________________
૧૫૮
ક્ષત્રપકાલીન ગુજરાત
પર્ણદત્તે પુત્ર ચક્રપાલિતના સહકારથી એનું સમારકામ કરાવ્યું અને એના સમારકરૂપે આ જ શૈલની ત્રીજી બાજુ ઉપર સ્કંદગુપ્તના નામે લેખ કોતરાવ્યો હતો અને સરોવરની પાળે વિષ્ણુનું ઉત્તુંગ મંદિર બંધાવ્યું હતું. આભિલેખિક મહત્ત્વ
આપણા દેશના પૂર્વકાલીન અભિલેખોમાં પ્રસ્તુત અભિલેખનું સ્થાન અનન્ય અને અજોડ છે જ, પણ વિશ્વના પૂર્વસમયના અભિલેખીય સ્મારકોમાંય એનો જોટો જડવો મુશ્કેલ છે; કહો કે આ શૈલલેખો બેનમૂન છે. ઈરાનના હખામની વંશના સમ્રાટ મહાન દારયના (ઈસ્વી પૂર્વ છઠ્ઠી સદી) સમયના બેહિસ્તૂન પર્વત ઉપર કંડારેલા લેખો એના સામ્રાજયમાં પ્રચલિત મુખ્ય ચાર ભાષામાં ઉત્કીર્ણ છે, પરંતુ વણ્યવિષય ચારેય ભાષામાં એક જ છે. જ્યારે ગિરિનગરના આપણા શૈલ ઉપર ત્રણ જુદા જુદા રાજવંશના ત્રણ ભિન્ન સમ્રાટે સમકાલીન પ્રવૃત્તિઓના સંદર્ભમાં વિભિન્ન વિગતો કોતરાવી છે. ત્રણેય લખાણનો સંદર્ભહેતુ એક જ પણ લખાણની વિગતો અલગ અલગ. (આ પરિશિષ્ટમાં હવે પછી આ માહિતી દર્શાવી છે). આથી દારયના પર્વતલેખો કરતાં આ ગિરિનગરના શૈલલેખોનું સ્થાન અદ્વિતીય છે. દસ્તાવેજી મહત્ત્વ
આ લેખત્રયીમાં રુદ્રદામાના લેખનું ઐતિહાસિક અને દસ્તાવેજીય મહત્ત્વ અનન્ય છે. એના લેખની આઠમી અને નવમી પંક્તિમાં સુર્શન સરોવરના નિર્માણ હેતુનો ઇતિહાસ કંડારાયો છે. જો આ હકીકતો એમાં નોંધાઈ ના હોત તો અસલમાં આ સરોવર સહુ પ્રથમ કોણે તૈયાર કરાવ્યું અને એમાંથી નહેરોનું સર્જન કોણે કર્યું તે બાબત જાણી શકાઈ ન હોત; કેમ કે ચંદ્રગુપ્ત મૌર્યે સરોવરનું નિર્માણ કર્યું હોવા છતાંય એણે તે અંગે ક્યાંય કોઈ માહિતી દર્શક લેખ કંડાર્યો હોય એવું જાણમાં નથી. અશોકે એમાંથી પ્રથમ વખત નહેરો ખોદાવી અને સરોવરતટ ઉપર સ્થિત શૈલખંડ ઉપર લખાણ કોતરાવ્યું તો ખરું પણ એમાં સરોવર અને નહેર વિશે કોઈ ઉલ્લેખ નથી. એમાં તો એણે નીતિ-વચનો કોતરાવ્યાં છે. આથી, લગભગ સાડા ચાર સૈકા પર્યત સુધી અજ્ઞાત રહેલી આ બે ઐતિહાસિક માહિતી-હકીકતો માત્ર રુદ્રદામાના લેખમાંથી જ હાથવગી થઈ શકી છે. મૌર્ય સામ્રાજયના સમકાલીન કે અનુકાલીન કે ક્ષત્રપકાલીન સાહિત્યમાંય આ વિગતો ક્યાંય નોંધાઈ નથી. પરંતુ રુદ્રદામાએ એ હકીકતો દર્શાવીને પુરવાર કર્યું કે દફતરવિજ્ઞાન કે અભિલેખવિજ્ઞાનથી આપણો દેશ ત્યારેય અજાણ ન હતો. આવી કોઈ શાસ્ત્રીય પ્રથા પૂર્વકાળમાં વિદ્યમાન હતી તે રુદ્રદામાના લેખથી સાબિત થાય છે. નહીં તો સાડા ચાર સૈકા પૂર્વેની ઘટનાઓ રુદ્રદામાએ નોંધી ન હોત. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર' નામના ગ્રંથમાં અપન્નાધ્યક્ષ નામના પ્રકરણમાં આ વિષયની સાધકબાધક પણ વૈજ્ઞાનિક ચર્ચા કરી છે. આથી સુસ્પષ્ટ થાય છે કે ક્ષત્રપકાળ પૂર્વેના લગભગ ચાર શતક પહેલાંના બનાવોને સ્પર્શતી વિગતવાર માહિતી નોંધવાની ત્યારે અને તે પૂર્વે કોઈ ચોક્કસ વ્યવસ્થાતંત્ર અસ્તિત્વ ધરાવતું હતું એ ચોક્કસ. વહીવટીય માહિતી
રુદ્રદામા અને સ્કંદગુપ્તના લેખોમાંથી વહીવટને દર્શાવતી કેટલીક સામગ્રી પ્રાપ્ત થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org