વતાદિ પ્રતીકો વગેરે ભારતીય અસરનાં ઘોતક છે. આરંભના ત્રણેક રાજાઓએ બ્રાહ્મી સાથે ખરોષ્ઠી લિપિ પ્રયોજી છે. ખોરઠી લિપિનું મૂળ વિદેશી હતું પણ તે વિદેશમાં ઉદ્ભવી હોવાનું જણાતું નથી. વિદેશી આરામાઈક લિપિમાંથી ઉદ્ભવેલી એ ભારતીય લિપિ છે, ઉર્દૂની જેમ.
૩. અનંત સદાશિવ ગદ્રે, આર્કિયૉલોજિકલ ડિપાર્ટમેન્ટ ઑવ ધ બરોડા સ્ટેટ, એન્યુઅલ રીપૉર્ટ, ૧૯૩૬૩૭, પૃષ્ઠ ૧થી.
૪. સર એલેકઝાન્ડર કનિંગહમે ભારતમાં પૂર્વકાળમાં ચાંદીની અછત હતી એવું વિધાન કર્યું છે (કૉઇન્સ ઑવ એન્શન્ટ ઇન્ડિયા, પૃષ્ઠ ૫). પશ્ચિમના ઘણા વિદ્વાનો આ વિધાન સ્વીકારે છે (રેપ્સન, ક્રૉહિઇ., પુસ્તક ૧, પૃષ્ઠ ૩૪૩); પેરિપ્લસ, ગુજ. અનુ. ફકરો ૩૯ વગેરે). પરંતુ આપણા પૂર્વકાલીનતમ આહત (પંચમાર્ક) સિક્કા ચાંદીના હતા (જન્યુસોઇ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૯૦; રસશે જમીનદાર, ઉપર્યુક્ત, ૧૯૯૪, પ્રકરણ ૫). શતપથ બ્રાહ્મળમાં ચાંદીના શતમાન સિક્કાઓનો નિર્દેશ છે (વાસુદેવ ઉપાધ્યાય, ભાસિ., પૃષ્ઠ ૧૩). રાજા સંભૂતિએ સિકંદરને આપેલા ભેટ-સિક્કા ચાંદીના હતા. કૌટલ્યના અર્થશાસ્ત્રમાં વિવિધ પ્રકારના ચાંદીના સિક્કા અને ચાંદીની જાતનો ઉલ્લેખ છે (ભાંડારકર, લેક્ચર્સ, પૃષ્ઠ ૯૪). વાર્ષાપળ એ ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રીય સિક્કા છે અને તે વિશેષતઃ અધિકાંશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org