________________
પ્રકરણ આઠ
૧૩૭
આપણે અગાઉ નોંધ્યું તેમ આ રાજાના શાસનત પછી ક્ષત્રપ તરીકેના સિક્કા મળતા ના હોઈ એના શાસનકાળની નીચલી મર્યાદા નિર્ણિત કરવી મુશ્કેલ છે. એના અનુગામીના મહાક્ષત્રપ તરીકેના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૨૭૦ છે, જે રુદ્રસેન તૃતીયનું છે. આ રાજા રુદ્રસેનનો પિતા રુદ્રદામા મહાક્ષત્રપ તરીકે સત્તારૂઢ થયો હતો. એનો સત્તાકાલ આશરે પંદરેક વર્ષનો ગણીએ, અર્થાત્ શક વર્ષ ૨૧પથી ૨૭૦ સુધીનો, તો યશોદામાનું રાજય શક વર્ષ ૨૫૪ની આસપાસ કે નજીકમાં પૂરું થયું હોવા સંભવે. આમ, એણે લગભગ અઢારેક વર્ષ રાજગાદી ભાગવી હશે. એના અવાસન સાથે પ્રાયઃ ત્રીજા ક્ષત્રપકુળનો અંત આવ્યો દર્શાવી શકાય.
ચોથું ક્ષત્રપકુળ સ્વામી રુદ્રદામા રજો
આ રાજાના શાસનસમયથી હવે બધી જ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ એમના નામની પૂર્વે સ્વામી વિશેષણ પ્રયોજે છે. સ્વામી રુદ્રદામાં આ ચોથા ક્ષત્રપકુળના સ્થાપક રાજા છે. જો કે એનો પોતાનો એકેય સિક્કો અદ્યાપિ હાથ લાગ્યો નથી. પરંતુ એના પુત્ર રુદ્રસેનના સિક્કાઓ એના વિશે જાણકારી આપે છે. આ સિક્કાઓ રુદ્રદામાને મહાક્ષત્રપ તરીકે ઓળખાવે છે. એટલે ચાખનવંશીય મહાક્ષત્રપ ભર્તુદામા પછી ઘણા લાંબા સમયે મહાક્ષત્રપાદનો પ્રયોગ થયેલો જોવો પ્રાપ્ત થાય છે. આથી, એવું અનુમાની શકાય કે રુદ્રદામાએ ગાદી જરૂર હસ્તગત કરી હશે.
એના સિક્કાઓની અનુપલબ્ધીને લઈને એનો શાસનકાળ નિશ્ચિત થતો નથી, પરંતુ એના પુરોગામી-અનુગામી રાજાઓના સિક્કા ઉપરનાં જ્ઞાત વર્ષોથી એનો સંભવિત સત્તાકાલ સૂચિત થઈ શકે છે. એના પુરોગામી ભર્તુદામાના મહાક્ષત્રપકાલના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૫૪ છે. વર્ષ ૨૨૬થી ૨૫૪ દરમ્યાન મહાક્ષત્રપનું પદ લુપ્ત રહ્યું અને એ પછી મહાક્ષત્રપનું પદ પુનઃ સ્થાપિત થયું ત્યારે ક્ષત્રપનું પદ સમૂળે લુપ્ત થયું એ હકીકત આપણે અગાઉ નોંધી છે. આ સંભવ સ્વીકારીએ તો આથી એવું અનુમાન થઈ શકે કે શક વર્ષ ૨૫૪ની આસપાસ રુદ્રદામાના શાસનની પૂર્વ મર્યાદા સૂચવી શકાય. એના અનુગામી રુદ્રસેન ૩જાના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૨૭૦ હોઈ રુદ્રદામાના રાજયની ઉત્તરમર્યાદા મોડામાં મોડી સંભવતઃ ૨૭૦ સુધીની મૂકી શકીએ. તદનુસાર એણે વર્ષ ૨૫૪થી ૨૭૦ સુધીમાં સોળેક વર્ષ રાજ્ય કર્યું હોવાનો સંભવ પ્રસ્તુત થઈ શકે. સ્વામી રુસેન ૩જો
તે બહુ મોટી સંખ્યામાં આ શાસકના ચાંદીના અને સીસાના સિક્કા મળી આવ્યા છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સૌથી વધુ સંખ્યામાં આ રાજાના સિક્કા હાથ લાગ્યા છે. એના ચાંદીના સિક્કા મહાક્ષત્રપ તરીકેના છે. અગાઉ અવલોક્યું તેમ ભર્તુદામા-વિશ્વસેન પછી એક જ શાસકની પ્રથા હોઈ રુદ્રસેનના ક્ષત્રપીય સિક્કા મળવાનો કે એણે પિતાના મહાક્ષત્રપકાલ દરમ્યાન ક્ષત્રપપદ સંભાળ્યું હોવાનો મુદ્દો ઉદ્ભવતો નથી. એટલે એ એના પિતા પછી ગાદીએ આવ્યો હોય તે વધારે સંભવિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org