________________
પ્રકરણ અગિયાર
વિસ્તાર અને વહીવટ
(અ) રાજ્યવિસ્તાર
પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના રાજ્યનો વિસ્તાર જાણવા કાજેની સાધનસામગ્રી ઘણી મર્યાદિત છે. આ શાસકોના સિક્કાનિધિનાં પ્રાપ્તિસ્થાન, શિલાલેખોનાં પ્રાપ્તિસ્થાન અને શિલાલેખોમાં ઉલિખિત પ્રદેશ ઉપરથી તેમના કાર્યપ્રદેશની ભૌગોલિક સીમાઓ નિશ્ચિત કરવાનો પ્રયત્ન થઈ શકે છે. પેરિપ્લસ અને તોલમાપની ભૂગોળ પણ થોડીક માહિતી સંપ્રાપ્ત કરી . આપે છે.
ક્ષહરાત રાજા નહપાનના સમયના તેના જમાઈ, પુત્રી અને અમાત્યે કોતરાવેલા અભિલેખોનું મહત્ત્વ બેવડું છે : (૧) હાલના મહારાષ્ટ્ર રાજયના નાસિક અને પૂણે જિલ્લામાં સ્થિત ગુફાઓમાંથી મળેલા અભિલેખો નહપાનના રાજયની દક્ષિણ સરહદની માહિતી આપે છે. (૨) આ અભિલેખોમાં દાનધર્માદાના સંદર્ભમાં નિર્દિષ્ટ સ્થળનામો તેના રાજ્યના અન્ય પ્રદેશની માહિતી સંપડાવી આપે છે.
ચાણન અને રુદ્રદામાના સમયના કચ્છ વિસ્તારમાં આવેલા ખાવડા તાલુકાના આંધી ગામેથી મળી આવેલા છ યષ્ટિલેખો, ખાવડા નજીકથી મળેલો બીજો એક યઝિલેખ અને રાપર તાલુકાના મેવાસા ગામેથી પ્રાપ્ત શિલાલેખ તેમના રાજ્યવિસ્તારની પશ્ચિમ સરહદનું સૂચન કરે છે. રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ આ વિશે ઉપયોગી પ્રકાશ પ્રાપ્ત કરી આપે છે. લહરાત ક્ષત્રપ રાજ્યનો વિસ્તાર
નહપાનના સમયના ગુફાલેખોમાં નિર્દિષ્ટ સ્થળો, પર્વતો, નદીઓ વગેરેનાં નામો ઉપરથી તેમના રાજયવિસ્તારને આધુનિક સ્થળનામો વડે ઓળખાવી શકાશે. આ ગુફાલેખોમાં ચિખલપદ્ર, પ્રભાસ, ભરુકચ્છ, દશપુર, ગોવર્ધન, શૂર્પારક, સુવર્ણમુખ, રામતીર્થ, નાનંગોલ, પુષ્કર, કરજિક, દાહનૂકાનગર, કેકાપુર, ઉજ્જયિની અને ધેનુકાકટ જેવાં તીથો અને સ્થળો; બાર્ણાશા, ઇબા, પારાદા, દમણ, તાપી, કરવેણવા, દાહનુકા વગેરે નદીઓ અને ત્રિરશ્મિ તથા વેલૂરક પર્વતોનો ઉલ્લેખ છે.
ઉપર્યુક્ત સ્થળોનો પાદનોંધમાં પ્રસ્તુત કરેલા પરિચયથી સૂચિત થાય છે કે નહપાનના સમયમાં ક્ષત્રપોનું રાજય ઉત્તરે અજમેર (રાજસ્થાન) સુધી, પૂર્વમાં ઉજ્જન (માળવા) સુધી, પશ્ચિમમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમુક સમુદ્ર કિનારા સુધી અને દક્ષિણમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના થાણા, નાસિક અને પૂણે જિલ્લાઓ સુધી વિસ્તૃત હશે. (જુઓ નકશો નંબર ૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org