________________
પ્રકરણ નવ
ધરાવે છે. સ્મિથ દર્શાવે છે તેમ વજન, પ્રકાર, પદ્ધતિ અને પ્રાચીન લિપિવિદ્યાની બાબતમાં પણ ગુપ્તોના સિક્કાઓ અને કણિષ્ક, હવિષ્ક તથા વાસુદેવના સિક્કાઓ વચ્ચે ગાઢ સંબંધ હોવાનું સમજાય છે૨. કુષાણ સિક્કાઓની કેટલીક અસ૨ ગુપ્ત સિક્કાઓ ઉપર જોવી પ્રાપ્ત થાય છે. જો કુષાણો અને ગુપ્તો વચ્ચે, વિક્રમ કે શક સંવત સંદર્ભે સમયનિર્ણય કરીએ તો, લગભગ દોઢબે સદીનું અંતર રહે છે. આથી, કાલગ્રસ્ત વંશના (એટલે કે કુષાણોના) સિક્કાઓનું અનુકરણ ગુપ્તો જેવા શક્તિસંપન્ન સમ્રાટો કરે એ શક્ય જણાતું નથી. આથી, એવું સૂચિત થઈ શકે કે કુષાણો અને ગુપ્તો વચ્ચે સમય બાબતે ઝાઝું અંતર હોઈ શકે નહીં. આમ, સિક્કાઓ અને શિલાલેખોની દૃષ્ટિએ કુષાણોનો અને ગુપ્તોનો સત્તાસમય પરસ્પરની નજીકનો હોવાનું કહી શકાય. બૈજનાથ પુરી' અને બલદેવકુમાર” કણિષ્કના રાજ્યારોહણને ઈસ્વી ૧૪૪ની આસપાસ સૂચવે છે. હિન્દુકુશની દક્ષિણે યુએચી સત્તાના પ્રભાવના દસ્તાવેજો ત્રીજી સદી પૂર્વના હોય તેમ સ્પષ્ટ થતું નથી". સમુદ્રગુપ્તના અલાહાબાદના સ્તંભલેખમાં ડેવપુત્ર શાહાનુ શાહીનો નિર્દેશ દર્શાવે છે કે ચોથી સદીમાં ઉત્તરકાલીન કુષાણો (કુષાણવંશના ત્રીજા કુલના શાસકો) ભારતમાં સત્તાધીશ હતા. ઈસ્વી ૩૦૧થી ૩૦૯ દરમ્યાન સસાની રાજા હોર્મિસદાસ રજાને કોઈ કુષાણ રાજાએ પોતાનું કુંવરી પરણાવી હતી.ક.
૧૭૭
આ બધી ચર્ચા અને વિશ્લેષણથી સૂચવી શકાય કે કુષાણ સમ્રાટ કણિકે ઈશુની બીજી સદીના ઉત્તરાર્ધમાં સત્તા સ્થાપી અને વિસ્તારી; ખાસ કરીને પશ્ચિમી ક્ષત્રપ રાજા રુદ્રદામાના અવસાન પછીથી. આ વાસ્તે કોઈ ચોક્કસ વર્ષનો નિર્દેશ કરવો હાલના તબક્કે શક્ય નથી. કણિ કયો સંવત પ્રવર્તાવ્યો હતો તે પણ પ્રાપ્ત પુરાવા ઉપરથી પુરવાર થતું નથી. પરંતુ એટલું જરૂર સૂચવી શકાય કે પશ્ચિમી ક્ષત્રપ રાજા રુદ્રદામાના અમલના અંત પછી અને મથુરા ઉપરના નાગવંશી રાજાઓના અમલ પૂર્વે કોઈ સમયે કણિષ્કજૂથના રાજાઓએ રાજ્ય કર્યું હોય એ વધારે સંભવિત જણાય છે . .
પાદનોંધ
૧. રીડિંગ ઇન ધ પલિટિકલ હિસ્ટરી ઑવ ઇન્ડિયા, ૧૯૭૬, દિલ્હી, (સંપાદક, એસ. પી. ગુપ્તા અને અન્ય), પૃષ્ઠ ૬૯. (હવે પછી રીપહિત.)
૨. એજન, પૃષ્ઠ ૬૬.
૩. બૈજનાથ પુરી, ઇન્ડિયા અંડર ધ કુષાણ્ય, મુંબઈ, ૧૯૬૫, પૃષ્ઠ ૪૯.
૪. આસઇરી., પુસ્તક ૩, પૃષ્ઠ ૩૧ અને પટ્ટ ૧૩.
૫. જુઓ : પાદનોંધ ત્રણ, પરિશિષ્ટ બી, ક્રમાંક ૧૦૦ (પૃષ્ઠ ૨૪૮), ક્રમાંક ૬૦ (પૃષ્ઠ ૨૪૨) અને ક્રમાંક ૮૯ (પૃષ્ઠ ૨૪૬) અનુક્રમે.
૬. બૈજનાથ પુરી, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૩૮થી ૫૦ તથા બલદેવકુમાર, ધ અર્લી કુષાણ્ય, પૃષ્ઠ ૫૮થી ૭૭.
૭. જરાઁએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૧થી ૬૪.
૮. અહિઇ., પૃષ્ઠ ૨૫૮.
૯. કૉઇઇ., ૧૮૮૮, પૃષ્ઠ ૫૭, ૫ટ્ટ ૧. ૧૦. જરાઁએસો., ૧૯૧૩, પૃષ્ઠ ૯૮૦-૮૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org