________________
૧૪૨
ક્ષત્રપકાલીન ગુજરાત શ્રી શર્વના સિક્કાઓ માત્ર સાણંદમાંથી મળ્યા છે અને તેથી તે ગુજરાતનો રાજા હોવાનું મંતવ્ય અને ક્ષત્રપોને હરાવી સોળસત્તર વર્ષ રાજય કર્યું હોવાનું સૂચન તાર્કિક જણાતું નથી. કુમારગુપ્ત શ્રી શર્વને હરાવ્યો હોય કે ક્ષત્રપોનું રાજય હસ્તગત કર્યું હોય એવા કોઈ સાપેક્ષ આધાર પુરાવા મળ્યા નથી, એક જ સ્થળેથી પ્રાપ્ત શ્રી પર્વના સિક્કાઓ પ્રશ્નાર્થ બની રહે છે. એનું પ્રમાણ પણ કુમારગુપ્તના સિક્કા કરતાં ઘણું ઓછું છે. એટલે અત્યારે તો ઈસ્વી ૪૧૫માં ક્ષત્રપોના રાજયનો અંત આવ્યો અને તે વર્ષના ઉત્તરભાગે કુમારગુપ્તની સત્તા સ્થાપઈ એવું અનુમાન થઈ શકે.
૩.
પાદનોંધ ૧. કેટલૉગ., ફકરો ૧૧૯. પરંતુ રેસનનું આ સૂચન સ્વીકાર્ય રહેતું નથી; કેમ કે જો સ્વામી જીવદામા
ભર્તુદામાનો ભાઈ હોય તો ક્ષત્રપકુળના રાજગાદીના સંભવિત ક્રમ મુજબ એને ક્ષત્રપપદ અવશ્ય મળવું જોઈતું હતું. પરંતુ સિક્કાઓનાં અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે ક્ષત્રપપઃ તો ભર્તુદામાના પુત્ર
વિશ્વસેનને અને તે પછી સ્વામી જીવદામાના પુત્ર રુદ્રસિંહ રજાને મળે છે. ૨. જરૉએસો., ૧૮૯૦, પૃષ્ઠ ૬૬૦. ભગવાનલાલના આ મંતવ્ય માટે કોઈ સાપેક્ષ પુરાવા પ્રાપ્ત થયા
જણાતા નથી અને તેથી તે સ્વીકારી શકાય તેમ નથી. રાયચૌધરી અહીં એવું એક સૂચન કરે છે કે આ વખતે (શક વર્ષ ૨૫૪ અને ૨૭૦ વચ્ચે) સાસાની રાજાઓએ આક્રમણ કર્યું હોવા સંભવે. (પોહિએઇ., પૃષ્ઠ ૨૪૮. આ ઉપરાંત આવા જ સંભવ વિશે જે.એન.બેનરજીના મત વિશે જુઓ પ્રકરણ સાત, પાદનોંધ પ૯). અળતેકર જો કે સાસાની આક્રમણનું સૂચન સ્વીકારતા નથી. (અગાઉ તેઓએ આથી વિપરીત વિધાન કરેલું છે. જુઓ પ્રકરણ સાત પાદનોંધ પ૯). અળતેકર આ બાબતે એવું દર્શાવે છે કે આ ગાળા દરમ્યાન (ઈસ્વી ૩૩૨થી ૩૪૮) સાસાની રાજા શાપુર રજાને ઈસ્વી ૩૩૭થી ૩૩૮માં રોમ સાથેના સમરાંગણમાં સંડોવાવું પડ્યું હતું. વળી, ગુજરાતમાંથી સાસાની વંશના રાજાઓના સિક્કા અદ્યાપિ પ્રાપ્ત થયા નથી. ઉપરાંત રુદ્રસિંહ કે યશોદામાના સિક્કા ઉપર સાસાની સિક્કાની અસર વર્તાતી નથી. (લાગુએ., પૃષ્ઠ ૫૮). અળતેકરના મતે આ આક્રમણ વાકાટક રાજાઓનું હોવું જોઈએ. આ વંશમાં પ્રવરસેન ૧લો એક જ એવો રાજા હતો, જેણે સમ્રાટ ઉપાધિ ધારણ કરી હતી, અને વિજયોની પરંપરામાં સ્મૃતિ તરીકે ચાર અશ્વમેઘ યજ્ઞો પણ આયોજિત કર્યા હતા. વળી, એના પિતા વિધ્યશક્તિએ માળવામાંથી ક્ષત્રપોને હાંકી કાઢ્યા હતા. એટલે એમણે પશ્ચિમમાં પોતાની સત્તાને વિસ્તારના પશ્ચિમ ભારતીય ક્ષત્રપ રાજા ભર્તુદામાને હરાવવામાં રદ્રસિંહને સહાય કરી હોવા સંભવે; નહીં તો રુદ્રસિંહ અને યશોદામાં માત્ર ક્ષત્રપપદ ધારણ કરી સંતોષ માને એ માની શકાતું નથી (એજન, પૃષ્ઠ ૫૮-૫૯). અળતેકરના આ સૂચનના સંદર્ભમાં એટલું ધ્યાન દોરવું યથાર્થ રહે છે કે આ સમય દરમ્યાન પશ્ચિમી ક્ષત્રપોમાં વારસાગત બાબતે એક જ શાસકની પ્રથા પ્રચલિત હતી. આથી, ક્ષત્રપ કે મહાક્ષત્રપ પદનો
પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી અને તેથી તેમનું સૂચન સ્વીકાર્ય બનતું નથી. ૪. ચાખનકુળના આરંભમાં ચારેક રાજાઓનાં નામની પૂર્વે અને ત્યાર પછીના કુળના એક રાજાની પૂર્વે
સ્વામિનું બિરુદ જોવા મળે છે. ૫. અળતેકર આ વાતે એવું સૂચન દર્શાવે છે કે ઈસ્વી ૩૩પમાં વાકાટક નરેશ પ્રવરસેન પહેલાની સત્તા
નબળી પડતાં રુદ્રદામાં રજો એના પુત્રને હરાવી મહાક્ષત્રપપદે આરૂઢ થયો હોવો જોઈએ (વાડુએ., પૃષ્ઠ ૬૧). પ્રસ્તુત વાકાટકોની ગુજરાત ઉપર સત્તા હોવાના સાપેક્ષ પુરાવા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આ મંતવ્ય સ્વીકારાય નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org