________________
૧૮૨
ક્ષત્રપકાલીન ગુજરાત ચાંદીના સિક્કાઓ ચલણ-અર્થે નિર્માણ કર્યા હતા. અને આપણા દેશાના સિક્કા વિજ્ઞાનના વિકાસમાં કેટલાક અભિનવ લક્ષણોનું યોગદાન કર્યું હતું. એમના સિક્કાઓની સહાયથી આપણે આ રાજાઓની વંશાવળી અને એમનો કાલાનુક્રમ નિર્ણિત કરી શક્યા છીએ. એમનો રાજગાદીનો ઉત્તરાધિકાર સુગ્રથિત અને સુચારુ હતો. ગુજરાતના પૂર્વકાલના રાજકીય ઇતિહાસમાં એમનું રાજય સહુ પ્રથમ સ્વતંત્ર સત્તાધીશ હતું અને ગુજરાત-ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ એમનું યોગદાન ધ્યાનાર્ય ગણાય છે. વિશેષ તો એ કે આપણા રાષ્ટ્રના પૂર્વકાલીન ઇતિહાસમાં એમનું રાજય પહેલપ્રથમ દીર્ઘશાસીત રાજ્ય હતું.
વિંધ્યાચળની દક્ષિણના ભારતમાં સાતવાહન શાસકો પ્રાધાન્ય ધરાવતા હતા. આ શાસકો અન્યથા આંધો અથવા આંધ્રભૃત્યો તરીકે પ્રખ્યાત હતા. ક્ષિપથના સ્વામી તરીકે જાણીતા આ રાજવંશના શાસકોએ ઈસ્વીપૂર્વ પહેલી સદીના પૂર્વાર્ધથી ઈસ્વીસનની ત્રીજી સદીના પ્રથમ ચરણ સુધી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. આથી, તેઓ લગભગ એક સદીની સમયાવધિ દરમ્યાન પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સમકાલીન હતા એમ કહી શકાય. આ સાતવાહન રાજાઓની રાજધાની પ્રતિષ્ઠાન (આજનું પૈઠણ) હતી, જે મહારાષ્ટ્રના વારંગલ જિલ્લામાં ગોદાવરી નદીના કાંઠે આવેલું હતું. એમના મૂળ વિશે હજી વિવાદ શમ્યો નથી. ઈતિહાસવિદો વાસ્તે આજેય સાતવાહનોના મૂળ વતન વિશે અને એમના કાલાનુક્રમ વિશેના કેટલાક પ્રશ્નો ચર્ચય રહ્યા છે. જૈન ગ્રંથમાંની એક ગાથા
માવશ્યસૂત્ર નિર્યુક્ટ્રિમાં એક ગાથા આ મુજબ નિરૂપાઈ છે; જેમાં પશ્ચિમી ક્ષત્રપ રાજા અને સાતવાહન શાસક વચ્ચેના યુદ્ધની વિગતોનું વર્ણન છે : ભરુકચ્છ ધર્માચાર્યો (જિનદેવ અને કુણાલ), તથા રાજનેતાઓ (નહપાન અને સાતવાહન) માટે પ્રખ્યાત છે. ભરુકચ્છના નવાણે ઘણી સમૃદ્ધિ એક્કી કરી હતી (અર્થાત્ કહો કે તે શસમૃદ્ધ હતો). ભરુકચ્છ એની રાજધાની હતી. પ્રતિષ્ઠાનનો સાતવાહન રાજા સૈન્યશક્તિમાં બળવાન હતો (અથવા તે વનસમૃદ્ધ હતો). સાતવાહન રાજાએ બે વર્ષ સુધી ભરુકચ્છને લશ્કરના પ્રભાવ હેઠળ ઘેરી રાખ્યું પણ તે તેના ઉપર (રાજકીય) પ્રભાવ જમાવી શક્યો નહીં. આથી, તે પ્રતિષ્ઠાન પાછો ફરેલો. છતાં તે કોઈ પણ પદ્ધતિએ ભરુકચ્છને જીતવા ઉત્સુક હતો જ. એટલે તેણે છળકપટનો આશ્રય લીધો. એણે પોતાના એક પ્રધાનને રાજયની સેવામાંથી કાઢી મૂક્યો અને નહપાનના દરબારમાં ભરુકચ્છ જવાની સૂચના આપી. તદનુસાર આ નિર્વાસિત પ્રધાન ભરુકચ્છ ગયો અને પોતાના રાજાએ પોતાને કાઢી મૂક્યો હોવાની વાત નહપાનને જણાવી. નહપાને એના ઉપર વિશ્વાસ રાખીને રાજયના નોકર તરીકે એને રાખી લીધો. સાતવાહન રાજાની આ હોંશિયારીભરી યુક્તિ હતી. તરછોડાયેલા પ્રધાને નહપાનને દાનધર્માધામાં નાણાં વાપરવાની અને એ રીતે પરલોકમાં વિશિષ્ટ સ્થાન સંપ્રાપ્ત કરવાની સલાહ આપી. નહપાને આથી છૂટા હાથે ધર્મદાનમાં નાણાં ખર્ચવા માંડ્યાં. પરિણામે રાજયની તીજોરી ખાલી થઈ ગઈ. આનો લાભ લઈને સાતવાહન રાજાએ ભરુકચ્છને પુનઃ ઘેરો ઘાલ્યો, ભરુકચ્છ જીત્યું અને નહપાન માર્યો ગયો.
પ્રસ્તુત ગાથામાંની ઘણી માહિતી વિગતે ઐતિહાસિક ન હોય તો પણ એ હકીકતો -૧. નહવાણ અને સાલવાહણની સમકાલીનતા અને ૨. સાતવાહન રાજાના હાથે નહપાનની હાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org