________________
૧૮૪
ક્ષત્રપકાલીન ગુજરાત
રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ
આ શૈલલેખ અંગેની ચર્ચા આપણે અગાઉ કરી છે (જુઓ પરિશિષ્ટ સાત). આ લખાણનું ઐતિહાસિક મહત્ત્વ અનેરું છે; કેમ કે તેમાં પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનો, ખાસ કરીને રુદ્રદામા અને શાતકર્ણિ, વચ્ચેના સામાજિક સંબંધો વિશે કેટલોક પ્રકાશ મળે છે (જુઓ પરિશિષ્ટ છે).
અહીં આનો નિર્દેશ સાતવાહનો સાથેના પશ્ચિમી ક્ષત્રપોના રાજકીય અને સામાજિક સંબંધો પરત્વે ધ્યાન દર્શાવવાનો છે : દક્ષિણાપથના સ્વામીને બે વખત હરાવ્યા છતાંય નજીકના સંબંધને કારણે છોડી મૂક્યો. આ શાતકર્ણિ કોણ તેની વિગતે ચર્ચા પરિશિષ્ટ છમાં આપણે કરી છે.
એક બાબત ચોક્કસ છે કે પશ્ચિમ ભારતના આ બંને પ્રમુખ રાજવંશો રાજકીય અને સામાજિક તેમ જ કેટલીક બાબતોમાં સાંસ્કૃતિક સંબંધોથી સંલગ્નિત હતા, જે વિશે સાહિત્યિક અને આભિલેખિક પુરાવાઓ સમર્થન આપે છે. આ બાબતે આ જ પ્રકરણમાં અન્યત્ર માહિતી આપી છે. કહેરી ગુફાનો લેખ
આ બંને રાજવંશો વચ્ચેની લડાઈ આપણે નોંધ્યું તેમ રાજકીય અને સરહદો અંગેની હતી. આમ તો, બંને પક્ષે હાર અને જીતની હકીકત છે પણ સામાજિક સંબંધો જોતાં વિડંબના પણ જોવી પ્રાપ્ત થાય છે. આપણે અવલોક્યું તેમ અર્થબળ અને સૈન્યબળ વચ્ચેનો મુકાબલો છે જેમાં દગો કરનાર ફાવી જાય છે. નહપાને ગૂમાવેલા પ્રદેશ ચષ્ટિને પાછા મેળવ્યા અને સાતવાહન રાજા ગૌતમીપુત્રને વૃદ્ધાવસ્થામાં પોતાના રાજયની પડતી જોવી પડી. ગુજરાતમાં ચલણમાં રહેલા ગૌતમીપુત્રના તાંબાના સિક્કા ઉપર ચાષ્ટને પ્રતિછાપ ઉપસાવી; જે કાર્ય અગાઉ નહપાનના ચાંદીના સિક્કા ઉપર પ્રતિછાપ પાડવાનું ગૌતમીપુત્રે કરેલું. ચારુનને એના પૌત્ર રુદ્રદામાએ સહાય કરેલી. પુલુમાવિને આ બંને શક્તિસંપન્ન રાજાઓનો સામનો કરવો પડેલો અને અંતે સમાધાન કરવું પડેલું અને વિશેષ માનહાનિનો અનુભવ કરવો ના પડે તેથી પુળમાવિએ પોતાના લઘુબંધુ વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિનાં લગ્ન રુદ્રદામાની પુત્રી સાથે કર્યાં હતાં જેની વિગતો આ કહેરી લેખમાં છે. સાતવાહનના ક્ષત્રપસૂબાની હકીકત
આપણે અવલોકી લીધું કે તિથિયુક્ત સિક્કાઓનું નિર્માણ કરનાર પહેલપ્રથમ પશ્ચિમી ક્ષત્રપ શાસક રુદ્રસિંહ ૧લો હતો. આપણા દેશના સિક્કાવિજ્ઞાનના ઇતિહાસમાં આ ઘટના સીમાચિહ્નરૂપ ગણાય છે. જો કે વર્ષયુક્ત એના સિક્કાથી કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવ્યા છે, જેમાંનો એક છે પડોશી કે વિદેશી આક્રમણનો. રેપ્સન, ભાંડારકર, અળતેકર અને સુધાકરે રુદ્રસિંહ ૧લાના વર્ષ ૧૧૦ અને ૧૧૨ના ક્ષત્રપ તરીકેના સિક્કાઓના આધારે આ પ્રકારની દલીલ પ્રસ્તુત કરી છે. આમાં સુધાકર ચટ્ટોપાધ્યાયની દલીલ મુજબ આ વર્ષો દરમ્યાન સાતવાહનોએ ક્ષત્રપ પ્રદેશ જીતી લીધો હોય અને તેની દેખરેખ રાખવા સારુ રુદ્રસિંહને ક્ષત્રપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org