________________
૨૦૬
ક્ષત્રપકાલીન ગુજરાત
થાય છે. આ બાબતે કામરેજ ધ્યાનાકર્ષક રહ્યું છે. આ મહત્ત્વ દર્શાવતી મોટી સંખ્યામાં પ્રાપ્ત લોખંડના ખીલા અને અન્ય ચીજો હાથ લાગી છે. આ નમૂના ક્ષત્રપકાલના છે.
આમ, આ સ્થળના પ્રારંભિક ઉત્પનનકાર્યના અહેવાલોથી એટલું સ્પષ્ટ રીતે સૂચવાય છે કે ક્ષત્રપકાલ દરમ્યાન કામરેજ પશ્ચિમ ભારતનું બીજું બંદર હતું, ખેતી આધારિત સમૃદ્ધ શહેર હતું, લોખંડના ઉદ્યોગની નગરી હતી, મણકા-મૂર્તિ-બંગડી જેવી ચીજવસ્તુઓ બનાવવાનું મુખ્ય કેન્દ્ર હતું અને સહુથી વિશેષ તો આંતરરાષ્ટ્રીય વેપાર-વાણિજયનું અગ્રણી કેન્દ્ર હતું. સંજાણ : પારસીઓનું પાયતષ્ઠ
ઈરાનના ઇસ્લામી શાસકના ત્રાસથી કંટાળીને જરથુષ્ટ્રી નિરાશ્રિતોનું એક જૂથ ઈસ્વીની સાતમી સદીમાં દેશ છોડીને કાયમ માટે ભારતને વતન બનાવવા સંજાણ બંદરે આવ્યું હોવાની એક પરંપરા જાણીતી છે. પારસીઓનો કોઈ લિખિત દસ્તાવેજી ઇતિહાસ નથી; માત્ર ઈસ્વી ૧૬૦૦માં લખાયેલી ફારસી કવિતા “કિસ્સે-ઈ-સંજાણ” અર્ધ-ઇતિહાસી દસ્તાવેજ છે. આ કવિતા પારસી મોબેદ દસ્તૂર બોમન કૅકોબાદે રચી હતી. આપણે જાણીએ છીએ તેમ પરંપરા મુજબ સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ સ્થાનિક શાસક સાથે કરારબદ્ધ થયા કે આશ્રયના બદલે તેઓ સ્થાનિક રીતરિવાજને અનુસરશે. હકીકતમાં આ સ્થળ પારસીઓએ નિર્માણ કરેલું અને એમનું પ્રથમ દેવસ્થાન અહીં રચાયું. ઈરાનમાંના આ જ નામના શહેરની સ્મૃતિમાં પોતાના પ્રથમ નિવાસસ્થાનને તેમણે સંગાથી પ્રતિષ્ઠિત કર્યું. આશરે ઈસ્વી ૧૩૯૩થી ૧૪૦પ દરમ્યાન સુલતાન મોહમ્મદના લશ્કરે સંજાણ કબજે કર્યું ત્યાં સુધીમાં તો તેઓ સમગ્ર ગુજરાતમાં વસાહતી થઈ ગયા હતા.
ઈસ્વી ૨૦૦૧માં સ્થળતપાસ દ્વારા આ સ્થળની પુરાતન વસાહત ઓળખી શકાઈ હતી. વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકામાં વરોલી નદીના ઉત્તર કિનારે આ સ્થળ આવેલું છે. પરંતુ અહીં ઉખનનકાર્ય ૨૦૦૨ અને ૨૦૦૩માં થયેલું. આથી, અહીંથી ઘણા બધા પુરાવશેષો અને માટીકામના નમૂના હાથ લાગ્યા હતા. પરંતુ મોટા ભાગના અવશેષો ૮મી-૧૦મી સદીના છે. ખોદકામથી ચાર સ્તરની જાણકારી પ્રાપ્ત થઈ. આમાંથી બીજા નંબરના સ્તરમાંથી સિક્કા અને મણકાના નમૂના મળી આવ્યા છે. આમ તો, અહીંથી બધા મળીને ૧૨૦૦ જેટલા પુરાવશેષ હાથ લાગ્યા છે જેમાં ૪૨૭ મણકા છે, કાચના ૨૮૨ નમૂના છે અને ૩૨ સિક્કાનો સમાવેશ થાય છે. સિક્કાના આધારે અહીંની વસાહત તેરમી સદી પછીની નથી.
સંજાણમાંથી પ્રાપ્ત સિક્કા રજી સદીથી ૧૧મી સદી સુધીના હોવાનું જણાય છે. આમાંથી ક્ષત્રપ સિક્કાઓની આપણે નોંધ લઈશું. આમાંથી ફક્ત અગિયાર સિક્કાઓનો અભ્યાસ થઈ શક્યો છે, કેમ કે શેષ સિક્કા સારી હાલતમાં નથી. આમાંથી ચાંદીના ચાર સિક્કા એવા છે જેના ઉપર હાથી અને સિંહની શોભાત્મક આકૃતિ છે અને જે ઈસ્વીસનની પહેલી-બીજી સદીની છે. તાંબાના સિક્કા અભ્યાસ થઈ શકે એવા નથી પણ સાધકબાધક પુરાવાથી તે ૧લી-રજી સદીના હોવા જોઈએ. હાથી–સિંહની આકૃતિવાળા સિક્કા સાતવાહન રાજાઓના હોવાનું સૂચાવયું છે.
સિક્કાઓથી એટલું પુરવાર થાય છે કે પારસીઓનાં આ સ્થળે આગમ પૂર્વે અહીં લગભગ રજી સદીથી વસવાટપ્રક્રિયા અસ્તિત્વમાં હતી. આના સમર્થનમાં આભિલેખિક પુરાવો સહાયરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org