________________
પ્રકરણ નવ
સંવતમાં ૪૦૦ની સંખ્યા અધ્યાહત રહેતી હોઈ કણિષ્કના અમલનું પાંચમું વર્ષ ઈસ્વી ૯૩ બરોબર આવે. તેથી, કનિંગહમ ઈશુ પછી ૮૯માં કણિષ્કનો રાજ્યારોહણ દર્શાવે છે. થોમસ પણ રજૂઆત તો સેલ્યુસીડ સંવતની કરે છે, પરંતુ ૧૦૦ની સંખ્યા અધ્યાહત માની ગણતરી કરે છે. થોમસ વળી પત્નવ સંવતનું સમર્થન કરે છે. આ સંવત ઈશુ પૂર્વે ૨૪૮માં શરૂ થયો હતો. રા.ગો.ભાંડારકર૧૧ શક સંવતનો મત દર્શાવી ૨૦૦ની સંખ્યા અધ્યાહાર ગણે છે. પરંતુ શતકની સંખ્યા અધ્યાહાર રાખી સંવતનો પ્રયોગ કરવાની પદ્ધતિ તો છેક નવમી-દશમી સદીમાં આપણી ભૂમિમાં પ્રચારમાં આવી. તેથી, કુષાણો કે કણિદ્ધના સમયનિર્ણય વાસ્તે આ પ્રકારની ગણતરી હકીકતમાં ભ્રામક છે.
૧૭૩
કણિદ્ધ બીજી સદીમાં સત્તાધીશ ?
કુષાણવંશનો આ મહારથી સમ્રાટ ઈશુની બીજી સદીમાં સત્તાધીશ હતો એવો મત અભિવ્યક્ત કરનારાઓમાં મુખ્ય અધ્યેતા છે : ઈસ્વી ૧૨૦નો મત સ્મિથ અને રાજબલી પાણ્ડેયનો૪ છે. ઈસ્વી ૧૨૫નો સિદ્ધાંત જહૉન માર્શલનો છે૧૫. તો વળી, સ્ટેન કોનો ત્રણ નિર્દેશ પ્રસ્તુ કરે છે : ઈસ્વી ૧૨૮-૨૯, ૧૩૪ અને ૨૦૦, ધીર્શમેન ઈસ્વી ૧૪૪નો મત દર્શાવે છે॰. ડોલરરાય માંકડ ઈસ્વી ૧૫૦નો અભિપ્રાય ધરાવે છે. કિસૂર ઈસ્વી ૧૪૦ અને ૧૮૦ વચ્ચેનું કોઈ વર્ષ ધ્યાનમાં લેવાનું સૂચવે છે૧૯.
આ માટે માર્શલ તક્ષશિલાના ચીરસ્તૂપના ઉત્ખનનનો આધાર લે છે. અહીંથી પ્રાપ્ત ઇમારતોની બાંધણી-શૈલી ઉપરથી માર્શલ કણિષ્કનો સમય નિર્ણિત કરે છે. પરંતુ સ્થાપત્યશૈલીને આધારે થતો સમયનિર્ણય ચોક્કસ અને શ્રદ્ધેય ગણાતો નથી. આ પ્રકારના આધાર બૃહદ સમયની જાણકારી માટે ઉપયોગી શકાય. તેથી માર્શલની દલીલ સ્વીકાર્ય બનતી નથી. સ્ટેન કોનો ખગોળવિદ્યાની ગણતરીનો આધાર લે છે. ઝેદ અને ઉણ્ડના લેખોમાં નક્ષત્રોનો ઉલ્લેખ છે અને તે આધારે કોનો કણિષ્કને ઈશુ પછી ૧૨૮-૨૯માં સત્તાધીશ હોવાનું જણાવે છે. સ્વાભાવિક જ આ બંને લેખો તત્કાલે અસ્તિત્વ ધરાવતા નક્ષત્રનો ઉલ્લેખ કરે છે. નક્ષત્રથી વર્ષનો કોઈ ચોક્કસ કાલખંડ જરૂર જાણી શકાય પરંતુ કોઈ ચોક્કસ વર્ષની જાણકારી કેવી રીતે થાય; કારણ નક્ષત્રની ઘટના તો પ્રત્યેક વર્ષે બનતી હોય છે.
ઈસ્વી બીજી સદીનો મત અસ્વીકાર્ય
ટૂંકમાં, કણિદ્ધ ઈશુની બીજી સદીમાં સત્તાધીશ હતો એવી દલીલ કરનારા વિદ્વાનોએ પશ્ચિમ ક્ષત્રપ રાજા રુદ્રદામાના ગિરિનગરના શૈલલેખની અવગણના કરી હોવાનું સ્પષ્ટ થાય છે. કણિષ્કના વર્ષ ૧૧ના સૂઈ વિહાર લેખ॰ મુજબ રાજસ્થાનનો બહાવલપુર વિસ્તાર એની હકૂમત હેઠળ હોવાનું જણાવે છે. રુદ્રદામાનો શૈલલેખ પણ સિંધુ-સૌવીરના પ્રદેશો પશ્ચિમી ક્ષત્રપોના હસ્તક હોવાનું સ્પષ્ટ સૂચવે છે. તો એક જ વિસ્તાર ઉપર એક વખતે બે રાજાની હકૂમત કેવી રીતે સંભવે ? વળી, વિશેષમાં રુદ્રદામાએ બહાવલપુર નજીક રહેતા શક્તિસંપન્ન યૌધેયોને જબરજસ્ત શિકસ્ત આપી હતી એવો નિર્દેશ શૈલલેખમાં છે જ. આમ, સૂઈ વિહાર અને ગિરિનગરના લેખોમાં વર્ણિત વિગતો સામસામી અથડાય છે. એવું જ છે સાંચી ઉપરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org