________________
પ્રકરણ નવ
૧૭૫
કષ્કિ ઈશુની પહેલી સદીમાં સત્તાધીશ હોવાની શકયતા પણ ટકતી નથી. રૈકૂટક-કલ્યુરિસંવત
કણિષ્ક રૈકૂટક-કલ્યુરિ-ચેદિ સંવતનો પ્રવર્તક હતો એવી દલીલ રમેશચંદ્ર મજુમદારે કરી છે. એમનો મુખ્ય આધાર છે ફાન યેનો ગ્રંથ “હો હાન શું". આ ગ્રંથમાં ફાન યેએ ઈસ્વી ૨૫થી ૨૨૦ સુધી ઘટનાઓનું વર્ણન કર્યું છે. ભારત સંદર્ભમાં વર્ણન કરતાં ફાન લખે છે કે આ સમયે બધાં ભારતીય રાજયો ગુચ-ચીહને અધીન હતાં. ફાન યેના આ વિધાનના સમર્થનમાં મજુમદાર હુઆનના ગ્રંથ “વેઈ લુચનો આધાર લે છે. આ ગ્રંથ મુજબ તાહિયા (બેક્ટ્રિયા), કાઓ-કુ(કાબુલ) અને તિયેન-ચુ(ભારત)ના બધા પ્રદેશો યુએચીના તાબે હતાં. તેથી મજુમદાર કણિષ્કને ઈસ્વી ૨૨૦ની આસપાસ સત્તાધીશ હોવાનો મત અભિવ્યક્ત કરે છે. આ વાતે તેઓ આભિલેખિક, પ્રાચીન લિપિકીય અને સિક્કાકીય આધારોનો સહારો લે છે. આમ, તેઓ કણિષ્કના સત્તાકાલને ઈશુની ત્રીજી સદીના મધ્યથી આરંભ થયેલો ગણે છે. પરંતુ કહિષ્કના પુરોહિત સંઘરક્ષકના ગ્રંથ મા ભૂમિસૂત્રનો ચીની અનુવાદ આન્શી કાઓએ (ઈસ્વી ૧૪૮-૧૭૦) કર્યો હતો. એટલે કે કણિષ્ક ઈસ્વી ૧૭૦ સુધીમાં સત્તાધીશ હોય એમ અનુમાની શકાય અને તો મજુમદારનો મત સ્વીકાર્ય રહેતો નથી.
જો કણિષ્કના સત્તાંકાલને કલ્ચરિચેદિ સંવત (ઈસ્વી ૨૪૮-૪૯) સાથે સાંકળીએ તો કણિક્કજૂથના છેલ્લા રાજા વાસુદેવને (વર્ષ ૬૭થી ૯૮ના એના લેખો પ્રાપ્ત થયા છે) આપણે (૨૪૮+૬૭૯=૩૧પથી ૨૪૮+૯૮૪૯=૩૪૬) ઈસ્વી ૩૧૫ અને ૩૪૬ની વચ્ચે શાસન કરતો હોવાનું સ્વીકારવું પડે. પરંતુ ગુપ્તોનું મથુરા ઉપરનું આધિપત્ય સ્થપાયું તે અને તે પૂર્વે મથુરા ઉપર નાગવંશી સાત રાજાઓ શાસનસ્થ હતા તે બંને હકીકતો સાથે બંધ બેસે નહીં. આ કારણે પણ રમેશચંદ્ર મજુમદારનો કલ્ચરિચેદિ સંવતનો સિદ્ધાંત કષ્કિના સંદર્ભમાં સ્વીકૃત જણાતો નથી.
પ્રસ્તુત વિવરણથી એટલું સ્પષ્ટ થાય છે કે કશિષ્ઠનો વિક્રમ, શક કે કલ્યુરિ સંવત સાથે કોઈ સંબંધ હતો નહીં. તે સાથે એટલું પણ અનુમાની શકાય કે કણિષ્કનો સત્તાકાળ અને તે દ્વારા કુષાણવંશનો સત્તાકાળ પશ્ચિમી ક્ષત્રપ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના શાસનત પછી જ આરંભાયો હોવાનું સંભવે છે. આ માટેના પુરાવા અને દલીલો હવે ચકાસીએ. રુદ્રદામા પછી કણિષ્કનું શાસન
આપણે અવલોક્યું કે મથુરા ઉપર ગુખોની સત્તા સ્થપાઈ સમુદ્રગુપ્તના સત્તાકાળ દરમ્યાન (ઈસ્વી ૩૩૦થી ૩૭૦). તે પૂર્વે ઈશુની બીજી સદી દરમ્યાન નાગવંશી શાસકોનો મથુરામાં ઉદય થયો અને ચોથી સદીના પ્રથમ ચરણ સુધી બાર જેટલા નાગ રાજાએ સત્તા સંભાળી હતી. આ દષ્ટિએ ગુપ્તોનું મથુરા ઉપર પ્રભુત્વ સ્થપાયું હોય ઈસ્વી ૩૫૦ આસપાસ. એટલે કે તે પૂર્વે નાગવંશના ૧૨ રાજાએ આશરે એક સૈકા સુધી રાજ્ય કર્યું હોય. અર્થાત્ ઈસ્વી ૨૫૦થી ૩૫૦ સુધી નાગશાસકો મથુરા ઉપર રાજય કરતા હોવા જોઈએ. તદનુસાર કુષાણવંશના મથુરામાંથી પ્રાપ્ત લેખોના આધારે તે પૂર્વે તેમની ત્યાં સત્તા પ્રવર્તતી હોય એટલે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org