________________
પરિશિષ્ટ આઠ
આભીર ઈશ્વરદત્તનો સમયનિર્ણય
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રમાંથી, અલબત અલ્પ સંખ્યામાં, રાજા મહાક્ષત્રપ ઈશ્વરદત્તના ચાંદીના સિક્કા ઉપલબ્ધ થયા છે. એના સિક્કાના અગ્રભાગે (obverse) રાજાની મુખાકૃતિ છે અને મસ્તકના પાછળના ભાગે બ્રાહ્મી આંકડામાં વર્ષસૂચક સંખ્યા છે. એના સિક્કાના પૃષ્ઠભાગે (reverse) મધ્યમાં ત્રિકૂટ પર્વત ઇત્યાદિ ચિહ્નો ઉપસાવેલાં છે અને સિક્કાની કિનારને સમાંતર ગોળાકારે બ્રાહ્મી લિપિમાં રાજાનાં નામ, બિરુદ અને વર્ષ નિર્દેશક લખાણ સંસ્કૃતમાં છે. આમ, ઈશ્વરદત્તના સિક્કા પ્રકાર, પદ્ધતિ, પ્રાપ્તિ પ્રદેશો, ધાતુ, બિરૂદ, પ્રતીકો એમ બધી જ દૃષ્ટિએ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કા સાથે ઘણું સામ્ય ધરાવે છે. આથી પશ્ચિમી ક્ષત્રપોના પ્રદેશો ઉપરના એના સત્તા-અધિકારનું અનુમાન અભિવ્યક્ત થયું છે. અલબત્ત, એનો અમલ ખૂબ જ ટૂંકા સમયનો હતો; કેમ કે તેના પ્રાપ્ય સિક્કા ઉપરની નિર્દેશક મિતિ એના બે જ વર્ષના શાસનનું સૂચન કરે છે. ક્ષત્રપ સિક્કાથી થોડુંક ભિન્નત્વ
ઈશ્વરદત્તના સિક્કા ક્ષત્રપ સિક્કા કરતાં કેવળ બે બાબતે ભિન્નત્વ દર્શાવે છે : (૧) ઈશ્વરદત્ત કેવળ પોતાનું જ નામ આપે છે, પિતાનું નામ આપતો નથી. (૨) શક સંવતમાં વર્ષ નિર્દેશ કરવાને બદલે સાલનો ઉલ્લેખ શબ્દમાં અને આંકડામાં કર્યો છે અને ઉભયનો ઉલ્લેખ રાજકાલનાં વર્ષમાં છે. આ બે અપવાદ સિવાય શેષ લક્ષણોમાં એના સિક્કા પશ્ચિમી ક્ષત્રપોના સિક્કા સાથે ઘણું સામ્યત્વ દર્શાવે છે. આથી ઈશ્વરદત્તને ક્ષત્રપવંશનો હોવાનું મંતવ્ય વ્યક્ત થયું છે; તો પણ પશ્ચિમી ક્ષત્રપ કુળોમાંથી કોઈની સાથે સીધો સંબંધ હોય એવું પ્રસ્થાપિત થઈ શતું નથી. ઈશ્વરદત્તના સિક્કા ઉપર મિતિનિર્દેશની નિરાળી પદ્ધતિ પણ એને પશ્ચિમી ક્ષત્રપોથી ભિન્ન વંશનો હોવાનું સૂચવે છે; કારણ કે ક્ષત્રપ શાસકોના સિક્કા ઉપરની મિતિ શક સંવતનાં વર્ષોમાં આપેલી છે. જયારે ઈશ્વરદત્તના સિક્કાઓ ઉપરની મિતિ રાજકાલના પહેલા અને બીજા વર્ષની છે. પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી આ રાજાના નામસામ્ય ઉપરથી તેને આભીર વંશનો હોવાનો અભિપ્રાય દર્શાવે છે. એનો સત્તાકાળ કયારે ?
- ઈશ્વરદત્તના સિક્કા ઉપરની મિતિ શક સંવતની ન હોવાથી ક્ષત્રપોની સળંગ સાલવારીમાં એના રાજ્યોમલને ગોઠવવા વિશે અધ્યેતાઓમાં અનેક તર્ક-વિર્તકો ઉદ્દભવ્યા છે. છતાંય સંતોષકારક ઉકેલ પ્રસ્થાપિત થયો નથી. સામાન્યતઃ ક્ષત્રપોના કાલાનુક્રમમાં જ્યાં બે કે વધારે વર્ષનો ખાલી ગાળો મળે છે અર્થાત્ બે કે વધારે વર્ષના મહાક્ષત્રપના સિક્કા જે સમય દરમ્યાનના મળતા નથી ત્યાં ત્યાં રાજા મહાક્ષત્રપ ઈશ્વરદત્તના સત્તાકાળને ગોઠવવાના પ્રયાસ થયા છે. પંડિત ભગવાનલાલનો મત
ઈશ્વરદત્તના સત્તાકાળ વિશે સૌ પ્રથમ નિર્દેશ કર્યો ભગવાનલાલ ઇંદ્રજીએ. તેમના મતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org