________________
પ્રકરણ સાત
આસપાસ ચાષ્ટન સત્તાધીશ હતો. આથી રુદ્રદામા ઈસ્વી ૧૪૦ પછી મહાક્ષત્રપનું પદ પામ્યો હોય. શક વર્ષ ૭૨(ઈસ્વી ૧૫૦)માં તો તે મહાક્ષત્રપ હતો એટલે એના મહાક્ષત્રપકાળની ઉત્તર મર્યાદ ઈસ્વી ૧૫૦ સુધી અને પ્રાયઃ એ પછી પણ થોડાંક વર્ષો લંબાવી શકાય. એના અનુગામીના રાજ્યઅમલનાં જ્ઞાત વર્ષો ઉપરથી રુદ્રદામાના શાસનકાળની ઉત્ત૨મર્યાદા વધુમાં વધુ શક વર્ષ ૧૦૦ (એટલે ઈસ્વી ૧૭૮) સુધીની સૂચવી શકાય. અર્થાત્ એણે ઈસ્વી ૧૭૮ સુધી સત્તા ભોગવી હોય. આમ, એણે ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે શક વર્ષ ૫૨થી શક વર્ષ ૧૦૦ સુધી૧૩ એટલે કે લગભગ પાંચ દાયકા સુધી શાસનની ધુરા હસ્તગત રાખી હોય.
૧૧૭
એનો રાજ્યવિસ્તાર : જૂનાગઢનો એનો શૈલલેખ એના રાજ્યવિસ્તારની ચોક્કસ માહિતી સંપડાવી આપે છે. એમાં નિર્દિષ્ટ પ્રદેશોમાં - પૂર્વ આક૨, પશ્ચિમ અવંતિ, અનૂપ, નીવૃત્ (નિમાડ), આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, મરુ, કચ્છ, સિંધ, સૌવીર, કુકુર, અપરાંત અને નિષાદનો સમાવેશ થાય છે. આ ઉપ૨થી રુદ્રદામાના રાજ્યનો વિસ્તાર અર્વાચીન સ્થળનામોના પરિપ્રેક્ષ્યમાં આમ હોઈ શકે : ઉત્તરે મુલતાન સુધી, દક્ષિણમાં અનૂપ (માહિષ્મતી) સુધી, તો પૂર્વમાં માળવા અને નિમાડ સુધી તેમ જ પશ્ચિમે સમુદ્રકાંઠા (એટલે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત) સુધી હતો. (જુઓ નકશો ૩).
એનું વ્યક્તિત્વ
જૂનાગઢનો એનો શૈલલેખ એનાં કારકિર્દી અને વ્યક્તિત્વને આલેખવામાં ઉપયોગી નિવડ્યો છે. આમાં આપેલા રુદ્રદામાના ચરિત્રચિત્રણના આધારે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં એ સહુથી મહાન, પ્રતાપી અને પ્રભાવશાળી હોવાનું ફલિત થાય છે. શૈલલેખના આધારે એની પ્રશસ્તિ આ અનુસાર આલેખી શકાય :
યશસ્વી પરાક્રમો : એણે માળવા, સિંધ અને કોંકણ જીત્યાં. આંધ્રના સાતવાહન રાજા શાતકર્ણને એણે બે વાર હરાવ્યો, પકડ્યો અને નજીકનો સંબંધી હોવાને કારણે છોડી મૂક્યો૪. પંજાબ, રાજસ્થાન અને ઉજ્જૈનના પ્રદેશો પ્રાપ્ત કર્યા. એની લશ્કરી કારકિર્દીનું યશસ્વી પ્રકરણ તે છે યૌધેયો ઉપ૨ના વિજયનું. ત્યારે યૌધેયોનું ગણરાજ્ય દેશ સમસ્તમાં પ્રબળ અને શક્તિસંપન્ન હતું અને આખાય દેશમાં એમનાં વીરત્વનાં વખાણ થતાં હતાં. એમના સિક્કા ઉપર ભાલાધારી યૌદ્ધાની આકૃતિ અને યૌધેય જળસ્થ નય: એવું લખાણ અંકિત કરેલું જોવું પ્રાપ્ત થાય છે૧૫. અત્યાર સુધી એમની સત્તાને કોઈ પડકારી શક્યું ન હતું, એટલે ઘમંડી સ્વભાવના બન્યા હતા. એમનું આ ઘમંડ રુદ્રદામાએ જબરદસ્તીથી એમને ઉખેડીને ઉતાર્યું હતું.
આ રીતે રુદ્રદામાએ ઘણાં રાજ્યો જીતી લઈ અને ઘણા રાજાઓ પાસે પોતાનું આધિપત્ય સ્વીકારાવી એણે જાતે પોતાની વીરતાની વાટે મહાક્ષત્રપનું બિરુદ ધારણ કર્યું : स्वयमधिगत
મહાક્ષત્રપનાના.........
ઉદાર ચરિત : એની શારીરિક શક્તિ જેટલી પ્રબળ હતી તેટલી જ એની માનસિક અને આત્મિક શક્તિ તેજસ્વી હતી. એનું શારીરિક સૌંદર્ય તેમ જ દેહસૌષ્ઠવ કાંતિમાન હતાં. ઘાટીલા શરીરવાળા આ રાજાને સ્વયંવર પ્રસંગે સંખ્યાતીત રાજકન્યાકાઓએ વરમાળા આરોપી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org