________________
પ્રકરણ બાર
મહત્ત્વના પુરાવશેષોનાં અવલોકન
સામુદ્રિક પુરાવશેષ
આજના વિશ્વમાં માનવેતિહાસને શક્યતઃ પારદર્શક પરિપ્રેક્ષ્યમાં સમજવામાં દ્રવ્ય કે પદાર્થ, કહો કે પુરાવસ્તુનાં અધ્યયન-અન્વેષણને વધુ વિશ્વનીય ગણવામાં આવે છે. આથી, પૂર્વકાલીન સ્થળોને, ઇમારતોને કે એવી ભૌતિક સામગ્રીને શોધવાનું, તેની પરીક્ષા કરવાનું, જે તે સ્થળે સ્થિત કે અસ્તિત્વ ધરાવતા પદાર્થનું કે સંપ્રાપ્ત થતી ભૌતિક સામગ્રીનું તેના પરિઘમાં આવતી નૈસર્ગિક પરિસ્થિતિ સાથે એના અનુબંધને અનુસરવાનું અને તેના આધારે જે તે સ્થળ કે પ્રદેશ કે દેશનાં સંસ્કૃતિ અને ઇતિહાસને અર્થઘટિત કરી આલેખવાનું, વિશ્વના અન્ય વિભાગોના એવા ભૌતિક પદાર્થ સાથે સંલગ્નિત કરવાનું કે અનુબંધિત કરવાનું કાર્ય સાધીને સમગ્ર માનવપ્રવૃત્તિના કાલચક્રની કાર્યશૈલીની વિવિધતાનો અભ્યાસ કરી પ્રાપ્ત થતા જ્ઞાનની ચર્ચા કરી તેના પરિણામને સાંસ્કૃતિક ઇતિહાસના પરિમાણમાં ઢાળીને પ્રજા પ્રત્યક્ષ કરવાનું કાર્ય જે પ્રક્રિયાથી કે પદ્ધતિથી થાય છે તેને પુરાવસ્તુવિદ્યા કહીએ છીએ. આ વિદ્યા સાથે કાર્યરત કર્મશીલોને આપણે પુરાવિદોથી ઓળખીએ છીએ. પણ તેમની સંખ્યા અતિ મર્યાદિત છે અને કાર્યફલક અતિ વિસ્તૃત. તેથી આપણા આવા સાંસ્કૃતિક વારસા અને વૈભવને સુરક્ષિત રાખવા મિષે પ્રજાકીય સહયોગ અને સહભાગિતા અનિવાર્ય અને આવશ્યક છે.
સામાન્યતઃ અદ્યાપિ પુરાવસ્તુકીય ઉત્પનનો જમીન ઉપર થતાં રહ્યાં છે; પરંતુ એંસીના દાયકાથી પાણી અંતર્ગત દટાયેલી ચીજવસ્તુઓનાં ઉત્નનનની દિશા ઉદ્ઘાટિત થઈ છે. ઘણીવાર પુરાવસ્તુવિદ્યાને જમીનમાં દટાયેલાં નગર અને સંસ્કૃતિનાં હાડપિંજરની પૉસ્ટમૉર્ટમ પ્રક્રિયા તરીકે ખોટી રીતે ઓળખાવાઈ છે, તેવી ગેરસમજણમાંથી મુક્ત થવાની જરૂર છે. પુરાવસ્તુકીય પ્રવૃત્તિઓ કેવળ ઉખનન પૂરતી સીમિત રાખવાની જરૂર નથી. હકીકતે તેનો વિનિયોગ સંસ્કૃતિદર્શન વાસ્તે થવો જોઈએ. પુરાવસ્તુકીય અન્વેષણ વ્યાપક પરિમાણી છે અને વૈશ્વિક તથા પ્રાદેશિક ઘટનાક્રમોને સમજવામાં તથા માનવજીવનનાં અને સંસ્કૃતિઓના વળાંકનાં કે પ્રવાહોનાં રહસ્યને વ્યાખ્યાયિત કરે છે. આથી, પુરાવસ્તુકીય પુરાવાઓને સમુદ્રના તળીએથી શોધી કાઢવાનું અભિયાન આપણે ગઈ સદીના અંતિમ ચરણથી અમલી બનાવ્યું છે. જો કે આધુનિક અને પશ્ચિમી ગણાતી પ્રસ્તુત પ્રવૃત્તિની સ્પષ્ટ વિભાવના આપણી સાંસ્કારિક પરંપરામાં નિહિત છે :
नावा न क्षोदः प्रदिशः पृथिव्याः ।
મધુમને પરાયાં મધુમપુનરીયનમ્ II (ઋગ્વદ, ૧૦.૨૪.૬) અર્થાત પૃથ્વીના બધા જ ભૂભાગે આપણાં વહાણો હંકારવાં અને વિદેશ જવું તથા પરત આવવું એ ઉભય પ્રક્રિયા આનંદદાયક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org