________________
ક્ષત્રપકાલીન ગુજરાત
છે. (૪) ચીની તવારીખકારો, જે કુષાણ રાજાઓ વિશે લખે છે, તેમનાં નામ ભાગ્યે જ આપે છે. (૫) રાખતરશિળીમાંની કુષાણોના કાલક્રમ અંગેની વિગતો વિશેષ શ્રદ્ધેય નથી. (૬) ગ્રીક સાધનો કુષાણો કાજે મૌન છે. (૭) ચીની બૌદ્ધ સાહિત્ય કણિષ્કના રાજ્યારોહણ વિશે વિરોધાભાસી વિગતો દર્શાવે છે. (૮) ભારતીય અને તિબત્તી સાહિત્ય આ બાબતે કશી શ્રદ્ધેય અને ઉપયોગી સામગ્રી આપતાં નથી. આથી, કણિષ્કના સમયને નિશ્ચિત કરવાનો પ્રશ્ન ચર્ચાસ્પદ રહ્યો છે. છતાં કેટલાંક વિશિષ્ટ અર્થઘટનના સંદર્ભમાં અહીં પ્રસ્તુત મુદ્દાઓ વિશે ચર્ચા કરવાનો એક વધુ પ્રયાસ હાથ ધર્યો છે.
૧૭૨
સમયનનિર્ણયના પ્રયાસ
કુષાણોના શાસન-અમલને નિશ્ચિત કરવાની બે પદ્ધતિ અમલી બનાવાઈ છે ઃ એક પ્રયત્ન બૃહદ્ અભિગમનો છે, જે અનુસાર મૌર્ય-શુંગ સામ્રાજ્યના અંત (આશરે ઈશુ પૂર્વે ૧૫૦) અને ગુપ્ત સામ્રાજ્યના આરંભ (ઈસ્વી ૩૨૦)ની વચ્ચે કુષાણોના રાજ્યને ગોઠવવાનો પ્રયાસ થયો છે. બીજો પ્રયત્ન શક સંવતના સંદર્ભમાં છે, જે મુજબ કણિષ્કને ઈસ્વીસન ૭૮થી આરંભાતા શક સંવતનો પ્રવર્તક માની કુષાણોને ઈશુની પ્રથમ અને દ્વિતીય સદીમાં મૂક્યા છે. તેવી જ રીતે કણિષ્કના શાસન-અમલને વાસ્તેય બે પ્રવાહો પ્રચલિત છે : એક, પશ્ચિમના વિદ્વાનો કણિષ્કને ઈશુની બીજી સદીમાં મૂકે છે. બે, ભારતીય વિદ્વાનો કણિષ્કને શક સંવતનો પ્રારંભક ગણે છે. જો કે બંને પ્રવાહોમાં અપવાદ જરૂર છે.
કણિદ્ધના અભિલેખોમાં નિર્દિષ્ટ વર્ષ
આ કુષાણ સમ્રાટના વર્ષ ૯ના લેખમાં આરંભની પંક્તિ આ મુજબ છે : સિદ્ધ મહારાનસ્ય સ્થિ રાખ્યસંવત્સરે. આથી, સ્પષ્ટ થાય છે કે કણિષ્કના સમયના અભિલેખોમાં નિર્દિષ્ટ વર્ષ રાજ્યકાલનાં ન હતાં પણ નિશ્ચિતપણે કોઈ સંવતના સંદર્ભમાં હતાં. જો કે વસિષ્ઠના વર્ષ ૨૪ના, હવિષ્કના વર્ષ ૫૦ના અને વાસુદેવના વર્ષ ૮૪ના લેખોમાં પણ રાખ્યસંવત્સરનો પ્રયોગ છે. પરંતુ, તેથી આ ત્રણેય રાજવીએ જુદો જુદો સંવત પ્રવર્તાવ્યો હોય એવું અનુમાની શકાય નહીં. સંભવ છે કે ત્રણેયે પ્રસ્તુત શબ્દખંડ ભિન્ન ભાવથી ઉપયોગ્યો હોય. કણિષ્કના કે એના અનુગામીઓના લેખોમાં ક્યાંય સંવતનું નામ પ્રયોજાયેલું જોવું પ્રાપ્ત થતું નથી. પરંતુ આ શબ્દખંડને આધારે કણિકે કોઈ સંવત ચલાવ્યો હતો એમ સ્વીકારી લઈ વિદ્વાનોએ એ સંવતના નામાભિધાન પરત્વે વિભિન્ન મતો દર્શાવ્યા છે. આ મતો એટલા ભિન્ન સ્વરૂપના છે કે પરિણામે કણિષ્કના શાસનનો સમય નિશ્ચિત કરવા મિષે લૌકિક સંવતથી કલ્ચરિચેદિ સંવત સુધીના સંવતોનો સહારો લેવાયો છે. આ બધા મતોની વિગતે ચર્ચા અનેક વિદ્વાનોએ કરી છે. તેથી, અહીં તો માત્ર તેમાંથી જરૂરી કેટલાકનો નિર્દેશ કર્યો છે.
વિવિધ સંવત
લૌકિક સંવતની રજૂઆત ગ્રોવર્સે॰ અને સ્મિથે કરેલી, જો કે સ્મિથે પછીથી આ મત છોડી દીધેલો. એમની ગણતરી મુજબ કણિષ્ક ઈસ્વી ૧૩૦માં સત્તાધીશ હતો. કનિંગહમ સેલ્યુસીડ સંવતનો પ્રયોગ કરે છે. આ સંવતનો આરંભ ઈસ્વી પૂર્વ ૩૧૨માં થયો હતો. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org