________________
૨૧૨
ક્ષત્રપકાલીન ગુજરાત જેવાં પ્રાણીઓના ઘાટનાં રમકડાં તૈયાર થતાં હતાં. માટીનાં પૈડાંવાળાં રમકડાં બનાવતાં હતાં. નગરામાંથી મળેલું પૈડાંવાળું માટીનું ગાડું નોંધપાત્ર છે. શામળાજી, નગરા જેવા સ્થળોએથી સમચોરસ અથવા લંબચોરસ ઘાટની પકવેલી માટીની વસ્તુઓ મળી છે. તેમાં ઉતારવા માટે પગથિયાં છે. સંભવતઃ માનતા માટે બનાવેલાં આ તળાવ હોઈ શકે. આવાં તળાવ દેવને ચડાવવામાં આવતાં હોવાનો અભિપ્રાય છે. માટીની મુદ્રાઓ
માટીમાંથી તૈયાર થતી બીજી ચીજવસ્તુઓમાં મણકા મહત્ત્વના છે. ગોળ, પકોણ કે સોપારી ઘાટના મણકા મળ્યા છે. મણકા કાળા અને લાલ રંગના છે. આવા મણકા જુદા જુદા કાળના થરોમાંથી મળતા હોઈ એના આધારે કાળગણના થઈ શક્તી નથી. મણકા ઉપરાંત માટીની મુદ્રાઓ પણ બનતી અને તે બધી ઘણી આકર્ષક જોવા મળે છે. નગરા, વડોદરા, ટીંબરવા, વડનગર વગેરે સ્થળોએથી તે મળી છે. મુખ્યત્વે તે ગોળાકાર હોય છે અને વિવિધ પ્રકારની હોય છે. બીબોની મદદથી એના ઉપર છાપ પાડવામાં આવતી. મુદ્રાઓમાંથી કેટલીક ઉપર છાપ અને કેટલીક ઉપર આકૃતિ જોવી પ્રાપ્ત થાય છે. છાપવાળી મુદ્રાઓમાં ગરુડ, ઘુવડ, ત્રિશૂળ, નંદી, ફૂલ વગેરે સમાવિષ્ટ હોય છે. માટીની દીવીઓ પણ મળી છે. દીવીઓમાં કેટલીક ઊભા ઘાટની અને કેટલીક બેઠા ઘાટની જોવા મળે છે. શંખની વસ્તુઓ
ક્ષત્રપકાલ દરમ્યાન શંખમાંથી મણકા અને બંગડી બનાવવાનો સારો હુન્નર હતો, જેના નમૂના પ્રભાસપાટણ, અમરેલી, જૂનાગઢ, વલભી, વડનગર, વડોદરા, નગરા, કામરેજ, શામળાજી જેવાં ઘણાં સ્થળોએથી હાથ લાગ્યા છે. આ માટેનો કાચો માલ દ્વારકાના દરિયામાંથી પ્રાપ્ત થતો હતો. શંખમાંથી તૈયાર થતી બંગડી સાદી અને સુશોભનયુક્ત હતી. બંગડીને સુશોભિત કરવા વાસ્તે લાલ રંગથી રંગવામાં આવતી. બંગડીના પ્રમાણમાં શંખના મણકા ઓછા હાથ લાગ્યા છે. આ મણકા ગોળ, ચોરસ અને અન્ય ઘાટના તૈયાર થતા. હાડકાંની ચીજ
હાડકાંમાંથી તૈયાર થતાં ભાલોડા અને અણીઓ પ્રમાણમાં ઓછાં મળે છે. પણ પાસા અને અંજન-શાલાકા જેવી હાડકાંની અને હાથીદાંતની વસ્તુઓનાં ઉપલબ્ધિ પ્રમાણ થોડાં વિશેષ જણાય છે. હાડકાં અને શીંગડાંની કાંસકીઓ બનાવવાનો હુન્નર ચાલતો હતો. પણ ધાતુ ગાળવાના ઉદ્યોગના અભ્યદયથી હડકાંમાંથી જે મારક સાધનો બનતાં હતાં તે બંધ થયાં. ફક્ત હાડકાંનાં પ્રસાધન તથા રમતનાં સાધન બનાવવાની પ્રવૃત્તિ ચાલુ રહી. લોખંડનાં ઓજાર
આ ધાતુનો વપરાશ ક્ષત્રપાલમાં વધ્યો હોવાનું જણાય છે. લોખંડ ગાળવાનાં સાધન શામળાજી તથા દેવની મોરીમાંથી મળ્યાં છે. શામળજી, વસ્તાન ડુંગરી, કપડવણજ અને ધાતવા જેવાં સ્થળોએ લોખંડ ગાળવાનો ઉદ્યોગ વ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. ગાળેલાં લોખંડના અવશેષોવાળી મૂસ અને ધમણની ભૂંગળી ઘણી માહિતી આપે છે. ધાતવામાંથી મળી આવેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org