________________
૨૨૪
ક્ષત્રપકાલીન ગુજરાત પ્રાકૃત ભાષામાં છે અને બ્રાહ્મી લિપિમાંનાં લખાણ સંસ્કૃત-પ્રાકૃત મિશ્રિત ભાષામાં છે. શુદ્ધ સંસ્કૃતમાં લખાણ માત્ર દામજદશ્રી ૧લા અને સત્યદામાના સિક્કા ઉપર અંકિત થયેલાં છે. રુદ્રદામા ૧લાનો જૂનાગઢનો શૈલલેખ શુદ્ધ સંસ્કૃત ગદ્યનો શ્રેષ્ઠ નમૂનો હોવા છતાંય તેના પોતાના સિક્કાઓ ઉપરનું લખાણ પ્રાકૃતમિશ્રિત સંસ્કૃતમાં છે.
પશ્ચિમી ક્ષત્રપોના સિક્કા ઉપર અંકાયેલાં લખાણની બીજી નોંધપાત્ર વિશેષતા આમ છે : કેટલાક સિક્કા ઉપર પિતાનાં નામ ષષ્ઠી વિભક્તિમાં (દા. ત. ગામમાં પુત્રસ) પ્રયોજાયેલાં છે, તો કેટલાક ઉપર નામપુત્રસ એવો સમાસ પણ જોવા મળે છે. સામાન્યતઃ ક્ષત્રપ રાજાઓ પોતાના પુરોગામીનાં નહીં, પણ પિતાનાં નામ નિર્દેશ છે એ હકીકત ચાટન, રુદ્રસિંહ રજો અને રુદ્રસેન ૩જાના સિક્કા ઉપરથી સ્પષ્ટ થાય છે. અપવાદરૂપે સ્વામી સિંહસેન પોતાને રુદ્રસેન ૩જાની બહેનના પુત્ર (એટલે કે ભાણેજ) તરીકે ઓળખાવે છે. ભારતીય નામ અપનાવનાર ક્ષત્રપ રાજાઓનાં નામની પૂર્વે શ્રી જેવો માનસૂચક પૂર્વગ જોવા મળતો નથી. અપવાદરૂપે દામજદશ્રીમાં અંત્યાંગ તરીકે પ્રયોજાયો છે. સંભવતઃ આ પ્રકારનો આ પ્રયોગ વિદેશી નામને ભારતીય બનાવવા વાસ્તે થયો હોય.
ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ ક્ષત્રપોના સિક્કાઓમાં વારંવાર થયેલો છે. લગભગ પ્રત્યેક સિક્કા ઉપર ષષ્ઠી વિભક્તિનો સ (ક્યારેક ચ) પ્રત્યય બે વખત પ્રયોજાયેલો છે : એક વાર પિતાના નામ સાથે, બીજી વાર રાજાના પોતાના નામ સાથે. પિતાના નામ સાથેનો સ પ્રત્યય પુત્રના સંદર્ભે સાર્થ જણાય છે, પણ રાજાના પોતાના નામને લાગેલો ષષ્ઠી વિભક્તિનો જ પ્રત્યય શું સૂચવે છે ? અહીં, એનો સંબંધ “ના વર્ષ... માં” એમ વર્ષ સાથે છે કે “......નો સિક્કો એ અર્થમાં છે એ વિચારણીય બાબત છે. વર્ષ સાથેનો સંબંધ ના હોય એમ જણાય છે; કારણ કે શરૂઆતના રાજાઓના સિક્કા ઉપર વર્ષસૂચક સંખ્યા નિર્દેશવાની પ્રથા જોવી પ્રાપ્ત થતી નથી. આથી, સંભવતઃ અહીં એનો “....... નો સિક્કો” એમ સ્વામિત્વસૂચક અર્થ વધારે ઉચિત જણાય છે. સંસ્કૃતમાં સ્વામિત્વસૂચક નામ હંમેશા પછી વિભક્તિમાં આપવામાં આવતું હતું.
પશ્ચિમી ક્ષત્રપોના સિક્કાના અગ્રભાગે ગ્રીક-રોમીય લિપિમાં લખાણ આલેખાયેલાં જોવા મળે છે. આરંભના ત્રણેક રાજાઓના સિક્કામાંનું લખાણ કંઈક અર્થવાળું જણાય છે, પણ રુદ્રદામા ૧લાના સમયથી સિક્કાઓ ઉપર લખાણ આલેખવાની પ્રથા ચાલુ તો રહે છે, પરંતુ તે અર્થહીન અને માત્ર શોભા પૂરતું જ રહેલું દેખાય છે.
આ સિક્કાઓમાં અંકિત ગ્રીક લખાણને ઉકેલવાના પ્રયાસ જસ્ટીસ ન્યૂટને અને પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ કરેલા, પણ એમને સફળતા પ્રાપ્ત થયેલી નહીં. તે પછી રેપ્સને આ લખાણને ઉકેલવાનો પ્રયત્ન કરતાં થોડી સફળતા મેળવેલી. એમણે નહપાનના સિક્કા ઉપરના લખાણનો પ્રથમ ગ્રીક શબ્દ ઉકેલ્યો અને એ શબ્દ ગ્રીક ભાષાનો Basilios નહીં હોવાનું સૂચવી એ શબ્દ રાણો છે અને પ્રાકૃતનું ભાષાંતર નહીં પણ લિમંતર છે એમ પ્રતિપાદિત કર્યું. રેપ્સને એ પણ સ્પષ્ટ કર્યું કે આ લખાણ શુદ્ધ ગ્રીકમાં માત્ર નહપાન અને ચાષ્ટનના સિક્કાઓ ઉપર છે અને તે પછી તો ગ્રીક-રોમીય લખાણ જોવું પ્રાપ્ત થયા છે. રેપ્સન પછી થોડીક વધુ સફળતા મળી એચ.આર.સ્કૉટને જોગલથબ્બીમાંથી પ્રાપ્ત નહપાનના અસંખ્ય સિક્કાઓના અભ્યાસથી. ગ્રીક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org