________________
૧૮૬
ક્ષત્રપકાલીન ગુજરાત પહેલપ્રથમ ભારતીય રાજાઓ હતા જેમના ચાંદીના સિક્કા ઉપર મુખાકૃતિ ઉપરાવેલી જોવી પ્રાપ્ત થાય છે. આમ તો, આ પ્રથા વિદેશી જણાય છે છતાંય સાતવાહન સિક્કાઓ ઘણીબધી રીતે ભારતીયતાની આગવી છાપ ખસૂસ રીતે ઉપસાવી શક્યા છે એમાં શંકા નથી. બંને રાજવંશોના સિક્કાઓ દ્વિભાષી છે, જે અલબત્ત, આદાનપ્રદાનની અસરનું સૂચન કરે છે. કેટલી પારસ્પરિક અન્ય અસર
આમ તો, આ બંને રાજવંશો, આપણે વારંવાર નોંધ્યું તેમ, સમયે સમયે મિત્રો હતા અને દુશ્મનો પણ; છતાં તેઓ બંનેએ પરસ્પર ઉપર પોતાની આગવી છાપની અસર પ્રવર્તાવી તે સાથોસાથ એકબીજાની સંસ્કૃતિમાંથી કેટલુંક સ્વીકાર્યું પણ ખરું જ. અહીં એ વિશે થોડીક વિગતો અવલોકીશું.
શક સૈનિકો એમના પોતાના રાજાની સેવા તો કરતા જ હતા. અર્થાત્ પશ્ચિમી ક્ષત્રપોની તહેનાતમાં શક સૈનિકો ફરજ બજાવતા હતા. પરંતુ તેમણે ભારતીય હિન્દુ રાજાઓના સૈન્યમાં પણ સેવાઓ આપી હતી; ખાસ કરીને સાતવાહન રાજ્યમાં. આની સાબિતી છે શકસેન, જે સાતવાહન રાજા હતો અને ગૌતમીપુત્ર શાતકર્ણિનો પુરોગામી હતો. સંભવ છે કે એણે પોતાના લશ્કરમાં મોટા પાયા ઉપર શક સૈનિકોની ભરતી કરેલી અને તેથી તે ક્રિસેન નામથી ખ્યાત થયો હોય. શકસેનના નિર્દેશયુક્ત સાતવાહન સિક્કાઓ હાથ લાગ્યા છે. નાગાર્જુન-કાંડામાંથી બે શિલ્પ હાથ લાગ્યાં છે જે શક-ગણવેશધારી યોદ્ધાઓનાં છે.
સાતવાહન રાજાઓમાં એક નામ છે શક શાતકર્ણિ૮, જે નામ તે જાતિ સાથેના ઘનિષ્ટ સંબંધનું દ્યોતક છે; ખાસ કરીને પશ્ચિમી ક્ષત્રપ રાજવંશ સાથેના. અગાઉ આપણે જોઈ ગયા તેમ પુલુમાવિનો કહેરી ગુફાલેખ આ બંને રાજવંશો વચ્ચેના વૈવાહિક સંબંધોનું વર્ણન કરે છે.
પશ્ચિમી ક્ષત્રપોની અસર દર્શાવનું બીજું ઉદાહરણ છે સામ બિરુદ, જે સ્વામી શબ્દનું પ્રાકૃત રૂપ છે. આ બિરુદ ક્ષત્રપોના સિક્કા અને અભિલેખોમાં પ્રયોજાયેલું છે, જેનું અનુકરણ યજ્ઞ શાતકર્ણિએ એના વહાણ પ્રકારના સિક્કામાં કર્યું હતું જ.
નાસિકની ગુફાઓની દીવાલો ઉપર નહપાનના સમયનાં લખાણો ઉત્કીર્ણ છે. આ લખાણોની લિપિ ઉપર પશ્ચિમી-દખ્ખણી પ્રાદેશિક લિપિની સ્પષ્ટ વર્તાયેલી જોવી પ્રાપ્ત થાય છે. આરંભના સાતવાહન રાજાઓનાં લખાણોમાંની લિપિની લાક્ષણિક અસર નહપાનના અભિલેખોમાં વર્તાય છે. ગુજરાતમાં વિશિષ્ટ લિપિના વિકાસમાં આ લહાણોનો ફાળો ધ્યાનાર્હ છે, જેનો વિનિયોગ પશ્ચિમી ક્ષત્રપોના છેલ્લા રાજાઓનાં લખાણોમાં થયો હતો. નહપાનની રાજધાની
આ પ્રકરણમાં અગાઉ નિર્દિષ્ટ કર્યા મુજબ જૈન ગાથા ભરુકચ્છ નહપાનની રાજધાની હતી તેમ જણાવે છે અને આ બાબતની ચર્ચા આપણે પ્રકરણ છમાં કરી છે. અહીં આ બાબત એટલા વાસ્તે ઉલ્લેખી છે કે જોગલથમ્બીમાંથી નહપાનના સિક્કાનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. બીજું, આપણે જોઈ ગયા તેમ નહપાનના સમયના મોટા ભાગના અભિલેખો પણ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા છે. આ બે હકીકતોને લીધે નહપાનની રાજધાની મહારાષ્ટ્રમાં કોઈક સ્થળે હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org