________________
પ્રકરણ દશ
૧૮૭
આ સ્થળ કાં તો નાસિક હોય, કાં તો જોગલથબી હોય. પરંતુ અભિલેખો એના જમાઈ ઉષવદાત્તે કોતરાવ્યા હતા અને તે બધા દાનધર્માદા સંબંધિત હતા. ઉષવદાત્ત રાજકીય કે વહીવટી એવો કોઈ હોદ્દો ધરાવતો ન હતો, છતાં દાનધર્માદાથે લેખો કોતરાવવાની સત્તા અને હતી. આથી, બે બાબતો સૂચિત થાય છે : ૧. નહપાનના સામ્રાજ્યના દક્ષિણ વિસ્તારોનું મહત્ત્વ સ્વીકારીને, ખાસ કરીને, સાતવાહનોના રાજકીય હુમલાના સંદર્ભમાં, નહપાને જમાઈને કોઈ પણ પ્રકારના અધિકૃત હોદ્દા વિના આ વિસ્તારોની દેખરેખની જવાબદારી સોંપી હોય. ૨. નહપાનના સામ્રાજ્યના દક્ષિણ વિસ્તારો વાસ્તે કાં તો જોગલ થમ્બી કાં તો નાસિક બીજી રાજધાની સંભવતઃ હોઈ શકે. અંતમાં
પ્રસ્તુત વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે આ બંને રાજવંશો વચ્ચે રાજકીય અને સામાજિક સંબંધો ગાઢ હતા. સાંસ્કારિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ બંને રાજવંશોએ પરસ્પરની અસર અપનાવી હતી, સ્વરૂપ અને સંસ્કારમાં આ પ્રમુખ રાજવંશો લાક્ષણિક હતા તે સાથે રાજકીય અને સામાજિક બાબતે તેઓ ભિન્ન પણ હતા.
પાદનોંધ ૧. ફકરો ૪૧. “પેરિપ્લસ'ના ટૂંકા નામથી ઓળખાતો આ ગ્રંથ ઈસ્વીસનની પ્રથમ સદીના ઉત્તરાર્ધમાં
લખાયો હોવા સંભવે (જરૉએસો., ૧૯૧૮, પૃષ્ઠ ૮૩૦; ઇએ., ગ્રંથ ૮, પૃષ્ઠ ૧૦૮; ઈહિક્વૉ.,
પુસ્તક ૭, પૃષ્ઠ ૧૧૨ અને લલિતકલા, નંબર ૩-૪, પૃષ્ઠ ૧૫). ૨. ભો. જ. સાંડેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, પૃષ્ઠ ૯૧; પ્રદહિકોં., ૧૯૪૦, પૃષ્ઠ ૧૫૦. ૩. એચ. આચ. સ્કૉટ, જબૉબારૉએસો., ૧૯૦૭, પુસ્તક ૨૨, નંબર ૬૨, પૃષ્ઠ ૨૨૩થી; યઝદાની,
અહિડે., મુંબઈ, ૧૯૬૦, પૃષ્ઠ ૯૩; જન્યુસોઈ., પુસ્તક ૧૭, પૃષ્ઠ ૯૮-૯૯; જુઓ આ ગ્રંથમાં
પરિશિષ્ટ ત્રણ. ૪. સુધાકર ચટ્ટોપાધ્યાય, શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૬૫ અને આ ગ્રંથમાં પ્રકરણ ૭માં રુદ્રસિંહનું વિશેનું
નિરૂપણ. ૫. અજયમિત્ર શાસ્ત્રી, કૉઇનેજ ઑવ ધ સાતવાહન્સ ઍન્ડ કૉઈન્સ ફ્રોમ એસ્કવેશન્સ, નાગપુર, ૧૯૭૨,
પૃષ્ઠ ૮૦. ૬. દિનેશચંદ્ર સરકાર, સીઇ., નંબર ૮૦, પૃષ્ઠ ૧૯૭; એડ., પુસ્તક ૬, પૃષ્ઠ ૬૦થી; જઇહિ., પુસ્તક
૧૨, નંબર ૧, પૃષ્ઠ ૪૨ અને અજયમિત્ર શસ્ત્રી, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૨૬; તેમ જ ધ સાતવાહન્સ ઍન્ડ
ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, નાગપુર, ૧૯૯૮, પૃષ્ઠ ૬૭-૬૮. આ ગ્રંથમાં જુઓ પ્રકરણ પાંચ. ૭. આસવેઈ., પુસ્તક ૫, પૃષ્ઠ ૭૮ (૧૮૮૩). ઉપરાંત આ ગ્રંથમાં પરિશિષ્ટ છે; અજયમિત્ર શાસ્ત્રી, તે ઉપર્યુક્ત, ૧૯૯૮, પૃષ્ઠ ૭૪ અને ૧૫૭. ૮. અજયમિત્ર શાસ્ત્રી, ૧૯૯૮, પૃષ્ઠ ૭૪. આ ગ્રંથમાં પરિશિષ્ટ છે. ૯. આ ગ્રંથમાં પ્રકરણ અગિયાર. અજયમિત્ર શાસ્ત્રી, પૃ ૧૯૯૮, પૃષ્ઠ ૬૮. ૧૦. દિનેશચંદ્ર સરકાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૯૭ અને આ ગ્રંથમાં પ્રકરણ પાંચ. ૧૧. અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૭૨, પૃષ્ઠ ૬૯ તેમ જ આ ગ્રંથમાં પ્રકરણ ૧૨. ૧૨. રેસન, કેટલૉગ., ફકરો ૯૨ અને ૧૦૦, વાસુદેવ ઉપાધ્યાય, ભાસિ., પૃષ્ઠ ૧૦૪-૦૫, એલેકઝાંડર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org