________________
પ્રકરણ અગિયાર
૧૯૯
૧૮. આ બધા ગુણોના સંબંધિત ઉદાહરણ વાસ્તે જુઓ રુદ્રદામાના શૈલલેખમાંથી પંક્તિઓ ૯, ૧૩-૧૫ અને વિશેષ માહિતી માટે જુઓ આ ગ્રંથનું પ્રકરણ અગિયાર, પરિશિષ્ટ દશ.
૧૯. પણ આ શૈલલેખને આધારે ઉપસતું એનાં ચરિત્ર અને ચારિત્ર્યથી એવું સૂચિત થઈ શકે કે એનામાં આમાંના ઘણાં લક્ષણો હોવાં જોઈએ. એની કારકિર્દીની ઝાંખી કરાવતું લખાણ માટે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ૭માં રુદ્રદામા અંગેનું વર્ણન.
૨૦. સંબંધિત ઉદાહરણો માટે શૈલલેખોમાંની આ પંક્તિઓ જુઓ ૧૦, ૧૨, ૧૪-૧૬.
૨૧. વાગુએ., પૃષ્ઠ ૪૯-૫૦; પ્રિવૅમ્યુબુ, અંક ૩-૪, પૃષ્ઠ ૫૧.
૨૨. દા.ત. રુદ્રદામા ૧લાનો ઉત્તરાધિકાર એના જ્યેષ્ઠ પુત્ર દામજદશ્રી ૧લાને;
રુદ્રસેન રજાનો રાજ્યાધિકા૨ એના જ્યેષ્ઠપુત્ર વિશ્વસિંહને;
ભર્તૃદામાનો ઉત્તરાધિકાર એના પુત્ર વિશ્વસેનને.
આ અંગેનું વિગતવા૨ વિશ્લેષણ વાસ્તે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ સાત અને આઠમાં સંબંધિત વિવરણ.
૨૩. દા.ત. રુદ્રસેન ૧લાનો પુત્ર પૃથિવીષેણ. (જુઓ પ્રકરણ સાત).
૨૪. સરખાવો : સ્વયમધિગત મહાક્ષત્રપનાના......અને સર્જાવપ્નમિાય
રક્ષાર્થ પતિત્વ વૃત્તેન.........
૨૫. પ્રિવૅમ્યુબુ., નંબર ૩-૪, પૃષ્ઠ ૫૦-૫૧.
૨૬. ચાષ્ટનકુળના પાંચેય રાઓના સિક્કા ઉપર આ બિરુદ નિર્દિષ્ટ થયેલું જોવા મળતું નથી; પરંતુ એમના શિલાલેખોમાં તેનો પ્રયોગ થયો છે.
૨૭. સ્વામી જીવદામાનો પુત્ર રુદ્રસિંહ અને તેનો પુત્ર યશોદામા શરૂઆતના રાજાઓ હોવા છતાંય આ બિરુદ ચાલુ રાખ્યું નથી. એ ઘટનાને અપવાદરૂપ ગણાવી શકાય.
૨૮. જુઓ પ્રકરણ છું, નહપાનનાં વિષુવોવાળું લખાણ.
૨૯. સરખાવા : વિષયાળાં પતિના...... (ગિરિનગર શૈલલેખ).
૩૦. સત્યશ્રાવ સ્વામીને યુવરાજ્ઞના પર્યાય તરીકે ગણવાનું મંતવ્ય પ્રસ્તુત કરે છે (જુઓ શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૯૪). સત્યશ્રાવનું સૂચન સ્વીકાર્ય એટલા માટે રહેતું નથી કેમ કે સ્વામી શબ્દ મહાક્ષત્રપ અને ક્ષત્રપ બંને વાસ્તે પ્રયોજાયો છે. એક જગ્યાએ એનો પ્રયોગ સામાન્ય માણસ (રાજા માટે નહીં) માટે શ્યો છે (દા.ત. જીવદામા).
૩૧. પરંતુ શલ્પદ્રુમમાં આ શબ્દના જે ભાવાર્થ આપેલા છે તે ઉપરથી આવી અટકળ એક પ્રકારે સાહસ ગણાય. સંભવ છે કે ભદ્રમુદ્યુ એ માનવાચક શબ્દ હોય અને રાજા પોતાને માટે આ બિરુદ પ્રયોજતો કે ઉપયોગતો ન હતો, માત્ર પુરોગામીઓ-પછી તે વિદેહ હોય કે વિદ્યમાન-વાસ્તે પ્રયોજતો. સ્વામીની જેમ એનો પ્રયોગ વિશેષ રુચિકર જણાય છે.
૩૨. નહપાનના જમાઈ ઉષવદાત્તે (જે શક જાતિનો હતો) અનેક સ્થળોએ દાન આપ્યાં હતાં, તે સ્થળોનો તે પ્રાયઃ સૂબો હોય એવી અટકળ વ્યક્ત થઈ છે (જુઓઃ રેપ્સન, કેટલૉગ, ફકરો ૩૧ અને ૯૦; સુધાકર ચટ્ટોપાધ્યાય, શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૩૯-૪૦ અને એઇયુ, પૃષ્ઠ ૧૮૧-૮૨). પરંતુ નહપાનના લેખોમાં ક્યાંય ઉષવદાત્ત વિશે આ પ્રકારનો નિર્દેશ નથી, જ્યારે અયમ વિશે સ્પષ્ટ છે. એટલે ઉષવદાત્ત નહપાનનો સૂબો હોય તે અટકળ યોગ્ય જણાતી નથી.
૩૩. પ્રાયઃ મુખ્ય વહીવટી વિભાગને રાષ્ટ્ર તરીકે ઓળખતા હશે. મૌર્યકાલીન રાષ્ટ્રિય શબ્દ તથા રુદ્રદામાના શૈલલેખમાં આનર્ત-સુરાષ્ટ્ર માટે થયેલો બહુવચનનો પ્રયોગ આ અટકળને સમર્થન બક્ષે છે. ૩૪. મૌર્યકાળમાં આ અધિકારીને અહીં રાષ્ટ્રિ તરીકે; ગુપ્તકાળમાં જોતા તરીકે અને અનુમૈત્રકકાળમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org