________________
ક્ષત્રપકાલીન ગુજરાત
લખાણ અને સમયનિર્દેશ ઉભયનો વિનિયોગ ધ્યાનાર્હ ગણાય, જ્યારે રુદ્રસેન ૧લાના અને દામસેનના સિક્કામાં વર્ષસૂચક સંખ્યા નથી, પણ લેખ છે. સમયનિર્દેશ ઉ૫૨થી આ સિક્કા આ રાજાઓના શાસનકાળમાં આવતા હોઈ તે એમના હોવાનું અનુમાન થયું છે. વીરદામાના સિક્કા પણ સમયનિર્દેશયુક્ત અને સલેખ છે. લેખ અને વર્ષસૂચન વિનાના કેટલાક સિક્કા મળ્યા છે, જે આ રાજાઓના હોવાનું અનુમાનાયુ છે*. યશોદામા ૨જો, રુદ્રસેન ૩જો અને રુદ્રસિંહ ૩જોઆ રાજાઓના લખાણ વિનાના પણ સમયનિર્દેશયુક્ત સીસાના સિક્કા મળ્યા છે. વર્ષસૂચક સંખ્યા ઉપરથી એ સિક્કા પણ એમના હોવાનું જણાય છે.
અગ્રભાગ
૨૧૮
તાંબાના સિક્કા
ભૂમકના સિક્કાના અગ્રભાગે ડાબી તરફ ઉપલી બાજુ ફળવાળા તીરનું અને જમણી બાજુએ વજ્રનું ચિહ્ન છે; વચ્ચેના ભાગમાં ચક્ર છે. કિનારની સમાંતરે વર્તુળાકારે ખરોષ્ઠીં લિપિમાં અને પ્રાકૃત ભાષામાં બિરુદ સાથે કેવળ રાજાનું પોતાનું નામ ઉપસાવેલું છે. નહપાનના સિક્કાના અગ્રભાગે ડાબી બાજુ વજ અને જમણી તરફ નીચલી તરફ ફળવાળું તીર અને સંભવતઃ બ્રાહ્મી (કે ખરોષ્ઠી)માં રાજાનું નામ લખાયેલું છે. ચાષ્ટનના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ ઊભેલો અશ્વ છે. ઉપરના ભાગે ગ્રીક લિપિ અને ગ્રીક ભાષામાં લેખ છે. જયદામાના સિક્કા ઉપર
દક્ષિણાભિમુખ વૃષભ (કે નંદી) અને પરશુયુક્ત ત્રિશૂળ છે તથા ગ્રીક લેખ અને ટપકાંની હાર છે. (અનુકાલીન શ્રી શર્વના સિક્કાના પૃષ્ઠભાગે આવું ચિહ્ન છે). જયદામાના બીજા પ્રકારનાપદ્ધતિના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ હાથી છે. રુદ્રસેન રજાના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ વૃષભ છે.
આ રીતે, ક્ષત્રપોના તાંબાના સિક્કા ઉપર તીર, વજ, ચક્ર, પરશુયુક્ત ત્રિશૂળ, વૃષભ, અશ્વ અને હાથીનાં પ્રતીક છે. આમાંથી પ્રથમ ત્રણ પ્રતીક કશું સૂચિત કરતાં નથી. ત્રિશૂળ અને વૃષભ શિવપંથનું સૂચન કરે છે. ત્રિશૂળયુક્ત પરશુથી ભાગવત સંપ્રદાયનું સૂચન મળે છે. અશ્વ અને ગજનાં ચિહ્ન સંભવતઃ રાજાની વાહનસંપતિ કે દંડશક્તિ કે ઐશ્વર્ય સૂચવતાં હોય એમ કહી શકાય. ગજ એ ઇન્દ્રનું, લક્ષ્મીનું અને કુબેરનું વાહન હોઈ શકે.
ચાંદીના સિક્કા
પશ્ચિમી ક્ષત્રપ વંશના પ્રત્યેક રાજાના ચાંદીના સિક્કા ઉપલબ્ધ હોઈ અહીં વ્યક્તિગત વિવરણને સ્થાને એનાં સામાન્ય લક્ષણોની ચર્ચા કરી છે. રાજાની દક્ષિણાભિમુખ મુખાકૃતિ સૌથી મહત્ત્વનું આકર્ષક ચિહ્ન છે. મુખ (head)થી કંઈક વિશેષ અને ઉત્તરાંગ (bust)થી કાંઈક ઓછી એવી આ આકૃતિ છે. સિક્કાનો ઘણો ભાગ આ આકૃતિ રોકે છે. સહુ પ્રથમ આ આકૃતિ નહપાનના સિક્કા ઉપર જોવા મળે છે, જે પ્રથા પછીથી છેક સુધી ચાલુ રહે છે. આ રાજાઓનાં તાંબા, પૉટન અને સીસાના સિક્કા ઉપર આવી આકૃતિ નથી એ નોંધપાત્ર છે.
સિક્કા ઉપર વિદ્યમાન રાજાનું મુખ પ્રસ્તુત કરવાની પ્રથા અપનાવનાર પ્રથમ હતો ગ્રીક રાજા સિકંદર એમ કહેવાયું છે. એણે જ્યારે આપણા દેશના વાયવ્ય પ્રાંત ઉપર આક્રમણ કર્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org