________________
૨૨૦
ક્ષત્રપકાલીન ગુજરાત અને જમણે ચક્રની આકૃતિવાળા સ્તંભશીર્ષનું ચિહ્ન અંકિત છે. સંભવતઃ બ્રાહ્મીમાં લેખ છે. એના કેટલાક સિક્કા ઉપર આ જ ચિહ્ન ડાબેજમણને સ્થાને જમણડાબે જોવાં પ્રાપ્ત થાય છે. નહપાનના સિક્કા ઉપર વેદિકા અને એની મધ્યમાં મોટા પર્ણયુક્ત વૃક્ષ છે. ચાન્ટનના સિક્કા ઉપર પ્રથમ વખત ત્રિકૂટ પર્વતની આકૃતિ નજરે પડે છે. પર્વતની ઉપલી ટોચની ઉપરના ભાગે અને ડાબે પણ ચંદ્રનાં ચિહ્ન અને જમણે સૂર્યનું ચિહ્ન અંકિત છે. બ્રાહ્મીમાં લેખ છે. જયદામાના કેટલાક ચોરસ સિક્કા ઉપર છ શિખરવાળા પર્વતનું ચિહ્ન છે૧૫. ઉપલા શિખરની ટોચે અને ડાબે ચંદ્રનાં એકેક ચિહ્ન અને જમણે સૂર્યનું પ્રતીક છે. કિનારે સમાંતર ટપકાંની હાર છે. અહીં પહેલી વખત શુદ્ધ બ્રાહ્મીમાં સ્પષ્ટ લેખ જોવા મળે છે : રાજ્ઞો ક્ષત્રપસ સ્વામી ગયાસ | એના કેટલાક સિક્કા ઉપર ઉજ્જનપ્રતીક જોવું પ્રાપ્ત થાય છે. સમયનિર્દેશ અને લેખ વિનાના એના સિક્કા ઉપર પર્વતાદિ ચિહ્નો ઉપરાંત સહુ પ્રથમવાર નદીનું સૂચન કરતી વાંકીચૂંકી રેખા પર્વતના પ્રતીકની નીચે અંકિત છે”. રુદ્રસેન ૩જાના સિક્કા ઉપર ત્રિકૂટ પર્વત, એની નીચે નદી, પર્વત ઉપર સૂર્ય અને કિનારને સમાંતર ટપકાંની હાર છે. ચાંદીના સિક્કા
આ ધાતુના સિક્કાના મધ્ય ભાગે ત્રિકૂટ પર્વતનું આકર્ષક પ્રતીક અંકિત છે. એના ઉપલા શિખરની ટોચે ચંદ્રનું એક અને પર્વતની સમાંતર ડાબી બાજુએ ચંદ્રનું બીજું એમ બે ચિહ્ન તથા પર્વતની જમણે સૂર્યનું ચિહ્ન અંકિત થયેલાં છે. પર્વતની નીચે સર્પાકારે રેખા છે, જે નદી હોવાનું સૂચન કરે છે. આ બધાં ચિહ્નની વૃત્તાકારે સિક્કા નિર્માણ કરનાર રાજાનું બિરુદ સાથેનું નામ તેમ જ એના પિતાનું સબિરુદ, નામ બ્રાહ્મીમાં ઉપસાવેલું છે. લખાણની ફરતે કિનારને સમાંતર ટપકાંની હાર છે.
ચાંદીના સિક્કાના પૃષ્ઠભાગે પ્રસ્તુત ચિહ્નો ચાષ્ટનથી શરૂ થાય છે, જે તે પછીના બધા જ રાજાઓના સિક્કા ઉપર એક સરખી પદ્ધતિએ અંકિત થયેલાં જોવાં પ્રાપ્ત થાય છે. ચાષ્ટનના પુરોગામીઓમાંથી માત્ર નહપાનના ચાંદીના સિક્કા મળ્યા છે. એના સિક્કા ઉપર, ભૂમકના તાંબાના સિક્કા ઉપરના અગ્રભાગ ઉપરથી સૂચિત-પ્રેરિત, ડાબે નીચલી તરફ ફળવાળું તીર અને જમણે વજનું ચિહ્ન અંકિત છે, જ્યારે મધ્ય ભાગે ચક્ર જોવા મળે છે. ખરોષ્ઠી અને બ્રાહ્મી લિપિમાં લખાણ છે.
- પર્વતના પ્રતીકને રેસને ચૈત્ય તરીકે ઓળખાવેલું છે. આંધ્રના રાજાઓના સિક્કા ઉપર સામાન્ય રીતે આ પ્રતીક પ્રયોજાયેલું હોઈ ક્ષત્રપોએ પણ એમનું અનુકરણ કર્યું હોવાનો મત ઠીક ઠીક સમય સુધી પ્રચલિત રહ્યો છે. પણ એલેક્ઝાન્ડર કનિંગહમે સૌ પ્રથમ વાર સૂચવ્યું કે આ ચિહ્ન મેરુ પર્વતનું છે. એ પછી ભગવાનલાલ ઇંદ્રજીએ ૧૯ અને એમને અનુસરીને દે.રા.ભાંડારકરે પણ આ સૂચન સ્વીકાર્યું, પણ મેરુ પર્વતના પ્રતીક તરીકે નહીં, માત્ર સામાન્ય પર્વતના પ્રતીક તરીકે. હવે તો એ પર્વત-પ્રતીક તરીકે નિશ્ચિત થયું છે.
ભારતના પૂર્વકાલીનતમ પૃપા સિક્કા ઉપર આ પ્રકારનું ચિહ્ન અંકિત છે અને ત્યાં આ ચિહ્ન ઉપર કૂતરો અને મોરનાં પ્રતીક ઊભેલી અવસ્થામાં જોવાં પ્રાપ્ત થાય છે. જો રેપ્સન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org