________________
પ્રકરણ તેર
સૂચિત એ ચૈત્ય હોય તો પછી કૂતરો કે મો૨ એના ઉપર ક્યાંથી સંભવે ? આ બે પ્રાણીઓને બૌદ્ધધર્મ સાથે કોઈ સંબંધ હોવાનું જાણમાં નથી. વિદેશના પૂર્વ સમયના સિક્કા કે ભારતમાંના ગ્રીક-શક-પńવ-કુષાણ રાજવંશોના સિક્કા ઉપર પણ આ ચિહ્ન જોવા મળતાં નથી. આથી, અનુમાની શકાય કે આ ચિહ્નમાં એટલે કે પર્વત-પ્રતીક ઉપર કોઈ વિદેશી અસર જણાતી નથી.
ચંદ્રની આકૃતિ બીજના ચંદ્ર જેવી દર્શાવાઈ છે. પર્વતના ઉપલા શિખરની જમણી બાજુએ અંકિત થયેલું ચિહ્ન રેપ્સનના મતે તારાઓનું ઝૂમખું છે..., પરંતુ આરંભના ત્રણેક રાજાઓના સિક્કા ઉપરનાં પ્રતીકનાં નિરીક્ષણથી એ ચિહ્ન સૂર્યનું હોવાનું સ્પષ્ટ થાય છે. આપણા દેશમાં પૂર્વકાળથી ચંદ્ર અને સૂર્યનાં ચિહ્ન શાશ્વતતા સૂચવતાં પ્રતીક તરીકે સવિશેષ પ્રયોજાતાં આવ્યાં છે. આથી, આ સિક્કાઓ ઉપર ચંદ્રની સાથે સૂર્યનું સ્થાનમૂલ્ય સ્પષ્ટ થાય છે. પર્વત અને નદી પણ પ્રકૃતિનાં શાશ્વત તત્ત્વો તરીકે સૂચવાયાં છે.
૨૨૧
ચાષ્ટ્રનના કેટલાક સિક્કા ઉપર માત્ર ચંદ્ર અને સૂર્યનાં પ્રતીક છે તો કેટલાક ઉપર તે સાથે પર્વતનું પ્રતીક પણ છે. પર્વત વિનાનાં ચંદ્ર-સૂર્યનાં ચિહ્નોનાં આલેખન વિશિષ્ટ મહત્ત્વ દર્શાવતાં હોય તે રીતે થયાં છે”. રુદ્રદામા ૧લાના સમયથી પર્વતનું મહત્ત્વ વધેલું અને ચંદ્ર-સૂર્યનું મહત્ત્વ ઘટેલું જણાય છે. બીજો એક ફેરફાર પણ નોંધપાત્ર છે : સૂર્યનાં પ્રતીકમાંનું વચ્ચેનું બિંબ નાનું થતું જાય છે. કિરણોનાં આલેખનમાં રેખાઓને સ્થાને માત્ર ટપકાં (છ કે સાત) દર્શાવાયાં છે. બિંબ અને ટપકાંનાં કદ સરખાં થતાં જાય છે. ચંદ્રનું ચિહ્ન પણ નાનું થતું જાય છે.
ચાષ્ટન`, રુદ્રસિંહ ૧લો, દામસેન અને દામજદશ્રી ૨જાના કેટલાક સિક્કામાં ચંદ્ર-સૂર્ય સ્થાન ફેર પામેલા જોવા મળે છે. અર્થાત્ ડાબી બાજૂ સૂર્ય અને જમણે ચંદ્ર. આથી, જો કે કોઈ વિશેષ મહત્ત્વ તેથી સૂચવાતું નથી. સંભવતઃ સિક્કા તૈયા૨ ક૨ના૨ની ભૂલનું એ પરિણામ હોય. પૉટન અને સીસાના સિક્કા
પૉટનના સિક્કા ઉ૫૨ ત્રિકૂટ પર્વત, ટોચની ઉપર અને ડાબે એકેક ચંદ્ર અને જમણે સૂર્યનાં પ્રતીકો ચાંદીના સિક્કાની જેમ આલેખાયેલાં છે. બ્રાહ્મીમાં માત્ર રાજાનું હોદ્દા સાથેનું નામ ઉપસાવેલું જોવા મળે છે. આવા સિક્કા જીવદામા, રુદ્રસિંહ ૧લો, અને વીરદામાના છે. સમયનિર્દેશ વિનાના પૉટનના સિક્કા ઉપર પર્વતાદિ પ્રતીકો છે, પણ લેખ નથી. કિનારને સમાંતર ટપકાંની હાર છે. પૉટનના અન્ય પ્રકારના કેટલાક સિક્કા ઉપર પર્વતાદિ ચિહ્નો છે અને વિશેષમાં પર્વતની નીચે વર્ષ અંકિત છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે, લેખ નથી. રુદ્રસેન ૧લાના અને દામસેનના સમયના સિક્કા આ પ્રકારના છે.
સીસાના સિક્કા ઉપર પર્વતાદિ ચિહ્ન, પર્વતની નીચે વર્ષ અને કિનારને સમાંતર ટપકાંની હાર જોવા મળે છે. આ સિક્કા લેખ વિનાના છે. યશોદામા રજો, રુદ્રસેન ૩જો અને રુદ્રસિંહ ૩જાના ચોરસ સિક્કા ઉપર ત્રિકૂટ પર્વત, એની નીચે નદી સૂચવતી રેખા અને એની નીચે વર્ષ દર્શાવેલું છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે. રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર ત્રિકૂટ પર્વતની ડાબીજમણી બાજુએ ચંદ્ર-સૂર્યનાં ચિહ્ન છે॰.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org