________________
૧૩૬
ક્ષત્રપકાલીન ગુજરાત
જણાય છે પણ શેષ ત્રણ કુળના સંબંધો વિશે એકેય બાજુથી કશુંય ચોકસાઈથી કહી શકાય એવી સામગ્રી કે પુરાવા પ્રાપ્ત થયા નથી. પરંતુ આ બધા જ શાસકોના સિક્કાઓમાં નિર્દિષ્ટ સળંગ મિતિ એક જ સંવતની હોઈ તેમ જ સળંગ વર્ષનિર્દેશમાં ધ્યાનાર્હ કોઈ ગાબડું જોવા મળતું ન હોઈ આ ભિન્ન કુળોના શાસકો પશ્ચિમી ક્ષત્રપો હતા તે હકીકત છે. વળી રાજાઓનાં નામસામ્ય પણ ચાન કુળ સાથે કશોક સંબંધ ધરાવતા હશે પણ તે પરત્વેના કોઈ સાધકબાધક પુરાવા અદ્યાપિ હાથ લાગ્યા નથી. પરંતુ સંજોગવશાત્ આ ચારેય કુટુંબમાં પ્રત્યેકમાં ફક્ત બબ્બે શાસકોએ રાજ્ય કર્યું છે એ બાબત પણ ધ્યાનાર્હ ગણાય.
ત્રીજું ક્ષત્રપકુળ સ્વામી જીવદામા
આ વ્યક્તિની માહિતી એના પુત્ર રુદ્રસિંહ રજાના સિક્કા ઉપરના નિર્દેશથી પ્રાપ્ત થઈ છે. ચાષ્ટનના પિતા સામોતિકની જેમ સિક્કાઓમાં એને ર નાક્ષત્રપ કે રીના મહાક્ષત્રપ જેવાં બિરુદથી દર્શાવાયો નથી, માત્ર સ્વામીનું વિશેષણ એના નામની પૂર્વે જોવું પ્રાપ્ત થાય છે. આથી, એણે રાજ્ય ન કર્યું હોવાનું સૂચવાય છે. વળી, ભર્તુદામાના પુત્ર વિશ્વસન પછી સ્વામી જીવદામાનો પુત્ર રુદ્રસિંહ ગાદીએ આરોહિત થયેલો હોવાનું સિક્કાઓથી સ્પષ્ટ થાય છે; કેમ કે ઉભયના સિક્કાઓ ઉપર વર્ષ ૨૨૬ નોંધાયું હોવાનું જોવા મળે છે. એટલે કહી શકાય કે સ્વામી જીવદામાએ રાજ્ય કર્યું ન હતું.
આપણે અવલોક્યું તેમ આ કુળના રાજાઓની ચાખનકુળ સાથેના પૈતૃક કે અન્યથા કોઈ સંબંધોની વિગતો હાથવગી થઈ નથી. રેસન એવું સૂચવે છે કે જીવદમાનું સ્વામી બિરુદ અને સામાન્ત પદવાળું વિશેષનામ ચાખનકુળ સાથે એનો નજીકનો સંબંધ દર્શાવે છે. સ્વામી જીવદામા કદાચ ભર્તીદામાનો ભાઈ હોવાની અટકળ એમણે અભિવ્યક્ત કરી છે. ભગવાનલાલ ઇંદ્રજીનું માનવું છે કે તેઓ ચાન્ટન રાજકુટુંબની કોઈ નાની શાખાના નબીરા હોવા જોઈએ. રુદ્રસિંહ રજો
ત્રીજા ક્ષત્રપકુળનો એ સ્થાપક હોવાનું સૂચવાય છે. એના ચાંદીના બધા જ સિક્કા માત્ર ક્ષત્રપના જ હાથ લાગ્યા છે અને વર્ષ ૨૨૬થી ૨૩૭ સુધીના લગભગ પ્રત્યેક વર્ષના છે. આથી, એણે અગિયારેક વર્ષ સત્તા સંભાળી હોવાનું સૂચવાય છે. મહાક્ષત્રપ તરીકેના એના સિક્કા અદ્યાપિ પ્રાપ્ત થયા નથી. આપણે અગાઉ અવલોકયું તેમ એક શાસકની પ્રથાના આરંભને કારણે પણ આમ હોવા સંભવે છે. યશોદામા રજો
આ રાજાના પણ કેવળ ક્ષત્રપદ્રના જ સિક્કા મળ્યા છે. એના સિક્કાઓ વર્ષ ૨૩૭થી ૨૫૪ સુધી (વર્ષ ૨૪૮ અને ૨૫૧ સિવાયના) લગભગ પ્રત્યેક વર્ષના મળ્યા છે. એના પુરોગામીના સિક્કામાંનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૩૭ હોઈ એણે આ વર્ષના ઉત્તરભાગે સત્તા સંભાળ્યાનું સ્પષ્ટ થાય છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં ક્ષત્રપ તરીકે સિક્કા પડાવનાર આ રાજા પ્રાયઃ છેલ્લો છે; કેમ કે હવે પછી બધા જ રાજાઓના મહાક્ષત્રપ તરીકેના જ સિક્કા હાથ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org