________________
પ્રકરણ અગિયાર
૧૯૧
રાજ્યમાં હોવાનું સૂચવાય છે. ઉત્તર ગુજરાતમાંથી આ રાજાઓનો એકેય શિલાલેખ હાથ લાગ્યો નથી પણ પૂર્વાપર સંબંધ ઉપરથી આ વિસ્તાર પણ એમની રાજ્યહદમાં સમાવિષ્ટ હશે.
ક્ષત્રપ રાજાઓના સિક્કાનિધિનાં પ્રાપ્તિસ્થાન પણ તેમની ભૌગોલિક હદ જાણવા ઉપકારક નીવડે છે : જૂનાગઢ, કચ્છ, ઉપરકોટ (જૂનાગઢ), વસોજ (જિ.જૂનાગઢ), અમરાવતી (બરાર જિલ્લો, મધ્ય પ્રદેશ), સોનેપુર (છિંદવાડા, મધ્યપ્રદેશ), સેવની (મહારાષ્ટ્ર), અર્વી (વર્ધા જિલ્લો, મહારાષ્ટ્ર), છિંદવાડા કમ્પટી (નાગપુર જિલ્લો), ગૌદરમ (ભોપાલ જિલ્લો), સાંચી (મધ્ય પ્રદેશ), સર્વાણિયા (બાંસવાડા જિલ્લો, રાજસ્થાન), કરદ (સતારા જિલ્લો, મહારાષ્ટ્ર), શિરવાલ (નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર), પેટલુરિપલેમ (આંધ્રપ્રદેશ) અને દેવની મોરી (સાબરકાંઠા જિલ્લો) ૧૫. આ બધાં નિધિસ્થાનના સંદર્ભે એવું સૂચિત થઈ શકે કે રાજસ્થાનનો કેટલોક ભાગ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો, મધ્યપ્રદેશનો થોડોક ભૂભાગ અને સારુંય ગુજરાત ક્ષત્રપ સત્તા હેઠળ હોઈ શકે.
આમ, શિલાલેખોમાં ઉલ્લિખિત પ્રદેશો, શિલાલેખોનાં પ્રાપ્તિસ્થાન અને સિક્કાનિધિનાં ઉપલબ્ધિસ્થાનના અનુસંધાને ક્ષત્રપ રાજ્યની ભૌગોલિક સરહદોની આકૃતિ કંઈક આ મુજબ હોઈ શકે : પૂર્વમાં અનૂપથી પશ્ચિમમાં સમુદ્રતટ પર્યત (કચ્છ, સુરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત), ઉત્તરમાં પુષ્કર પ્રદેશથી દક્ષિણમાં નર્મદા નદી પર્યત અને તેની દક્ષિણનો (મહારાષ્ટ્ર સ્થિત) કેટલોક વિસ્તાર.
(આ) રાજ્યવહીવટ આ રાજાઓના સિક્કાના અભ્યાસ ઉપરથી રાના મહાક્ષત્ર અને રાણા ક્ષત્રપ એમ બે પ્રકારના સર્વોચ્ચ વહીવટી વડા કે શાસકનો ખ્યાલ આવે છે. ઉભયમાં રીના મહાક્ષત્રપ એ રાજ્યસંચાલનનો સર્વશ્રેષ્ઠ વડો હતો અને રીના ક્ષેત્ર તેનો ઉપરાજ કે યુવરાજ પ્રકારનો મદદનીશ (પણ પ્રભાવક) શાસક હતો. એક જ રાજાના આરંભમાં ક્ષત્રપ (યુવરાજ) તરીકેના અને પછી તરત જ મહાક્ષત્રપ તરીકેના સિક્કા આ બાબતનું સમર્થન કરે છે. સિક્કાઓનાં વિગતવાર અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે સામાન્યત : ક્ષત્રપદ્ર સગીરવય પૂરી થતાં પ્રસ્તુત કરવામાં આવતું હશે૧૭. ક્ષત્રપ તરીકે નીમાયેલા યુવરાજ મહાક્ષત્રપના અવસાન બાદ મહાક્ષત્રનો અધિકાર પ્રાપ્ત કરતા જોવા મળે છે. અને તદનુસાર સિક્કા પડાવતા.
ક્ષત્રપ રાજાઓના વહીવટની એક લાક્ષણિક્તા એ હતી કે મહાક્ષત્રપ અને ક્ષત્રપ બંનેને ના પદ ધારણ કરવાની તથા બંનેને પોતાનાં નામે સિક્કા પડાવવાની સત્તા હતી. આથી એક સાથે એક જ વર્ષના એક તરફ મહાક્ષત્રના અને બીજી બાજુ ક્ષત્રપના સિક્કા ચલણમાં જોવા પ્રાપ્ત થાય છે. રાજાના ગુણો
રાજતંત્રનો વડો રાજા હતો. તે રાજા મહાક્ષત્રના નામે ઓળખાતો. રાજપદ વંશપરંપરાગત હતું; તો પણ રાજામાં વ્યક્તિગત કેટલાક ગુણો હોવા આવશ્યક ગણાતા એમ રુદ્રદામાના શૈલલેખથી જણાય છે. એમાં આદર્શ રાજાના ગુણોનું વર્ણન આ મુજબ છે : રાજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org