________________
૧૬૭
પરિશિષ્ટ આઠ
આ સમયાવધિ દરમ્યાન કોઈ પુરોગામી કે/અને અનુગામી વચ્ચે તેમ જ કોઈ ક્ષત્રપના રાજકાળ દરમિયાન પણ એટલો ગાળો જોવા મળતો નથી, જેમાં ઈશ્વરદત્તના સત્તાકાળને ગોઠવી શકાય.
આથી શક વર્ષ ૨૫૫થી ૨૬૯ (ઈસ્વી ૩૩૩થી ૩૪૭) સુધીના ગાળાને જ લક્ષ્યમાં લેવો રહ્યો. આ ગાળા પછી જેના સિક્કા મળે છે તે રુદ્રસેન ૩જાના સિક્કાઓ ઉ૫૨થી સૂચિત થાય છે કે એની પહેલાં એના પિતા રુદ્રદામા ૨જો મહાક્ષત્રપ પદે હતો. આથી ઉપર્યુક્ત ગાળામાં પછીનાં કેટલાંક વર્ષ રુદ્રદામા ૨જાના સત્તાકાલનાં ગણાય. આ ઉપરથી પરમેશ્વરીલાલ એવી અટકળ કરે છે કે ઈશ્વરદત્તનું રાજ્ય એ ગાળાના શરૂઆતનાં વર્ષોમાં ગોઠવી શકાય. તદનુસાર ઈશ્વરદત્તે યશોદામા ૨જાનું રાજ્ય પડાવી લીધું હશે અને ઈશ્વરદત્ત પાસેથી ક્ષત્રપોની સત્તા રુદ્રદામા રજાએ પાછી મેળવી લીધી હશે.
હાલની ઉપલબ્ધ માહિતી મુજબ આ મત ઘણો સંભવિત જણાય છે. એ અનુસાર ઈશ્વરદત્તના સત્તાકાલને શક વર્ષ ૨૫૫થી ૨૬૯ના ગાળાનાં શરૂઆતના લગભગ પાંચ વર્ષ અર્થાત્ શક વર્ષ ૨૫૫થી ૨૫૯ (ઈસ્વી ૩૩૩થી ૩૩૭) દરમ્યાન ગોઠવી શકાય૧.
પાદનોંધ
૧. આના સમર્થનમાં આભીર રાજા ઈશ્વરસેનના નાસિકના શિલાલેખનો નિર્દેશ થઈ શકે. તેનો આ શિલાલેખ એના રાજકાલના નવમા વર્ષનો છે. વળી, ઉભયના નામનાં પૂર્વપદમાં શ્ર્વર છે.
૨. પ્રસીડિંગ્સ ઑવ વિયેના ઑરિએન્ટલ કૉંગ્રેસ, ૧૮૮૨, પૃષ્ઠ ૨૨૧-૨૨. હવે તો લગભગ બધા ઇતિહાસકારો પંડિતજીનો અભિપ્રાય સ્વીકારે છે (જુઓ : વાસુદેવ વિષ્ણુ મિરાશી, કૉઇઇ., પુસ્તક ૪, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૩).
૩. જુઓ : જરાઁએસો., ૧૮૯૦, પૃષ્ઠ ૬૫૭. પંડિત ભગવાનલાલે જ્યારે આ મત વ્યક્ત કર્યો ત્યારે ક્ષત્રપ રાજાઓના મહાક્ષત્રપ તરીકેના શક વર્ષ ૧૭૧થી ૭૬ (ઈસ્વી ૨૪૯થી ૨૫૪) સુધીના સિક્કાઓ ઉપલબ્ધ થયા ન હતા. પણ તે પછી આ વર્ષોના સિક્કા મળ્યા છે (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ બે અને ત્રણ).
૪. કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૧૧૦,
૫. જે મહાક્ષત્રપ દામસેનની છેલ્લી જ્ઞાત મિતિ છે. (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ બે અને પ્રકરણ સાતમાં રામસેન વિશેનું વર્ણન).
૬. મહાક્ષત્રપ યશોદામા ૧લાની વહેલી જ્ઞાત મિતિ છે (જુઓ એજન).
૭. કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૧૧૦.
૮. જબૉબ્રારાઁએસો., પુસ્તક ૨૦, ૧૮૯૯, પૃષ્ઠ ૨૦૪ અને કેટલૉગ., ફકરો ૧૧૧.
૯. જરૉએસો., ૧૮૯૯, પૃષ્ઠ ૩૮૭.
૧૦. આસઇરિ., ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૨૯.
૧૧. રેપ્સન, કેટલૉગ., પૃષ્ઠ ૯૦.
૧૨. ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૩૦. જ્યારે રેપ્સન રુદ્રસિંહના આ બે સિક્કાના સંદર્ભમાં એમ સૂચવે છે કે તેની સત્તા તેના ભત્રીજા જીવદામાએ પડાવી લીધી હતી. અને તેથી રુદ્રસિંહના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ જોવા મળે છે (કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૯૯). તો પછી પ્રશ્ન એ થાય છે કે આ જ વર્ષોના (એટલે ૧૧૦ અને ૧૧૨) જીવદામાના મહાક્ષત્રપ તરીકેના સિક્કા મળવા જોઈએ, જે હજી સુધી મળ્યા નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International