________________
પ્રકરણ બાર
લોખંડ ગાળવાના કીટા તથા લોખંડ બનાવવાની કાચી ધાતુ સૂચિત કરે છે કે તે વખતના લુહારો સ્થાનિક પદાર્થમાંથી લોખંડ તૈયાર કરતા. વસ્તાન ડુંગરીના લોખંડના કીટામાં મેંગેનીઝ અને લોખંડનાં મિશ્રણ જાણવા મળે છે, તેથી અનુમાનાયું છે લોખંડમાં બીજી ધાતુઓની મેળવણી કરવાની પ્રક્રિયાથી કારીગરો જ્ઞાત હોવાનો સંભવ નકારી શકાય તેમ નથી.
૨૧૩
લોખંડની ચીજવસ્તુઓમાં છીણી, ભાલોડાં, છરી, ખીલા, સાંકળ, તવેથા, કાતર વગેરેનો સમાવેશ થાય છે. આમાં ખીલાનું પ્રાપ્તિ-પ્રમાણ વધુ હતું; ખાસ કરીને ગોળ માથાંવાળા અને લંબચોરસ ઘાટના અણીદાર ખીલાનો વપરાશ ઘણો રહેતો હતો; કેમ કે તે સંખ્યાતીત કામમાં ઉપયોગાતા હતા. છરી આખા લોખંડમાંથી તૈયાર થતી. ઉપરાંત છરીને લાકડાનો હાથો બેસાડાતો. ભાલોડાંની પાછળની બાજુએ તીરનું રાડું બેસાડવા ખોલી રાખવામાં આવતી. તાંબાનાં સાધનો
લોખંડને ભેજ લાગવાથી કાટ લાગતો જ્યારે તાંબાનાં કે એવી કોઈ બીજી ધાતુનાં સાધનોને કાટ લાગવાનો પ્રશ્ન રહેતો નહીં. આ કાલમાં લોખંડ સાથે પિત્તળનો ઉપયોગ થતો હતો. દા.ત. શામળાજી પાસેથી પ્રાપ્ત ગ્રીક દેવ ઍટલાસની પ્રતિમા. તાંબાની વસ્તુઓ પૈકી ડબ્બીઓ, અંજનશલાકા, મુદ્રા, વલય, વીંટી વગેરે હાથ લાગી છે. દેવની મોરીના મહાસ્તૂપમાંથી મળેલી બુદ્ધના અવશેષ સાચવતી ડબ્બી ઉપર ઢાંકણ ઉપરથી બેસાડાય તેવું બનાવાયું છે. નગરામાંથી સુશોભિત ઢાંકણ મળ્યું છે. ધાતુને ઢાળવામાં, એના ઉપર કોતરકામ કરવામાં, પતરાંને ટીપીને યોગ્ય ઘાટ આપવામાં કારીગરની કુશળતા નોંધપાત્ર હતી. આ સમયની તાંબાકાંસાની ચીજ વસ્તુઓમાં રોમીય સામ્રાજ્યમાંથી આવતી વસ્તુઓનો સમાવેશ થતો.
સીસું-ચાંદીસોનું
તાંબાની સરખામણીએ સીસામાંથી બનાવેલી વસ્તુઓનું ઉપલબ્ધિ પ્રમાણ ઘણું ઓછું છે. એમાં મુખ્યત્વે મુદ્રાઓ અને આભૂષણોનો સમાવેશ થાય છે. સીસા કરતાં ચાંદીની ચીજ પ્રમાણમાં ઓછી મળે છે. ક્ષત્રપોની ટંકશાળમાં વપરાયેલી ચાંદીનાં પરીક્ષણ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે ચાંદી વિદેશથી આયાત થતી હતી. સીસા અને ચાંદીની સરખામણીએ સોનાની વસ્તુઓ ઘણી જ ઓછી મળે છે. દેવની મોરીના સ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્ગકની અંદરની તાંબાની દાબડીની અંદર સોનાની શીશી મળી છે. ટીંબરમાંથી મળેલાં સોનાનાં પતરાંનાં આભૂષણો એના ઉપરની મનોહર ભાતથી પ્રખ્યાત છે.
પથ્થરનાં ઓજાર અને વસ્તુ
માટી અને ધાતુમાંથી બનતી ચીજવસ્તુઓના વપરાશથી પથ્થરની ઉપયોગિતા ઓછી થઈ ન હતી. ધારવાળાં ઓજાર કે/અને શસ્ત્રનો ઉપયોગ ઘટી ગયો હતો પણ પથ્થરની મૂર્તિઓ, મણકા, નિશા, નિશાતરા, ઘંટી, પિંડલા, ડબ્બા જેવી અનેક પ્રકારની ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હતી. તળાવના બાંધકામમાંય પથ્થરનો ઉપયોગ થતો. ખડકમાંથી ગુફા કંડારવામાં આવતી. પથ્થરના ગોળ લખોટા તથા બીજાં રમકડાં પણ બનાવાતાં. કુંભારના પીંડલા પથ્થરમાંથી બનતા. નિશા અને નિશાતરા મુખ્યત્વે ખરતા પથ્થરમાંથી તૈયાર થતા. નિશાતરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org