________________
૧૬૦
ક્ષત્રપકાલીન ગુજરાત ઘાતક છે. બીજું વિશેષ મહત્ત્વનું પરિબળ એ જાણવા મળે છે કે આપણા દેશના અર્થતંત્રનું મુખ્ય પીઠબળ ખેતી છે. ત્રીજી માહિતી એ પ્રાપ્ત થાય છે કે ખેતીનો વિકાસ અને તે વાસ્તે જરૂરી સગવડો પ્રસ્થાપી આપવી એ રાજ્યનું કર્તવ્ય છે. ચંદ્રગુપ્ત, અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત રાજા આ અંગે સભાન, સક્રિય અને સહકારી વલણવાળા હતા. તેથી જ અર્થતંત્રને ખેતીના વિકાસ દ્વારા મજબૂત કરવા ચંદ્રગુપ્ત સુદર્શન સરોવર બંધાયું, અશોકે એમાંથી નહેરો તૈયાર કરાવી, નદીઓમાં આવેલા પૂરથી સરોવર અને નહેરોને થયેલા નુકસાનનું સમારકામ રુદ્રદામાએ સેતુને ત્રણ ગણો પહોળો બનાવ્યો તો સ્કંદગુપ્ત સુર્વ બનેલા સરોવરને પુનઃ પૂર્ણ અને શાશ્વત્થાન બનાવ્યું. ધર્મ સંબંધિત માહિતી
અશોકના શૈલલેખનો એક માત્ર ઉદ્દેશ સરોવરમાંથી સિંચાઈ કાજે નહેરો તૈયાર કરાવવાનો હતો, છતાંય એના લખાણમાં એ વિશે ક્યાંય કશો ઉલ્લેખ નથી. હકીકતે, પ્રજાના નૈતિક જીવનને સુદઢ બનાવવાનો અશોકનો બુનિયાદી ખ્યાલ હતો, જે બાબતે એના ચૌદ ધર્મલેખોથી સુસ્પષ્ટ વર્તાય છે. બૌદ્ધધર્મને એણે રાજયાશ્રય આપ્યો તેમ જ એના વિકાસાર્થે અનેક પ્રયાસો કર્યા છતાંય એનાં લખાણમાં ક્યાંય સીધો નિર્દેશ આ અંગે નથી. આ લેખોનો મુખ્ય સૂર આ છે : અહિંસા, સર્વધર્મસમભાવ, ધર્મદાન અને પ્રાણીમાત્રનું કલ્યાણ. આપણી સંસ્કારિક પરંપરામાં ઔદાર્યનું જે અનુસ્મૃત લક્ષણ છે તેનું હૂબહૂ પ્રતિબિંબ અશોકના લેખોમાં દશ્યમાન થાય છે.
રુદ્રદામાના લેખોમાં ગાયો અને બ્રાહ્મણોને દાન આપી, ધર્મ અને કીર્તિની વૃદ્ધિ કરવાનો ઉપદેશ આપ્યો છે. આથી સમકાલીન લોકોની શ્રદ્ધાળુતાનો અને એમનામાં રહેલી પૂર્તકાર્યદાનધર્મની દૃષ્ટિનો પાર પમાય છે.
સ્કંદગુપ્તના લેખમાંથી વૈષ્ણવ સંપ્રદાયના ત્યારે થયેલા પ્રચારનો ખ્યાલ આવે છે. અતિવૃષ્ટિથી નુકસાન પામેલા સેતુને સમરાવી ગિરિનગરના અધ્યક્ષ ચક્રપાલિકે સુદર્શન સરોવરના કાંઠે ચક્રધર(વિષ્ણ)નું ઉત્તુંગ મંદિર બંધાવેલું. જો કે આ મંદિર પૂર્ણતયા કે એના અવશિષ્ટ ભાગો અદ્યાપિ હાથવગા થયા નથી. પરંતુ ગુપ્તકાલ દરમ્યાન ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાયનું વિશેષ મહત્ત્વ હોવાનું અનુમાન અવશ્ય થઈ શકે; નહીં તો સરોવરતટે વિશાળકાય વિષ્ણુ મંદિર તૈયાર થયું ના હોત.
વળી, ધર્મ એટલે પૂજાપાઠ, કર્મકાંડ, ઉપવાસ, અર્ચન-યજ્ઞ-ધ્યાન નહીં પણ ધર્મ એટલે પ્રાણીમાત્રની સેવા એવો પારદર્શક અભિગમ અશોકના લેખોથી અભિવ્યક્ત થાય છે. આ કારણે અશોક અહિંસાનો મુદ્દો પ્રચારી પ્રાણી હિંસાની મના ફરમાવે છે. તો વાંસોવાંસ માનવો અને પ્રાણીઓ ઉભય માટે તે ચિકિત્સાલયો સ્થાપે છે. આમ, ધર્મની અત્યંત ઉદાર છતાં સાચી વ્યાખ્યાનો ભાવ સંપ્રાપ્ત થાય છે. લિપિવિકાસ
આ ત્રણેય લેખો એક જ લિપિમાં કોતરેલા છે અને તે છે બ્રાહ્મી લિપિ. આ લિપિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org