________________
ભૂમિકા
આ ગ્રંથના વર્ણ-વિષય વાસ્તુનાં જ્ઞાપકોમાં મુખ્ય છે ક્ષત્રપ રાજાઓએ નિર્માણ કરાવેલા સંખ્યાતીત સિક્કાઓ. આ સિક્કાના અગ્રભાગે કિનારને સમાંતર ગોળાકારે લખાણ ઉપસાવેલાં છે, જે બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં છે. અહીં આપણે આ સિક્કાઓ ઉપરનાં મૂળ લખાણના થોડાક નમૂના પ્રસ્તુત કર્યા છે. રજૂઆત આ મુજબ છે : જે તે રાજાનું હોદ્દા સાથેનું નામ નાગરી લિપિમાં છે. તે પછી સિક્કા ઉપરનું બ્રાહ્મી લિપિમાંનું લખાણ છે અને તે બાદ તે જ લખાણ દેવનાગરીમાં આપેલું છે. પશ્ચિમી ક્ષત્રપ વંશના લગભગ બધા રાજાઓના સિક્કા ઉપરનાં લખાણમાંથી નમૂના રૂપ પ્રત્યેક રાજાનાં એકાદ બે લખાણ પ્રસ્તુત કર્યાં છે. આ લખાણમાં બાર-તેર અક્ષર ઓછામાં ઓછા છે અને વધુમાં વધુ ૩૨થી ૩૩ અક્ષર છે. લિપિ વિકાસને સમજવામાં આ નમૂના ખસૂસ ઉપાદેયી નીવડશે એટલું જ નહીં પણ લિપિને ઓળખવામાં પણ સરળતા રહેશે. સંસ્કૃત ભાષાના પ્રયોગ પણ અહીં જોવા મળશે. ક્યાંક સમાસ છે (દા.ત. રુદ્રવાન પુત્રસ) તો ક્યાંક બંને શબ્દમાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ છે (દા.ત. વામસેનસ પુત્રસ), તો ક્યાંક અપવાદરૂપ સ ને સ્થાને સ્યનો પ્રયોગ છે (દા.ત. વામનદ્રીય પુત્રસ્ય). આરંભના ત્રણ શાસકોના (ભૂમક, નહપાન અને ચાષ્ટન) સિક્કા ઉપર બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિમાં તેમ જ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાણ જોવાં પ્રાપ્ત થાય છે.
(૧) ક્ષત્રપ ભૂમક
[k
ક્ષદરા(તસ ક્ષત્રપસ ગૂમસ) (બ્રાહ્મી) વહાલસ (ત્રપર્સ ગૂમસ) (ખરોષ્ઠી)
(૨) નહપાન T
સિક્કા ઉપરનાં લખાણ : બ્રાહ્મીમાં અને દેવનાગરીમાં
રાજ્ઞો ક્ષહરાતસ નહપાનસ (બ્રાહ્મી) રાજ્ઞો વહરત" નહવનસ (ખરોષ્ઠી)
Jain Education International
પરિશિષ્ટ નવ
Ev
For Personal & Private Use Only
www.jainelibrary.org