________________
ક્ષત્રપકાલીન ગુજરાત
પહોળાં છે. સ્થાપત્યકીય જમીન-પ્લાન નોંધપાત્ર છે. કૂવાની એક બાજુએ પથ્થરમાં કંડારેલો કાચબ છે. સંભવતઃ વિષ્ણુપૂજા સાથે વાવ સંલગ્નિત હોય. વાવની નજીકમાં પથ્થરની એક કુંડી છે જેમાં પાણી ભરવામાં આવતું. આ વાવ ખાઈની ખૂબ જ નજીક આવેલી છે. વાવમાંથી જે અવશેષો મળ્યા છે તેમાં શંખ, પક્વમૃત્તિકાનું કમળ, ચિત્રિત સિક્કા, રાતાં ચકચક્તિ વાસણો, રાતાં વાસણાં, એમ્ફોરાના હાથા, સુશોભિત હાથીદાંતનો મેડલ સમાવિષ્ટ છે.
૨૦૮
આ ઉપરાંત ક્ષત્રપકાલીન એવા બે કૂવા મળ્યા છે, જેનો વ્યાસ દોઢ મીટરનો છે. કૂવા પકવેલી ઈંટોથી બનેલા છે. આશરે સાત મીટરની ઊંડાઈએથી ઢગલાબંધ અનાજછોડાં હાથ લાગ્યાં છે. આ ઉપરાંત આ સમયના અન્ય અવશેષોમાં પકવેલી માટીમાંથી બનાવેલાં રમકડાં, એમ્ફોરા, પક્વમૃત્તિકાની મૂર્તિઓ, માનતાની કૂંડીઓ, રમતવીરો, શંખમાંથી બનાવેલી બંગડીઓ, તાંબાનાં આભૂષણ, લોખંડનાં ઓજાર, સુવર્ણનું પેન્ડન્ટ અને ઉપરત્નોના નમૂના મળ્યા છે. અહીંથી પ્રાપ્ત સિક્કાઓ અહીંની ઇમારતોના સમયાંકનમાં ઉપયોગી નીવડે છે. આમાંના ઘણા સિક્કા ક્ષત્રપોના હોવાનું જણાય છે. શંખનો હુન્નર હાથબમાં ક્ષત્રપ સમયે હતો. લોખંડને ગાળવાનો હુન્નર પણ હતો; કેમ કે લોખંડના ઘણા કીટા હાથ લાગ્યા છે. અહીંથી ઉપલબ્ધ સોનાની મહોર ઉપર આ શહેરનું ઉત્કીર્ણ નામ ધ્યાનાર્હ છે.
દેવની મોરીના બૌદ્ધ અવશેષો
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં પ્રસિદ્ધ વૈષ્ણવતીર્થ શામળાજીના પરિસરમાં મેશ્વો નદીના ખીણવિસ્તારમાં દેવની મોરી ગામની ભાગોળે આવેલા ‘ભોજ રાજાનો ટેકરો'
નામથી ઓળખાતો પુરાવસ્તુઓથી સભર એક ટીંબો હતો. આ ટેકરાનું પુરાવસ્તુકીય ઉત્ખનન મહારાજ સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યા વિભાગના ઉપક્રમે ગઈ સદીના છઠ્ઠા દાયકાના પૂર્વાર્ધ દરમ્યાન ડૉ.બી.સુબ્બારાવ અને ડૉ. રમણલાલ નાગરજી મહેતાના વડપણ હેઠળ ચાર મોસમ (૧૯૬૦થી ૬૩) સુધી હાથ ધરાયું હતું. ખોદકામ દરમ્યાન જેમ જેમ પુરાવસ્તુઓ ઉપલબ્ધ થતી ગઈ તેમ તેમ તેની વિગતો સામયિકોમાં લેખરૂપે અને વૃત્તપત્રોમાં સમાચારરૂપે પ્રગટ થતી રહેલી. ઉત્ખનનકાર્યનો સંપૂર્ણ અધિકૃત અહેવાલ એક્ષ્મવેશન એટ દેવની મોરી નામથી ૧૯૬૬માં પ્રસિદ્ધ થયો છે. અહીં તેના આધારે ઉપયોગી વિગતો સંક્ષેપમાં પ્રસ્તુત કરી છે૩. ક્ષત્રપકાળના અંત સમયના આ અવશેષો હોવાથી અહીં તે રજૂઆત પામ્યા છે.
પ્રસ્તુત ઉત્ખનનકાર્ય દરમ્યાન અહીંથી ઠીંકરાં, સિક્કા, શિલાલેખો અને સ્તરચના હાથ લાગ્યાં. આ બધી સામગ્રી આ પુરાવસ્તુકીયસ્થળનો કાળનિર્ણય ક૨વામાં સારી રીતે ઉપાદેયી નીવડી છે. આમાં મુખ્ય છે મહાસ્તૂપ અને મહાવિહારની ઉપલબ્ધિ ૪.
ચારે મોસમ દરમ્યાન જે ખોદકાર્ય ચાલ્યું તેમાંથી વિવિધ પ્રકાર-આકારનાં માટીનાં વાસણોના અવશેષો હાથ લાગ્યા. તેમાં સાદાં રાતાં વાસણો, ચિત્રિત રાતાં વાસણો, ઘસીને ચકચક્તિ કરેલાં કાળાં વાસણો, બરછટ અને અણઘડ એવાં રાતાં અને કાળાં વાસણો, રાતાં સુંવાળાં વાસણો, રોમીય એમ્ફોરાનો સમાવેશ થાય છે. આ બધાં વાસણો ગૃહોપયોગી હતાં અને એકાદને બાદ કરતાં બધાં સ્થાનિક ઉત્પાદનનાં વાસણો હતાં. આ વાસણોમાં વાટકા, ઘડા, કૂંજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org