________________
પ્રકરણ બાર
૨૦૯
કોડિયાં, બટેરાં, માટલાં, ઢાંકણાં, ધૂપિયાં, કોઠીઓ, સૂરાપાત્ર (એમ્ફોરા), હાંડી, નાળચાં, કાંઠલા, વગેરેનો સમાવેશ થાય છે.
પથ્થરના પદાર્થોમાં નિશાતરા, અશ્મણ, બુદ્ધની પ્રતિમાના ટુકડા, થાળી, ઘંટી વગેરે હાથ લાગ્યાં છે. શિસ્ટ, ગ્રેનાઈટ, ક્વાર્ટઝ, ખરતા પથ્થરમાંથી આ બધા પદાર્થો નિર્માણ પામ્યા હતા. ધાતુના નમૂનાઓમાં (ચાંદી, સોનું, તાંબું, સીસું, લોઢું વગેરેમાંથી બનાવેલા) ચાંદી અને તાંબાના સિક્કા, બંગડીના ટુકડા, તારનાં ઝૂમખાં, પેન્ડન્ટનો સમાવેશ થાય છે. લોખંડના ૩૭૨ પદાર્થ હાથ લાગ્યા છે, જેમાં ૩૪૦ તો ખીલાનો સમાવેશ થાય છે. શેષમાં બાણનાં ફળ, ભાલાનાં ફળ, છરીઓ, ખંજર, વીંટી, દાતરડું, ફરશી, કોદાળી, તબેઠો, કાતર, આંકડો વગેરેનો સમાવેશ થાય છે. કાચની વસ્તુઓમાં બાટલીનો કાંઠો અને વાટકાનો સમાવેશ થાય છે.
અહીંથી અગણોતેર સિક્કા હાથ લાગ્યા છે જેમાંના ઓગણસાઠ ચાંદીના છે, ચાર ચાંદીના ઓપવાળા તાંબાના છે, બે તાંબાના છે અને ચાર સીસાના છે. ચાંદીના બધા જ સિક્કા ક્ષત્રપોના છે, ત્રણ મૈત્રકોના છે અને બે ભારતીય-સસાનિયન છે.
દેવની મોરીનાં સ્થપત્યોની-સ્મારકોની વિશેષતા એ છે કે તે બધાં ઈંટેરી છે. આ બાંધકામમાં જે ઈંટોનો ઉપયોગ થયો છે તે વિવિધ કદની છે, વિવિધ આકારની છે. મુખ્યત્વે ઈંટો લંબચોરસ છે. મોટામાં મોટી ઈંટનું માપ છે ૯૭X૪૯૪૧૩૨ સેન્ટરીમીટર. નાનામાં નાની ઈંટનું માપ ૩૪૪૧૬X૨૯ સેન્ટીમીટર છે.
મહાસ્તૂપમાંથી બે દાબડા મળ્યા છે અને તે માટીના ઘડામાં મૂકેલા હતા. નાનો દાબડો ખડકના પથ્થરનો છે. આમાં માત્ર રાખ મૂકેલી છે. આનું ઢાંકણું તૂટેલું છે. બીજો દાબડો મોટો છે, અત્યંત મહત્ત્વનો છે અને ત્રણ ભાગનો છે : ઢાંક્યાને પકડવાની મૂઠ, ઢાંક્યું અને દાબડો. શૈલ-દાબડામાં તાંબાની પેટી છે તેની અંદર રેશમી કાપડની થેલી, સોનાની શીશી અને શારીરી પદાર્થ મૂકેલા છે. દાબડો બહારની બાજૂએ ચોપાસ ઉત્કીર્ણ છે.
આ ઉપરાંત પકવેલી માટીમાંથી નિર્માણ પામેલી કલાત્મક આકૃતિઓ/પદાર્થો પણ વિશેષ ધ્યાનાર્હ છે. આકૃતિઓમાં માનવીની, પ્રાણીઓની અને વનસ્પતિની આકૃતિઓનો સમાવેશ થાય છે. પકવેલી માટીમાંથી બનાવેલી નાની મૂર્તિઓ પણ હાથ લાગી છે. કેટલીક ઈંટો પણ સુશોભિત છે. પરંતુ આમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ ખાસ ધ્યાનાર્હ છે. અન્ય સ્થાપત્યકીય અવશેષો પણ હાથ લાગ્યા છે૫.
આમ, દેવની મોરીનું ઉત્ખનનકાર્ય શિલ્પ, સ્થાપત્ય, નિર્માણકળા, સિક્કા, લખાણ બુદ્ધપ્રતિમાઓ, ઈંટેરી સ્મારકો અને માટીકામની દૃષ્ટિએ પ્રાક્-ગુપ્તકાળની લલિતકળાની શૈલીની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. મહાસ્તૂપ અને મહાવિહારના અવશેષો ક્ષત્રપકાલાના ગુજરાતમાં બૌદ્ધધર્મના અભ્યુદયની ગવાહી છે.
સ્થળતપાસ અને ખોદકામથી પ્રાપ્ત સામગ્રી
૧૬
પુરાવસ્તુકીય સ્થળતપાસ અને ઉત્ખનનકાર્ય સમયે સમયે થતાં રહે છે. આપણે એક્વીસમી સદીના પ્રારંભનાં વર્ષોમાં થયેલી આ અંગેની કેટલી પ્રવૃત્તિઓની સંક્ષિપ્ત ઝલક
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org