________________
પ્રકરણ બાર
૨૦૫ કામરેજનો અભ્યદય ઈસ્વીપૂર્વ અને ઈસ્વીસનના સંધિકાળે થયો હોવો જોઈએ; ખાસ કરીને ક્ષત્રપકાલ દરમ્યાન સ્થાપત્યકીય અને વાણિજિયક પ્રવૃત્તિઓ પુરબહારમાં ચાલતી હતી. આથી, એ પણ સૂચવાય છે કે કામરેજ પૂર્વકાલમાં એક બંદર હતું અને દરિયા પારના સંબંધોથી સંલગ્નિત હતું, કેમ કે વિદેશી માટીકામના નમૂના અહીંથી હાથ લાગ્યા છે. દા.ત. વાસણનો કાંઠલો અને હાથો, જેનો આકાર એમ્ફોરા જેવો છે. ચકચક્તિ વાસણના નમૂના સંભવતઃ પર્શિયાઈ અખાતમાંથી આયાત કર્યા હોય.
કામરેજ સંખ્યાતીત ચીજવસ્તુઓનું ઉત્પાદન કેન્દ્ર હતું : શંખની બંગડીઓ, કાચ અને પથ્થરના મણકા, વિશાળ પાયા ઉપરનું માટીકામ અને લોખંડકામની વસ્તુઓનું ઉત્પાદન અહીં થતું હતું. દોરા-ધાગા જેવા નમૂના કાપડ ઉદ્યોગનાં દ્યોતક જણાય છે. મોટી કોઠીઓ નિર્માણ કરવાની ભઠ્ઠી હતી. કપાસ અને અનાજના ભંડાર દટાયા હોવાનું શોધી શકાયું છે જેનો ઉલ્લેખ પેરિપ્લસમાં છે. મોટા પ્રમાણમાં લોખંડના કિટાઓની ઉપલબ્ધિ લુહારકાર્યનો નિર્દેશ કરે છે અને પેરિપ્લસે તો એવો નિર્દેશ કર્યો છે કે લોખંડની નિકાસ રાતા સમુદ્રના પ્રદેશોમાં થતી હતી. આ બધાથી સૂચિત થાય છે કે કામરેજ બંદરેથી દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધો હતા. પાણીના તરાપા જેવા નમૂના હાથ લાગ્યા છે પણ વહાણના નમૂના મળ્યા નથી.
રાતાં ચકચક્તિ માટીનાં વાસણો અહીંથી મળ્યાં છે. દા.ત. વાટકા, ડાંગરના ભૂસાથી ઘડાયેલું ભૂખ-કાળું વાસણ વગેરે. મણકાઓનું વૈવિધ્ય ધ્યાનાર્ય છે. આ માણકાઓ મોટા પાયે નિકાસ થતા હતા. અકીકના મણકા પણ અહીં તૈયાર થતા હતા. પક્વમૃતિકાના નમૂનામાં નળિયાં, ત્રાક અને નાની મૂર્તિઓનો સમાવેશ થાય છે. વિષ્ણુની પાષાણપ્રતિભા નોંધપાત્ર ગણાય છે. ક્ષત્રપ સમયના તાંબાના બે સિક્કા પણ મળ્યા છે જેના ઉપર બ્રાહ્મીમાં લખાણ છે.
કામરેજમાંથી માટીકામના જે નમૂના મળ્યા છે તેમાં રાતાં ચકચક્તિ વાસણો, સાદાં રાતાં વાસણો, બરછટ રાતાં વાસણો, ઘસીને ચકચક્તિ કરેલાં લોહિત વાસણો, કાળાં વાસણો, ચિત્રિત વાસણો, કાચના જેવાં ઓપવાળાં વાસણોનો સમાવેશ થાય છે. આ બધાં વાસણોનો સમયપટ ઈસ્વીપૂર્વની પહેલી સદીથી ઈસ્વીની ૧૦મી સદી સુધી વિસ્તૃત છે પણ મોટા ભાગનાં માટીનાં વાસણો ક્ષત્રપ સમયનાં જણાયાં છે.
- કામરેજમાંથી જે પુરાતન અવશેષો મળ્યા છે તેમાં પથ્થરના નમૂના, ઉપરત્નના નમૂના, કાચના નમૂના, શંખની બનાવટો, તાંબું-લોખંડ-સીસુંના નમૂના અને પકવેલી માટીની ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. પાષાણ નમૂનામાં દેવીમૂર્તિ, વિષ્ણમૂર્તિ દર્શાવતી તક્તી, માનવાકૃતિ; ઉપરત્નના નમૂનામાં વિવિધ આકારના મણકા; પકવેલી માટીના નમૂનામાં માનવાકૃતિનો માથારાથવિનાનો નમૂનો, માનવાકૃતિ, જ્ઞાની મૂર્તિ લિખિત તૂટેલી મૂર્તિ, રમતવીર, વિવિધ પ્રકારના મણકા, રમકડું, બોલ, બંગડી, હાથો વગેરે; કાચના નમૂનામાં મણકા વિવિધ પ્રકારની બંગડી વગેરે; શંખના નમૂનામાં બંગડીના પ્રકાર; ધાતુના નમૂનામાં મણકા, સિક્કા વગેરે હાથ લાગ્યા છે.
કામરેજ અને આસપાસના વિસ્તારમાં લોખંડ ઉદ્યોગની પ્રવૃત્તિનો ઉલ્લેખ દર્શાવતી ચીજવસ્તુઓ હાથલાગી છે તેથી લોખંડકાર્યના આંતરરાષ્ટ્રીય વેપારની લાક્ષણિક તસવીર પ્રાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org