________________
પ્રકરણ આઠ
૬. આ પછી ક્ષત્રપીય સિક્કા મળતા નથી. પરંતુ કલકત્તા સંગ્રહાલયમાં એક ક્ષત્રપ સિક્કા ઉપર બી.એન મુખરજીએ વર્ષ ૨૭૦ વાંચ્યું છે. (જન્યુસોઇ., પુસ્તક ૨૬, પૃષ્ઠ ૨૩૩થી, પટ્ટ ૪, નંબર ૩). પરંતુ એમણે પ્રકાશિત કરેલા સિક્કાનો ફોટોગ્રાફ સ્પષ્ટ ના હોઈ એમના વાંચન વિશે કોઈ નિશ્ચિત અભિપ્રાય આપવાનું શક્ય નથી.
સંભવ છે કે આ પાંચ વર્ષના ગાળા દરમ્યાન કોઈ રાજકીય કટોકટી થઈ હોય. જાયસ્વાલના મત મુજબ ગુપ્ત રાજવી સમુદ્રગુપ્તે ક્ષત્રપ પ્રદેશ ઉપર આક્રમણ કર્યું હોય. પરંતુ અલાહાબાદની એની પ્રશસ્તિમાં એનાં યુદ્ધોનું વર્ણન છે તેમાં ક્ષત્રપો ઉપરની ચડાઈનો નિર્દેશ નથી. આથી અળતેકર જાયસ્વાલનું મંતવ્ય સ્વીકારતા નથી. (વાગુએ., પૃષ્ઠ ૬૧થી).
૭.
૧૪૩
બીજી એક દલીલ એ છે કે સમકાલીન સાસાની રાજા શાપુર ૨જાએ ઈસ્વી ૩૫૬-૫૭માં (શક વર્ષ ૨૭૮-૭૯માં) પૂર્વમાં ચડાઈ કરી હોય અને એણે રુદ્રસેન ૩જાના અમલનો કામચલાઉ અંત આણ્યો હોય. પરંતુ ગુજરાતમાંથી સાસાની સિક્કા મળ્યા નથી. આથી, આ સંભવ યોગ્ય જણાતો નથી. (એજન, પૃષ્ઠ ૬૨).
ત્રીજું એક સૂચન એવું થયું છે કે અલાહાબાદની સમુદ્રગુપ્તની પ્રશસ્તિમાં નિર્દિષ્ટ આર્યવર્તનો રાજા રુદ્રદેવ કાં તો રુદ્રદામા ૨જો કે રુદ્રસેન ૩જો હોય (સરકાર, પ્રઇહિકાઁ., પુસ્તક ૭, પૃષ્ઠ ૭૮). પરંતુ આ બધા જ સંભવો અપેક્ષિત પુરાવા ના મળે ત્યાં સુધી ઉપકારક જણાતા નથી.
૮. કેટલૉગ., ફકરો ૧૨૭.
૯. એજન, ફકરો ૧૨૮.
૧૦. ગિ.વ.આચાર્યે સોનેપુર નિધિમાંના બે સિક્કા રુદ્રસેન ૩જાના વર્ષ ૩૧૦ અને ૩૧૨ના નોંધ્યા છે (ન્યુમિઝમૅટિક સપ્લીમેન્ટ, નંબર ૪૨, પૃષ્ઠ ૯૬). પરંતુ એમનું આ વાચન સંદિગ્ધ હોવાનું પરમેશ્વરીલાલ ગુપ્તએ પ્રતિપાદિત કર્યું છે. (ભારતીય વિદ્યા, પુસ્તક ૧૮, પૃષ્ઠ ૮૪, પાદનોંધ ૭). ૧૧. મુંબઈ સ્થિત સિક્કા સંગ્રાહક સદાશંકર શુક્લના સંગ્રહમાં આ સિક્કો છે અને આ ગ્રંથલેખકે તે ઉપર વર્ષ ૩૨૦ નિર્દિષ્ટ હોવાનું સહુ પ્રથમ વખત ધ્યાન દોર્યું હતું (રસેશ જમીનદાર, ‘પશ્ચિમી ક્ષત્રપોની સાલવારી', સ્વાધ્યાય, પુસ્તક ૫, પૃષ્ઠ ૪૯૮ અને આ ગ્રંથમાં પ્રકરણ પાંચ, તેમ જ હવે પછી પાદનોંધ ૧૪).
૧૨. જુઓ : દિલીપ રાજગોર, ફ્રેશ લાઈટ ઑન ધ સોશ્યો-પોલિટિકલ હિસ્ટરી ઑવ ધ વેસ્ટર્ન ક્ષેત્રપ્સ',
સામીપ્ય, પુસ્તક ૧૯, નંબર ૧-૨, ૨૦૦૨, પૃષ્ઠ ૧૬થી ૨૩. આ લેખમાં જૂનાગઢ જિલ્લાના એક ગામેથી પ્રાપ્ત ક્ષત્રપોના સિક્કાનિધિ વિશે વિગતે ચર્ચા કરી છે. આમાંના ઘણા સિક્કાઓ વેચાઈ ગયા અને ખાનગી સંગ્રાહકો પાસે પહોંચી ગયા, જેની કોઈ માહિતી નથી. પણ સદ્ભાગ્યે થોડાક સિક્કા સદાશંકર શુક્લના હાથમાં આવ્યા, જેના આધારે રાજગોરે આ લેખ લખ્યો છે.
૧૩. કેટલૉગ., ફકરો ૧૨૯.
૧૪. રસેશ જમીનદાર, એ નોટ ઑન એન અનનોટિચ્ડ વૅસ્ટર્ન ક્ષત્રપ કૉઇન', જન્યુસોઇ., પુસ્તક ૩૦, પૃષ્ઠ ૧૯૮થી.
૧૫. આથી, પશ્ચિમી ક્ષત્રપોનું રાજ્ય ઈસ્વી ૪૧૫ના પૂર્વભાગે અસ્તાઅળે ગયું હોય; કેમ કે ગુપ્ત સમ્રાટ કુમારગુપ્તના સિક્કા ગુજરાતમાંથી મળ્યા છે અને એનો શાસનકાળ ઈસ્વી ૪૧૫થી ૪૫૫નો અનુમાનાયો છે. (જુઓ ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૧૯૪, પાદનોંધ ૧૦ અને ૧૧).
૧૬. અહીં એક મુદ્દો, જૂનાગઢ જિલ્લામાંથી પ્રાપ્ત ઉક્ત ક્ષત્રપોના સિક્કાનિધિ સંદર્ભે, નોંધવો જરૂરી છે (જુઓ ઉપર્યુક્ત પાદનોંધ ૧૨). આ નિધિમાંથી અદ્યાપિ અજ્ઞાત એવા એક રાજા ફન્દ્રના સિક્કા બે પ્રકારના હાથ લાગ્યા છે; મહાક્ષત્રપ સ્વામી ફન્દ્રના બાર જેટલા, અને સ્વામી ફ્ન્દ્રના પચીસેક જેટલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org