________________
૧૫o
ક્ષત્રપકાલીન ગુજરાત ચાલ્ટન આ સંવતનો પ્રવર્તક હતો ?
પશ્ચિમી ક્ષત્રપોની પ્રસ્તુત કરેલી વંશાવલિ અનુસાર કાર્ડમકવંશના પહેલા કુળનો પ્રથમ રાજા ચાન્ટન આ સંવતનો ચાલક હતો, એવો મત પહેલપ્રથમ કનિંગહમે અભિવ્યક્ત કર્યો હતો. કનિંગહામનો મુખ્ય આધાર પશ્ચિમી ક્ષત્રપો અને આંધ્રભૃત્યોની સાલવારી છે. તેઓ નહપાનને ઈસ્વીપૂર્વેની પહેલી સદીના મધ્યમાં વિદ્યમાન હોવાનું જણાવે છે. તેમ જ સાતવાહન રાજા શાતકર્ણિ ઈસ્વી ૭૦ની આસપાસ સત્તાધીશ હતો એમ સૂચવે છે. આ ઉપરાંત એમના મતે ગૌતમીપુત્ર શાતકર્ણિ, જેણે ક્ષહરાત ક્ષત્રપોને હરાવ્યા હતા, તે નહપાનનો અનુગામી હતો. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ કનિંગહમ ગૌતમીપુત્ર શાતકર્ણિને ચાષ્ટનનો સમકાલીન ગણાવે છે. તે જ રીતે પુલુમાવિ અને જયદામાને સમકાલીન ગણાવે છે, જેઓ અનુક્રમે ગૌતમીપુત્ર અને ચાષ્ટનના પુત્રો હતા. વળી તેઓ જયદામાનો સત્તાસમય ૨૫ વર્ષ જેટલો હોવાનું વિચારે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ છે કનિંગહમની ક્ષત્રપો અને સાતવાહન વિશેની સાલવારી પરત્વેની માન્યતા .
કનિંગહમ પછી ત્રીસ વર્ષે બૃબ્રેઈલે કનિંગહમના મતનું સમર્થન કર્યું. નહપાનના સમયના શિલાલેખોમાંનું છેલ્લું જ્ઞાત વર્ષ ૪૬ અને ચાટન સમયના શિલાલેખોમાંનું પહેલું જ્ઞાત વર્ષ પર છે. વર્ષ ૪૬થી ૫ર સુધીનાં છ વર્ષના અલ્પકાળમાં બનેલા જ્ઞાત બનાવો ૭ અશક્ય નહીં તો સંભવિત તો નથી જ એમ માની ડ્યૂબ્રેઈલ નહપાનના સમયના શિલાલેખોમાં નિર્દિષ્ટ વર્ષ એના રાજ્યકાળનાં હોવાનો મત દર્શાવે છે. વળી, સિક્કાઓ, લિપિ, ભાષા, પુરાવસ્તુઓના આધારે તેઓ એવી અટકળ કરે છે કે નહપાનનો સત્તાકાળ ઈસુની બીજી સદીમાં નહીં-૮ પરંતુ ઈસ્વીની પહેલી સદીના પ્રારંભે હોવો જોઈએ. આ ઉપરાંત છેતાળીસ વર્ષ પછી તરત જ ક્ષહરાત વંશનો અંત આવ્યો, વર્ષ ૪૬થી પરની વચ્ચેના ટૂંકા ગાળામાં ચાષ્ટન ક્ષત્રપ અને મહાક્ષત્રપના હોદ્દાઓ પામી શક્યો, વર્ષ પરના આંધ લેખ પૂર્વે જ રુદ્રદામા સત્તાધીશ થયો હોય જેવી હકીકતો વ્બ્રેઈલને અસંભવિત દૃષ્ટિગોચર થાય છે. તેથી નહપાનનાં વર્ષોને રાજકાલનાં વર્ષો ગણી શક સંવતનો પ્રવર્તક ચાન્ટન હતો એવો મત તેઓ પ્રતિપાદિત કરે છે. આ મતના સમર્થનમાં તેઓ વધુ એક દલીલ એવી પ્રસ્તુત કરે છે કે સ્વાભાવિક જ વંશનો સ્થાપક એ સંવતનો સ્થાપક હોઈ શકે. આ છે વ્બ્રેઈલના વિચારો. હા, ચાષ્ટને જ શક સંવત ચલાવેલો.
પરંતુ તાજેતરમાં કચ્છ જિલ્લાના ખાવડા ગામથી દક્ષિણપૂર્વમાં ચોવીસ કિલોમીટરના અંતરે આવેલા આંધૌ ગામેથી ક્ષત્રપવંશનો એક વધુ શિલાલેખ પ્રાપ્ત થયો છે ૧. અગાઉ આ ગામેથી જ ચાષ્ટનના સમયના ચાર યષ્ટિલેખો વર્ષ પરના નિર્દેશયુક્ત સાંપડ્યા હતા. અત્યાર સુધી ચાખનવંશીય રાજાઓ માટે આ વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ હતું. પણ આંધૌએ સંપડાવી આપેલો પ્રસ્તુત યષ્ટિલેખ વર્ષ ૧૧નો છે અને તે ચાષ્ટનના ક્ષત્રપપદ સમયનો છે. આમ આ લેખ હમણાં સુધી ચાન્ટન સારુ વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૧૧ હોવાનું સૂચિત હતું. શક સંવત ૧૧નો આ લેખ તે સંવતના પ્રવર્તકના પ્રશ્ન અંગે ઘણો ઉપયોગી અને ધ્યાનાર્હ હતો. પરંતુ તત્પશ્ચાતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org