________________
પ્રકરણ નવ
કણિષ્કનો સમયનિર્ણય
ભૂમિકા
આપણા દેશનાં સંસ્કૃતિ અને ઇતિહાસ ભાતીગળ છે. એક તરફ એનું પ્રસ્તુત ભાતીગળપણું અભ્યાસીઓ વાસ્તે આકર્ષણ ઉભાવે છે, તો અન્યથા એમાંથી ઉદ્ભૂત પ્રશ્નો મૂંઝવણ પ્રવર્તાવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણાં સંસ્કૃતિ અને ઇતિહાસના પ્રશ્નો) ભાતીગળ છે. આવા પ્રશ્નોમાંથી કેટલાક ઉકેલાયા છે, તો કેટલાક ઉકેલાવાની દિશામાં છે; જ્યારે કેટલાક સદાય વિસંવાદી રીતે ચર્ચય રહ્યા છે. આવા ચર્ચય રહેલા પ્રશ્નોમાં એક છે કુષાણવંશ વિશેનો. કુષાણવંશના પ્રશ્નો પણ ભાતીગળ છે. આમાં એક પ્રશ્ન છે કુષાણવંશના સમયનિર્ણયનો અને એમાંય વિશેષ વિસંવાદી પ્રશ્ન છે કણિષ્કના સમયનિર્ણયનો. આ પ્રશ્ન બીજાંકુર ન્યાય જેવો છે. કણિષ્કને કેન્દ્રમાં રાખીને ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા રાજકીય પ્રશ્નો ઉકેલવાના પ્રયાસો થતા રહ્યા છે. કણિષ્ક જ શક સંવતનો (ઈસ્વી ૭૮) પ્રવર્તક છે એવી પ્રસ્થાપિત પરંપરાને ધ્રુવકેન્દ્ર ગણીને અન્ય સમકાલીન રાજકીય પ્રશ્નોના ઉકેલ શોધવાના પ્રયાસો હાથ ધરાતા રહ્યા છે. આથી, રમેશચંદ્ર મજુમદાર નોંધે છે તેમ Established traditions, though originally based on insufficient evidence, die hard and are the greatest obstacles to the establishment of truth૧. કણિષ્ક અને શક સંવતના પ્રશ્નને પ્રસ્તુત નિરીક્ષણ સર્વથા બંધ બેસે છે. આપણે અહીં આ બાબતનું વિશ્લેષણ કરીશું. કુષાણવંશનો સમય
કણિષ્કના સમય બાબતે છેલ્લી એક સદીથી ચર્ચા-વિમર્શ થતાં રહ્યાં છે, અને હજી તે ચર્ચય છે; જયાં સુધી સાપેક્ષ વિશેષ પુરાવા અને સાધનો પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી. અત્યારે તો જે કોઈ સાધનો હાથવગાં છે તેનું પુનરીક્ષણ અને પુનર્મુલ્યાંકન જ થાય છે અને થતાં રહેશે. કણિષ્કનો સત્તાકાળ કે સમયનિર્ણય નિશ્ચિત કરવા કાજે એક અધિવેશનનું આયોજન થયું હતું; જેમાં એક મુદ્દા પરત્વે સહમતિ રહી હતી કે અત્યારે પ્રાપ્ત સામગ્રીને આધારે કણિક્કનો સમય નિર્ણિત કરી એકમતી સાધવી એ મુશ્કેલ કાર્ય છે. અર્થાત્ સહુ મતભેદ છે એ બાબતે સહમત છે.
કુષાણોના સમયનાં સાહિત્યિક અને પુરાવશષીય સાધનો પણ પ્રશ્નના ઉકેલમાં સહાયભૂત થતાં નથી; કારણ કે (૧) કુષાણ સમયના અભિલેખો કોઈ અનિર્ણિત સંવતનાં વર્ષોમાં ઉત્કીર્ણ થયેલા છે. (૨) કુષાણવંશી રાજાઓના સિક્કા મિલિનિર્દેશ વિનાના છે. (૩) ચીની ધાર્મિક ગ્રંથો, જે મુખ્યત્વે તો આપણા બૌદ્ધગ્રંથોના અનુવાદ છે, આખ્યાયિકાઓ અને કલ્પિત કથાઓથી સભર છે અને તેથી તેમાંથી ઐતિહાસિક નિરૂપણ વાસ્તેની સામગ્રી તારવવી મુશ્કેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org