________________
૧૩૦
ક્ષત્રપકાલીન ગુજરાત દર્શાવવું શકય જણાતું નથી. હાલની ઉપલબ્ધ માહિતી અનુસાર ભર્તુદામા ચાખનકુળનો છેલ્લો મહાક્ષત્રપ અને વિશ્વસેન એ કુલનો છેલ્લો ક્ષત્રપ તથા છેલ્લો જ્ઞાત પુરુષ હોવાનું સ્પષ્ટ થાય છે.
અત્યાર સુધીના નિરૂપણથી આપણે કહી શકીએ કે ૧૩ મહાક્ષત્રપ રાજાઓ અને ૭ ક્ષત્રપ રાજાઓના સિક્કા ઉપલબ્ધ થયા છે. આમ, સામોતિકના કુળમાં ચાખનથી વિશ્વસેના સુધીના કુલ ૨૦ રાજાઓની માહિતી હાથવગી થાય છે, અને એ સહુએ લગભગ ૧૭૫ વર્ષ સુધી સત્તા સંભાળી ગુજરાતમાં પશ્ચિમી ક્ષત્રપોની રાજયસત્તાનો, કહો કે ગુજરાતમાંના શક રાજયનો, અભ્યદય પ્રવર્તાવ્યો હતો. પશ્ચિમી ક્ષત્રપો હવે અસ્તાચળે
ભદ્રંદામા પછી ચાખનકુળની રાજ્યસત્તામાં ભંગાણ સર્જાયું જણાય છે. એનો પુત્ર વિશ્વસેન મહાક્ષત્રપપદ પામ્યા પૂર્વે જ અવસાન પામે છે. ભર્તુદામા પછી તો મહાક્ષત્ર૫૫૮ રુદ્રસેન ૩જાના પિતા રુદ્રદામા રજા પાસે જોવા મળે છે. આથી, આ ગાળા દરમ્યાન મહાક્ષત્રપપદે કોઈ રાજા હોવાનું જાણવા મળતું નથી. જ્યારે ક્ષત્રપ ધારણ કરેલી ત્રણ વ્યક્તિઓ સત્તાસ્થાને જોવી પ્રાપ્ત થાય છે : વિશ્વસેન, રુદ્રસિંહ રજો અને યશોદામા રજો. આથી, એવું અનુમાની શકાય કે ભર્તુદામા પછી પશ્ચિમી ક્ષત્રપ રાજાઓની સત્તા અસ્તાચળ તરફ ઢળતી જોવાય છે. એની પછીના રાજાઓ માત્ર ક્ષત્રપ તરીકેના સિક્કાઓથી વિભૂષિત છે, જેથી તેઓ કોઈ અન્ય શક્તિશાળી સત્તાની અધીનતા હેઠળ હોવાનું અનુમાન કરવા પ્રેરાઈએ. પરંતુ યશોદામાં રજા પછીના શેષ રાજાઓના સિક્કાઓ કેવળ મહાક્ષત્રપ તરીકેના જ ઉપલબ્ધ થયા છે. આથી, આવું અનુમાન યોગ્ય જણાતું નથી. એક જ શાસકની પ્રથા
ભર્તુદામા પછીના રાજાઓ માત્ર ક્ષત્રપદ્ર તરીકે સત્તા ભોગવતા હતા અને અંત ભાગના શેષ શાસકો કેવળ મહાક્ષત્રપદ્ર તરીકે શાસનસ્થ હતા એ હકીકત ઉપલબ્ધ સિક્કાઓથી પ્રતીત થાય છે. અર્થાત્ એવું અનુમાની શકાય કે ભર્તુદામા-વિશ્વસેનના શાસનકાળ સાથે ચાખનવંશનો અસ્ત થતાં ક્ષત્રપ-મહાક્ષત્રપીય સંયુક્ત પ્રથાનો અંત આવ્યો હોય. એટલે કે તતુ પશ્ચાતુ બે નહીં પણ એક જ શાસકની પ્રથા વિદ્યમાન રહી હોય. આથી, એવું સૂચિત થાય છે કે જીવદામાના (એટલે પશ્ચિમી ક્ષત્રપોનું ત્રીજું કુળ) કુટુંબમાં (એટલે કે ક્ષત્રપોના ચોથા, પાંચમા અને છઠ્ઠા કુળ) એ એક સત્તાધીશને મહાક્ષત્રપ તરીકે ઓળખવામાં આવ્યા હોય. આમ, શક વર્ષ ૨૨૬ પછી, ૨૨૬થી એક જ શાસકની પ્રથા પ્રચલિત રહી હોવા સંભવે છે એટલે કે સંયુક્ત શાસકીય પ્રથાનો વર્ષ ૨૨૬થી અંત આવ્યો એ બાબત સંભવિત જણાય છે.
પાદનોંધ ૧. પાર્જિટર, ડાયનેસ્ટીઝ ઑવ ધ કલિ એજ, પૃષ્ઠ ૪૬, પાદનોંધ ૪૮ અને પ્રસ્તાવના પૃષ્ઠ ૨૫. ૨. કેટલાક વિદ્વાનો એના નામનો પ્રથમાક્ષર ધ્યા હોવાનું સૂચવીને એનું આખું નામ પ્લામતિ દર્શાવે
છે. પણ આંધી યષ્ટીલેખોમાંની લિપિના મરોડને ધ્યાનથી જોતાં પહેલો અક્ષર માં હોવાનું સ્પષ્ટ થાય છે અને તેથી તે નામ સામતિ છે એમ ફલિત થાય છે. ભૂડ સૌ પ્રથમ આ વિશે ધ્યાન દોર્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org