________________
પરિશિષ્ટ પાંચ
૧૪૭
શકે. અને તેથી થોડીક ચર્ચા-વિગત પ્રસ્તુત છે. વોનોનીસ કે નહપાન ?
રાજા વોનોનીસ એ શક સંવતનો પ્રવર્તક હોવાની બાબત પહેલપ્રથમ પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ અભિવ્યક્ત કરેલી; પરંતુ અનુકાલમાં હાથ લાગેલાં નવાં સાધનોના સંદર્ભે એમણે પોતાનો અગાઉનો અભિપ્રાય રદ કરીને ક્ષહરાત ક્ષત્રપ નહપાન આ સંવતનો પ્રવતર્ક હોવાનો નવો સિદ્ધાંત રજૂ કર્યો". આ પરિવર્તિત વિચાર વિશે એમની મુખ્ય દલીલ એ હતી કે નહપાને શાતકર્ણિ ઉપર પ્રાપ્ત કરેલા વિજયની સ્મૃતિમાં એણે આ સંવત પ્રવર્તાવ્યો હતો અને એ કુષાણ રાજા કણિષ્કનો ઉપરાજ(સૂબો) હોઈ એણે એના માલિકના માનમાં એ સંવતને એનું નામ આપ્યું. નહપાન હોઈ શકે ?
ભગવાનલાલ ઇંદ્રજીનો શક સંવતનો પ્રવર્તક નહપાન છે એવો મત અધૂરી માહિતીના આધારે વ્યક્ત થયો હોવાનું જણાય છે અને તેથી પ્રસ્તુત કારણો ધ્યાનમાં રાખતાં એમનો મત સ્વીકાર્ય જણાતો નથી : (૧) એમને પ્રાપ્ત થયેલી ખોટી માહિતી એ છે કે નહપાને શાતકર્ણિ રાજાને હરાવ્યો અને વિજયની યાદમાં એણે સંવત શરૂ કર્યો. પરંતુ અસંદિગ્ધ હકીકત તો એ છે કે નહપાને શાતકર્ણિને નહીં પણ શાતકર્ણિ રાજાએ નહપાનને સીધી લડાઈમાં હરાવેલો. આથી ભગવાનલાલનું મંતવ્ય સ્વીકાર્ય રહેતું નથી. (૨) નહપાનના નાસિકના ગુફાલેખોમાં સમયદર્શક વર્ષ કોઈ એક સંવતનાં નહીં પણ એના રાજ્યકાળનાં છે એ પુરવાર હકીકત છે કેમ કે એના કોઈ અનુયાયીએ એનાં વર્ષ સળંગ રીતે વાપરવાં ચાલુ રાખ્યાં હોય એમ જાણવા મળતું નથી. (૩) કોઈ પણ સંજોગોમાં નહપાન કુષાણ રાજા કણિષ્કનો ઉપરાજ હોવાના કોઈ પુરાવા અદ્યાપિ પ્રાપ્ત થયા નથી. બલકે નહપાન સાર્વભૌમ સત્તા ધરાવતો સ્વતંત્ર રાજા હતો. (૪) કુષાણ રાજા કણિષ્ક શક જાતિનો ન હતો; તેથી જો નહપાને કણિષ્કના લેખોમાં સમયનિર્દેશક વર્ષોનું અનુકરણ કર્યું હોય (જો કે તે સંભવિત તો છે જ નહીં) તો તેણે શા વાસ્તે શક સંવત એવું નામ પસંદ કર્યું હોય એ સમજાતું નથી. એણે એના સ્થાને એના માલિકના વંશનું કે માલિકનું નામ સંવત સાથે સાંકળવું જોઈતું હતું. (૫) જો કે આ બધી કેવળ અટકળ જ છે; કેમ કે નહપાનના લેખોમાંના વર્ષને કોઈ જ જ્ઞાત સંવત સાથે સંલગ્નિત કરી શકાય તેમ નથી. આપણે અગાઉ આ વિશે (પ્રકરણ છમાં) અવલોકી ગયા તેમ એનાં ઉલ્લિખિત વર્ષ રાજ્યકાળનાં (regnal) છે. વોનોનીસ હોઈ શકે ?
દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે પંડિત ભગવાનલાલ ઇંદ્રજીના પ્રથમ વખતના મંતવ્ય સાથે સહમતી દર્શાવી વિગતે ચર્ચા કરીને વોનોનીસ શક સંવતનો પ્રવર્તક હતો એમ જણાવ્યું છે. કૃષાણ રાજા કણિખના ઉપરાજ હોવાને નાતે, ન તો ક્ષહરાત ક્ષત્રપ નહપાને કે ન તો કાઈમક ક્ષત્રપ ચાષ્ટને શક સંવત પ્રવર્તાવ્યો હોય એવી ભૂમિકા દર્શાવી ભાંડારકરે એમનો મત વ્યક્ત કર્યો છે. આ વાતે તેઓ બીજી દલીલ એ પ્રસ્તુત કરે છે કે જ્યાં સુધી કણિષ્ક શક જાતિનો છે એમ સાબિત ના થાય ત્યાં સુધી એ પોતે શક સંવતનો પ્રારંભક છે એવી દલીલો નિરર્થક નિવડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org