________________
પરિશિષ્ટ પાંચ
ચાટન : શક સંવતનો સંસ્થાપક
ભૂમિકા
આપણા દેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિના નિરૂપણમાં વિવાદસ્પદ ઘણા પ્રશ્નો છે તેમ જ ઘણા ભ્રામક ખ્યાલો અભિવ્યક્તિ પામ્યા છે. આ બધા પ્રશ્નો અને ખ્યાલો બાબતે ઇતિહાસના વિદ્વાનો સમયે સમયે વિવાદના સંગ્રામમાં સામસામે ઊભેલા જોવા મળે છે. કયારેક વિશિષ્ટ શોધસામગ્રી, – દા.ત. સમયનિર્દેશયુક્ત દસ્તાવેજો કે અભિલેખો કે. સિક્કાઓ તેમ જ ઉત્પનનકાર્યથી પ્રાપ્ત ભૌતિક સામગ્રી કે મૂળ સ્રોત પરત્વે વિશિષ્ટ અર્થઘટન,– ઇતિહાસકારોને એમણે અગાઉ અભિવ્યક્ત કરેલાં મંતવ્યમાં ફેરફાર કરવા પ્રેરે છે કે કોઈ નિશ્ચિત નિર્ણય ઉપર આવવામાં સહાયભૂત થાય છે. તો કયારેક કોઈ નવું અર્થઘટન પ્રસ્તુત કરવા સહાયક બને છે કે કોઈ અનિભવ વિચાર વહેતો કરાવે છે. અલબત્ત, આ પરિસ્થિતિ ઇતિહાસનિરૂપણમાં વિધાયક દૃષ્ટિએ સહાયક પુરવાર થાય છે. અને તેથી આ ગ્રંથલેખકનું સ્પષ્ટ માનવું છે કે ઇતિહાસનાં લખાણો દર દસકે નવેસરથી તપાસી જવા અને જરૂરી ફેરફારો આમેજ કરવા જોઈએ અને ભ્રામક ખ્યાલોનું નિંદામણ (weeding) કરતા રહેવું જોઈએ. ક્ષત્રપોનો સળંગ સંવત કયો ?
આપણે અગાઉ અવલોકી ગયા કે ક્ષહરાત ક્ષત્રપ વંશના શિલાલેખોમાં નિર્દિષ્ટ વર્ષો રાજયકાળનાં છે; જયારે ચાખનાદિકુળોના સિક્કાલેખો અને શિલાલેખોમાં ઉ@િખત વર્ષો કોઈ સળંગ સંવતનાં હોવાનો સર્વસ્વીકાર્ય મત છે. પરંતુ એમના અભિલેખોમાં અને સમકાલીન સાહિત્યમાં આ પ્રશ્નાર્થ સળંગ સંવતનું કોઈ વિશિષ્ટનામ પ્રયોજાયેલું જોવું પ્રાપ્ત થતું નથી. પછીના કાળમાં અભિલેખો અને સાહિત્ય ઉભયમાં એને ‘શક સંવત” તરીકે ઓળખાવ્યો છે. શક સંવત’ વિશે વિભિન્ન મંતવ્ય
અત્યાર સુધીમાં અનેક ઐતિહાસિકોએ શક સંવતના પ્રવર્તક તરીકે વિવિધ નામોલ્લેખ, કહો કે વિવિધ મંતવ્યો, રજૂ કર્યા છે. અત્રે એ બધી ચર્ચાઓને કે એ પરત્વેના બધા સિદ્ધાંતોને વિગતથી વર્ણવવાનો કોઈ ઉપક્રમ નથી; કેમ કે ઘણા વિદ્વાનોએ એ વિશે ખૂબ ખૂબ ચર્ચા કરી છે. દા.ત. દે.રા.ભાંડારકર અને રાખાલદાસ બેનરજીએ એમના વિસ્તૃત નિબંધોમાં આ વિશે અતિ વિસ્તારથી સાધકબાધક સસંદર્ભમાં આ પ્રશ્નનું વિશ્લેષણ કર્યું છે તેમ જ એમણે પૂર્વાચાર્યોની દલીલો પણ ચકાસી છે.
છતાં, આમાંની કેટલીક દલીલોની ચર્ચા અહીં સહેતુક કરવી છે, જેથી તે તે દલીલોની નબળી કડીઓ દર્શાવી શકાય અને નવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવાની મોકળાશ હાથવગી થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org