________________
ક્ષત્રપકાલીન ગુજરાત
નહપાનના સમયના આઠ ગુફાલેખનાં પ્રાપ્તિસ્થાન પણ ઉપયોગી નીવડે છે. આઠમાંથી એક લેખ જુન્નર ગુફાનો અને બીજો કાર્લે ગુફાનો છે, જે બંને હાલમાં પૂણે જિલ્લામાં સ્થિત છે. શેષ છ ગુફાલેખ નાસિકમાં છે. આથી, કહી શકાય કે હાલના મહારાષ્ટ્રનો ઘણો મોટો હિસ્સો ક્ષહરાતોના રાજ્યમાં હોવો જોઈએ.
૧૯૦
નહપાનના સિક્કાનો એક વિપુલ નિધિ જોગલથમ્બીમાંથી હાથ લાગ્યો છે, જે સ્થળ હાલના નાસિક શહેરની નજીક આવેલું છે. આથી પણ સૂચવાય છે કે મહારાષ્ટ્રનો વિસ્તાર તેના રાજ્યની અંતગર્ત હશે. પુષ્કર અને અજમેરમાંથી પણ નહપાનના સિક્કા મળ્યા છે. એટલે તેના રાજ્યમાં હાલના રાજસ્થાનનો પણ કેટલોક વિસ્તાર હોવો જોઈએ.
નહપાનના સમયના અભિલેખોમાં નિર્દિષ્ટ સ્થળોના પ્રદેશ, પુળ્માવિના લેખમાં ઉલ્લિખિત ગૌતમીપુત્ર શાતકર્ણિના રાજ્યના પ્રદેશ અને રુદ્રદામાના શૈલલેખમાં નિર્દિષ્ટ પ્રદેશના આંતરિક મૂલ્યાંકનથી સ્પષ્ટ થાય છે કે ક્ષહરાતોનું રાજ્ય નાસિકથી પુષ્કર સુધી વિસ્તૃત હશે. પરંતુ ક્ષહરાત વંશની સત્તાને નિર્મૂળ કરતા એ પ્રદેશો ગૌતમીપુત્રના રાજ્યમાં જોડાઈ ગયા જણાય છે. રુદ્રદામા ૧લાના સમય સુધી એમાંના ઉત્તર વિભાગના પ્રદેશ ચાષ્ટનવંશી ક્ષત્રપોએ પરત મેળવ્યા, જ્યારે દક્ષિણમાં આવેલા પ્રદેશ॰ સાતવાહનો પાસે રહ્યા એવું સૂચવાય છે.
પ્રસ્તુત વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે ક્ષહરાત ક્ષત્રપોનું રાજ્ય નહપાનના સમયમાં ઉત્તરે પુષ્કર-અજમેર(રાજસ્થાન)સુધી વિસ્તરેલું હતું. દક્ષિણે તે છેક નાસિક જિલ્લા પર્યંત વિસ્તૃત હતું. હાલનું સમગ્ર ગુજરાત અને માળવા પણ એના રાજ્યવિસ્તારમાં સમાવિષ્ટ હોવાનું સમજાય છે. આમ, ક્ષહરાતોનું રાજ્ય પૂર્વે વિદિશા (આકર-દેશ=પૂર્વ માળવા)થી પશ્ચિમમાં પ્રાયઃ કચ્છની પશ્ચિમ સરહદ (નારાયણ સરોવર) સુધી૧ વિસ્તાર પામેલું હતું.
ચાષ્ટનવંશીય ક્ષત્રપોનો રાજ્યવિસ્તાર
આ ક્ષત્રપકુળોની રાજ્યસરહદને જાણવા વાસ્તે રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ ઘણી ઉપયોગી માહિતી આપણને સંપડાવી આપે છે. આ શૈલલેખમાં પૂર્વ-અપર-આકર-અવન્તિ, અનૂપ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, મરુ, કચ્છ, સિન્ધુ, સૌવીર, કુકુર, નિષાદ અને અપરાન્તનો ઉલ્લેખ છે.. આ ઉપરથી સૂચિત થાય છે કે રુદ્રદામાના સમયમાં પશ્ચિમી ક્ષત્રપ રાજ્યના વિસ્તા૨માં અર્થાત્ એમના ભૌગોલિક સીમાડાઓમાં હાલના રાજસ્થાનનો દક્ષિણ વિસ્તાર, આખુંય ગુજરાત, પૂર્વ અને પશ્ચિમ માળવા તથા દક્ષિણે નર્મદા નદી પર્યંતના પ્રદેશ સમાવિષ્ટ હતા (જુઓ નકશો નબંર ત્રણ)
ચાષ્ટનવંશીય રાજાઓના ઉપલબ્ધ શિલાલેખોનાં પ્રાપ્તિસ્થાન પણ એમની રાજ્યની સરહદમાં હોવા સંભવે. ચાષ્ટન અને રુદ્રદામાના સમયના આંધૌના પાંચ લેિખો, મેવાસાનો એક અજ્ઞાતનામા પણ વિવાદાસ્પદ લેખ, જયદામાના પૌત્રનો જૂનાગઢનો લેખ, જીવદામા ૧લાનો જૂનાગઢનો લેખ, રુદ્રસેન ૧લાનો મૂલવાસ૨નો લેખ તેમ જ ગઢાનો લેખ, લાઠીનો લેખ, રુદ્રસેનનો દેવની મોરીનો લેખ, ઈંટવા, ટીંબરવા અને વડનગરમાંથી પ્રાપ્ત મુદ્રાંકલેખો ઇત્યાદિ ઉપરથી અનુમાની શકાય કે વર્તમાન ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો ત્યારે ક્ષત્રપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org