________________
પ્રકરણ સાત
૧૩૩
૩૨-૩૩. જુઓ અગાઉની પાદનોંધ ૨૩થી ૨૫. ૩૪. રુદ્રસિંહને ત્રણ પુત્રો હતો : રુદ્રસેન ૧લો, સંઘદામા અને દામસેન; છતાંય એના રાજયનો વારસો
એના અગ્રજ દામજદશ્રીના પુત્રોને મળે છે. અગાઉ આપણે અવલોકયું કે રુદ્રસિંહના મહાક્ષત્રપકાલ દરમ્યાન મદદનીશ ક્ષત્રપ તરીકે સત્યદામાં હતો, અને એ જ હોદા દરમ્યાન એનું અવસાન થયેલું. એની જગ્યાએ એના અનુજ જીવદામાની ક્ષત્રપપદે નિમણુક થાય એ પૂર્વે સંભવ છે કે રુદ્રસિંહ મૃત્યુ
પામ્યો હોય અને તેથી જીવદામાં સીધો જ મહાક્ષત્રપપદનો અધિકારી બન્યો હોય. ૩૫. આ વર્ષ ૨૩૨ છે એવું વાચન એ કલેકશન ઑવ પ્રાકૃત સંસ્કૃત ઇસ્ક્રિશન્સના (પ્રકાશિત સંસ્થા
ભાવનગર પુરાવવસ્તુવિદ્યા વિભાગ) સંપાદકે પ્રસ્તુત કરેલું (પૃષ્ઠ ૨૩). તદનુસાર ગિરજાશંકર વલ્લભજી આચાર્યે પણ ગુઐલે., (ભાગ ૧)માં આ જ વર્ષ નોંધ્યું છે (પૃષ્ઠ ૧૮). પરંતુ આ વાંચનમાં દોષ રહેલો જણાય છે. રેપ્સન (કેટલૉગ., ફકરો ૧૦૨) અને ભૂંડર્સે (એઇ., પુસ્તક ૧૦, નંબર ૯૬૨) આ વર્ષ ૧૨૨ (૨૩૨ નહીં) છે એમ અનુમાન્યું છે. આથી આ લેખમાં જણાવેલો રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસેન તે ગઢાના લેખમાં નિર્દેશિત રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રદામાનો પૌત્ર તથા રાજા મહાક્ષત્રપ સ્વામી રદ્રસિંહનો પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી રદ્રસેન એટલે કે રદ્રસેન ૧લો હોવાનું
નિશ્ચિત થાય છે. ૩૬. મૂલવાસરનો લેખ (ગુઐલે., ભાગ ૧, નં. ૧૧) અને ગઢાનો લેખ (એજન, નં. ૮). ૩૭. છાબા શાસ્ત્રી, એઈ., પુસ્તક ૨૮, પૃષ્ઠ ૧૭૪થી. ૩૮. વધુ વિગત વાસ્તે જુઓ.આ ગ્રંથમાં પરિશિષ્ટ ચાર. ઉપરાંત આ ગ્રંથલેખકનો લેખ “કથિક : રાજાઓ
અને સંવત', વિદ્યા (ગુજરાત યુનિવર્સિટીનું મુખપત્ર), પુસ્તક ૧૧, નંબર ૧, પૃષ્ઠ ૧૦૩થી. ૩૯. પ્રસ્તુત લેખમાં જયદામા સિવાય રુદ્રસેનના ત્રણેય પૂર્વજોને આ બિરુદ વધારાનું અર્પણ કરેલું જણાય
છે. જયદામાં તો ક્ષત્રપપદ દરમ્યાન જ અવસાન પામેલો તેથી તેના નામ આગળ આ બિરુદ નથી. આથી, એવું ફલિત થાય છે કે મદg બિરુદ માત્ર પુરોગામીઓ માટે અને પુરોગામીઓમાં મહાક્ષત્રપો
માટે પ્રયોજાયું જણાય છે. ૪૦. આસઇરી., ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૧૩૬. ૪૧. વાગુએ., પૃષ્ઠ ૫૧ અને એઈ, પુસ્તક ૨૦, પૃષ્ઠ ૩૭. ૪૨. કોંહિઇ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૮૭. ૪૩. દા.ત. સાતવાહન રાજા વાસિષ્ઠીપુત્ર પુલુમાવિની પત્ની પણ પિતૃકુળનો સગૌરવ નિર્દેશ કરે છે | (ઇએ., પુસ્તક-૧૨, પૃષ્ઠ ૨૭૩). ૪૪. પ્રિવેમ્યુબુ, નંબર ૩-૪, પૃષ્ઠ ૫૭. ૪૫. વાગુએ., પૃષ્ઠ પર અને પ્રદહિકોં., ૧૯૪૦, પૃષ્ઠ ૧૦૦. ૪૬. આસઈરી.૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૩૨. પરંતુ રાજકોટના વૉટસન મ્યુઝિયમમાં સંઘદામાનો એક સિક્કો
વીસમી સદીના સાઠના દાયકાના પૂર્વાર્ધમાં ઉપલબ્ધ નહીં હોવાની ખાતરી આ ગ્રંથલેખકને છે. આથી
તેમ જ એના પુરોગામી-અનુગામીના સિકકાઓ ઉપરનાં વર્ષથી પણ આ સૂચન સ્વીકાર્ય રહેતું નથી. ૪૭, પ્રિવેમ્યુબુ, નંબર ૩-૪, પૃષ્ઠ ૫૭. ૪૮. વર્ષ ૧૫૮ પછી એણે વધુ સમય રાજ્ય કર્યું નહીં હોય એમ જણાવી રેપ્સને એવું સૂચન કર્યું છે કે
વર્ષ ૧૫૮થી ૧૬૧ના સમયગાળામાં આભીર રાજા ઈશ્વરદત્તે ક્ષત્રપો પાસેથી સત્તા છીનવી લીધી હોય (ટલૉગ., ફકરો ૧૦૫). પરંતુ રેપ્સનનું સૂચન યોગ્ય નથી (જુઓ : રસેશ જમીનદાર, “રાજા મહાક્ષત્રપ
ઈશ્વરદત્તનો સમયનિર્ણય', સ્વાધ્યાય, વર્ષ ૫, પૃષ્ઠ ૧૦૬થી અને આ ગ્રંથમાં પરિશિષ્ટ આઠ). ૪૯. જુઓ પાદનોંધ ૪૭. ઉપરાંત જુઓ પાદનોંધ ૪૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org