________________
ક્ષત્રપકાલીન ગુજરાત એરિયન અને સ્ટ્રેબોએ આપણા દેશની પૂર્વકાલીન પ્રજાતિઓમાં જેનો ઉલ્લેખ કર્યો છે અને જેમને સિકંદરે પરાજય આપેલો એ Kathaioi સાથે પ્રશ્નાર્થ કથિકોને સરખાવવાના પ્રયત્ન થયા છે૨૭ સમસસંહિતામાં પશ્ચિમ ભારતની પ્રજાઓની આપેલી યાદીમાં (kataka) જાતિના લોકોનો ઉલ્લેખ જોવા મળે છે. અને તેય પંચનદ(પંજાબ)ની તેમ જ અન્ય કેટલીક વિદેશી જાતિઓના સંદર્ભમાં ૮. એસ. શંકરનારાયણનના મત મુજબ પંજાબના આ કતક લોકોને એ જ પ્રદેશના kathaioi સાથે સરખાવી શકાય અને પછી કતક તેમ જ kathaioi સાથે કથિકને પણ સરખાવાય ૯. વળી મિરાશી વથા એ આભીર રાજાઓનું કુલનામ હોવાનું સૂચવે છે૩૦ જયારે મહેતા અને ચૌધરીએ ચાષ્ટનાદિ રાજાઓ કાઈમકવંશના હોવાની અટકળ કરેલી૧.
આમ કથિક વંશને વિવિધ જ્ઞાત વંશો સાથે સરખાવવાની દલીલો પ્રસ્તુત થઈ છે. પરંતુ આ બધી દલીલો વજૂદયુક્ત ન હોઈ, અત્યાર પૂરતું એમ કહી શકાય કે કથિક એ પ્રાયઃ બૌદ્ધધર્મના ઉપદેશકોનો અર્થ ધરાવતું સામાન્ય નામ હોય અને બૌદ્ધધર્મના પ્રભાવક એવા કોઈ રાજવંશને વાતે અહીં પ્રયોજાયું હોય; પણ એવા કોઈ રાજવંશને જ્ઞાત જાતિઓ અથવા વંશોમાંના કોઈની સાથે નિશ્ચિત રીતે ઓળખાવવો મુશ્કેલ છે. કથિક સંવત
ગુજરાતમાંથી અને સંભવતઃ ભારતમાંથી અદ્યાપિ મિતિવાળા પ્રાપ્ય અભિલેખોમાં દેવની મોરીના મહાતૂપના પેટાળમાંથી હાથ લાગેલો અસ્થિપાત્ર લેખ એક અભિનવ સમસ્યા આપણી પ્રત્યક્ષ પ્રસ્તુત કરે છે અને તે છે કથિક સંવત. આપણે અવલોકી ગયા કે કથિક વંશના રાજાઓ આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં કોઈ તબક્કે સત્તાધીશ હોવાના કોઈ પુરાવા અદ્યાપિ સંપ્રાપ્ત થયા નથી. સંભવત: આ પ્રકારનો પહેલપ્રથમ નમૂનો છે, જે એક નવો રાજા, એક નવો રાજવંશ અને એક નવો સંવત આપણી સમક્ષ રજૂ કરે છે. અહીં આપણે કથિક સંવતને આપણા દેશના જ્ઞાત સંવતોમાંથી કોની સાથે સરખાવી શકાય તેનો વિચાર કરીશું.
એસ. શંકરનારણયએ વિક્રમ સંવત, શક સંવત, કલચુરિ સંવત અને ગુપ્ત સંવતના ચોકઠામાં કથિક નૃપોના વર્ષ ૧૨૭'ને ગોઠવીને, કહો કે આ બધા સંતો સાથે ગણતરી કરીને, પુરવાર કર્યું કે આમાંના કોઈ સંવત સાથે પ્રશ્નાર્થ વર્ષનો મેળ બેસતો નથી. વિક્રમ સંવત (ઈસ્વી પૂર્વ પ૭) સાથે પ્રશ્નાર્થ વર્ષને ગોઠવતાં ઈસ્વીસન ૭૦ (૧૨૭-૫૭-૭૦) આવે, જે વખતે ગુજરાતમાં પશ્ચિમી ક્ષત્રપોમાંના ક્ષહરાત વંશના રાજાઓ સત્તાધીશ હતા. વળી પ્રસ્તુત અસ્થિપાત્રલેખની લિપિના મરોડ તેમ જ ઉપલબ્ધ બુદ્ધ-પ્રતિમાઓનું કલાવિધાન ધ્યાનમાં રાખતાં પ્રશ્નાર્થ વર્ષ ૧૨૭ એ વિક્રમ સંવતનું હોય તે સંભવિત નથી.
શક સંવતના (ઈસ્વી ૭૮) સંદર્ભમાં વર્ષ ૧૨૭ને ગોઠવતાં ઈસ્વીસન ૨૦૫-૦૬ (૭૮+૧૨૭–૨૦૫) આવે. પરંતુ મહાતૂપની પ્રથમ પીઠિકાની મધ્યમાંથી ક્ષત્રપોના આઠ સિક્કાનો એક નિધિ મળ્યો છે, જેમાં વિશ્વસનનો એક સિક્કો છે અને તેના રાજ્યામલનો સમય ઈસ્વી ૨૮૩થી ૩૦૪ સુધીનો છે. આથી શક સંવતની વિચારણા પણ સંભવી શકતી નથી.
ગુપ્ત સંવતના (ઈસ્વી ૩૧૯-૨૦) અનુસંધાનમાં વર્ષ ૧૨૭ની ગણતરી કરતાં ઈસ્વી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org