________________
પ્રકરણ અગિયાર
રાજબિરુદ
ક્ષત્રપ અને મહાક્ષત્રપનાં બિરુદ પ્રત્યેક રાજા અનુક્રમે લગભગ ધરાવતા હતા. રાનાનું બિરુદ બંને પ્રકારના શાસકો માટે પ્રયોજાયેલું જોવા મળે છે. ક્ષત્રપને યુવરાજ અને મહાક્ષત્રપને મહારાજા તરીકે ઓળખાવી શકાય. ઉપરાતં સ્વામી બિરુદ પણ કયારેક વપરાયેલું જોઈ શકાય છે. ક્ષત્રપવંશના બત્રીસ પુરુષોમાંથી ચાષ્ટનકુળના શરૂઆતના પાંચ રાજાઓ”, તે પછીના કુળનો એક બિનરાજ્વી પૂર્વજ, પછીના ત્રણેય કુળના છએ રાજાઓ આ બિરુદધારણ કરેલા જોવા પ્રાપ્ત થાય છે. આ બાર પુરુષોની વિગતોથી સૂચિત થાય છે કે સ્વામી બિરુદ સામાન્યતઃ ચાષ્ટનકુળના અને તે પછીનાં રાજકુળોના શરૂઆતના રાજાઓ માટે પ્રયોજાતું હોય અને અનુકાળમાં એ લુપ્ત થઈ જતું હોય. રાજવંશની લાંબી કારકિર્દી માત્ર ચાટનકુળની હોઈ અન્ય રાજકુળોને આ બાબત
અભિપ્રેત જણાતી નથી.
સ્વામી બિરુદથી ખાસ કોઈ વિશિષ્ટ અર્થ અભિપ્રેત હોવાનું સૂચિત થતું નથી. સામાન્યતઃ આ બિરુદ રાના બિરુદના પર્યાય તરીકે પ્રયોજાતું હશે. જો કે જીવદામાએ રાજા ન હોવા છતાંય સ્વામી બિરુદ ધારણ કર્યું હતું. અન્ય રાજાઓ રાના અને સ્વામી એ બંને બિરુદ ધારણ કરતા એ ઉપરથી સ્વામીનો અર્થ અહીં અધિપતિ આવશ્યક રીતે રાજા નહીં હોવા સંભવે છે. કહો કે, સ્વામી એ માનવાચક શબ્દ હતો.
-
૧૯૫
—
રુદ્રસેન ૧લાના ગઢાના શિલાલેખમાં મદ્રમુત્તુનું વિશેષણ પહેલપ્રથમવાર પ્રયોજાયેલું જોવું પ્રાપ્ત થાય છે. આ વિશેષણ રુદ્રસેન સિવાયના એના બધા પુરોગામીના સંદર્ભમાં વપરાયેલું છે, જેથી અનુમાન થઈ શકે કે માત્ર ભૂતપૂર્વ મહાક્ષત્રપ રાજાઓ માટે એનો વિનિયોગ થતો હોવો જોઈએ ૧.
આ રાજવંશમાં કોઈ પટરાણીનો ઉલ્લેખ હાથવગો થતો નથી. તેથી અભિલેખોમાં પટરાણી માટેનાં બિરુદ જોવા મળતાં નથી.
વહીવટી અધિકારીઓ .
Jain Education International
નહપાનના સમયના જુન્નરના ગુફાલેખમાંથી અને રુદ્રદામાના શૈલલેખમાંથી આ વિશે
કેટલીક જાણકારી હાથવગી થાય છે : મહાક્ષત્રપના મદદનીશ તરીકે ક્ષત્રપ ફરજ બજાવતો હતો. પરંતુ રાજ્યતંત્રના સુચારુ સંચાલન કાજે રાજા અમાત્યોની નિમણૂક કરતો હતો. અયમ અને સુવિશાખ નામના બે અમાત્યોની જાણકારી પ્રાપ્ત થાય છે. આમાં અયમ વત્સ ગોત્રનો હતો, જ્યારે સુવિશાખ પહ્નવ જાતિનો હતો. (અયમ નામ ભારતીય જણાતું નથી પણ ગોત્ર તો ભારતીય છે. આથી શક્ય છે કે ભારતીય બનેલો વિદેશી હોય). આથી, ફલિત થાય છે કે શક જાતિના ક્ષત્રપ શાસકો ભારતીય તથા વિદેશી બંને જાતિના અમાત્યોની રાજ્યવહીવટમાં નિમણૂક કરતા હતા.
અમાત્યોમાંથી કેટલાકની સચિવ તરીકે વરણી થતી હતી. સચિવના મુખ્ય બે પ્રકાર જાણવા મળે છે : મતિક્ષત્તિવ અને ર્મષિવ. પ્રથમ સચિવનું કર્તવ્ય રાજાને સલાહ આપવાનું રહેતું હતું, જ્યારે બીજાનું કાર્ય વહીવટદારનું હતું. રાજા કોઈ મહત્ત્વનું કાર્ય કરવાનું આયોજન
For Personal & Private Use Only
www.jainelibrary.org