________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૧૭૬
ઈસ્વી ૧૫૦ અને ૨૫૦ વચ્ચેના ગાળા દરમ્યાન કુષાણોએ મથુરા ઉપર પ્રભુત્વ જમાવ્યું હોય. આ દૃષ્ટિએ કણિષ્ક પશ્ચિમી ક્ષત્રપ રાજા રુદ્રદામાના અવસાન પછી જ રાજ્ય સંપાદન કરી શક્યો હોય તે વધારે સંભવિત હોઈ શકે.
ઉત્તર-પશ્ચિમે વિદેશી શાસકો
ગ્રીક રાજાઓએ ઈસ્વીપૂર્વ ૧૩૦ કે ૧૨૦માં બેક્ટ્રિયા ઉપરનું રાજકીય પ્રભુત્વ ગુમાવ્યા પછી હિન્દુકુશ ગિરિમાળા અને સિંધુ નદીના વિસ્તારો ઉપર રાજ્ય કર્યું હોવાના સિક્કાકીય પુરાવા પ્રાપ્ત થયા છેપર. અહીં ત્યારથી આશરે વીસથી પણ વધારે ગ્રીક રાજાઓએ રાજ્ય કર્યું હતું એવી સાબિતી તેમના સિક્કાઓએ પૂરી પાડી છે. આ એ જ વિસ્તાર છે કે જ્યાં કુષાણવંશના આરંભના બે રાજાઓ-કુજુલ અને વીમ-નું રાજકીય પ્રભુત્વ હતું. આ જ વિસ્તારો ઉપર આ જ સમય દરમ્યાન શક-પહ્લવોની બે શાખાઓના આશરે વીસ જેટલા શાસકોએ સત્તાનાં સૂત્રો સંભાવ્યાં હતાં. આ હકીકત પણ સિક્કાઓથી પુરવાર થઈ છે
૫૪
આથી, સ્પષ્ટ અનુમાન કરી શકાય કે આ વિસ્તારો ઉપર ઈસ્વીપૂર્વ ૧૩૦થી લગભગ ત્રણ સદી સુધી ગ્રીક-શક-પહ્લવ શાસકો પ્રભુત્વ ધરાવતા હોઈ કુષાણોની હકૂમત તે વિસ્તારો ઉપર ત્યારે સંભવી શકે નહીં. વિદેશી પ્રજાઓનાં, મધ્ય એશિયામાં થયેલી ઊથલપાથલના સંદર્ભમાં, ભારત આગમનની પ્રક્રિયાના કાલાનુક્રમનાં નિરીક્ષણ કરવાથી પણ સ્પષ્ટ થાય છે કે કુષાણો, ગ્રીક-શક-પāવ પ્રજાનાં ભારતાગમન પછી જ ભારતમાં આવ્યા. આ બધી દૃષ્ટિએ વિચારતાં એવું સ્પષ્ટ અનુમાન થઈ શકે કે આપણા દેશના વાયવીય પ્રાંતોમાં કુષાણોનું રાજકીય પ્રભુત્વ ઈશુની બીજી સદી દરમ્યાન સ્થપાયું હોય. આ સંદર્ભમાં કણિષ્કનું રાજ્યારોહણ બીજી સદીના ઉત્તરાર્ધમાં થયું હોવા સંભવે.
બીજી સદીના પૂર્વાર્ધમાં કણિષ્ક સત્તાધીશ હતો ?
જે વિસ્તારમાંથી કણિકુલના સિક્કાઓ અને અભિલેખો મળ્યા છે તે મથુરા અને કૌશામ્બી ઉ૫૨ વીસ વીસ જેટલા રાજાઓ અને ક્ષત્રપોની વણતૂટી સત્તા કુષાણો પૂર્વે હોવાનું મંતવ્ય અભિવ્યક્ત થયું છે. આ દૃષ્ટિએ આ વિસ્તારો ઉપર ત્રણેક સૈકા સુધી આ રાજાઓની હકૂમત હતી. મૌર્યો-શંગોની સત્તાના અંત પછી એટલે કે ઈસ્વીપૂર્વ ૧૫૦ પછી ત્રણ સૈકાના સમયાવધિને ધ્યાનમાં લેતાં ઈસ્વી ૧પ૦ પછી મથુરા-કૌશાંબી ઉપર કણિષ્કની સત્તા સ્થપાઈ હોય.
પશ્ચિમી ક્ષત્રપ રાજાઓની ભૌગોલિક મર્યાદા રુદ્રદામાના સમયમાં અતિ વિસ્તૃત હતી. આ ષ્ટિએ પણ ઈશુની બીજી સદીના પૂર્વાર્ધમાં કણિષ્ક સત્તાધીશ હોવાનું સાબિત થતું નથી. બીજી સદીના ઉત્તરાર્ધમાં કણિષ્કનો સમય
પ્રાચીન લિપિવિદ્યાના કેટલાક પુરાવા પણ આપણા ઉપર્યુક્ત મંતવ્યને સમર્થન બક્ષે છે. કુષાણો અને ગુપ્તોના અભિલેખોના અક્ષરો વચ્ચેનું સામ્ય વ્યૂહ્નરે સાબિત કરી બતાવ્યું છે. કણિષ્કના વર્ષ ૧૪ના મથુરાના પીઠિકાલેખમાંના અક્ષરો સમુદ્રગુપ્તના અલાહાબાદના સ્તંભલેખોમાંના અક્ષરો સાથે ગાઢ સામ્ય ધરાવે છે; તેવી જ રીતે કુષાણોના મથુરાના અભિલેખોમાંના અક્ષરો ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના વર્ષ ૬૧ના મથુરાના લેખ॰ સાથે ઘણું સામ્ય
પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org