________________
ક્ષત્રપકાલીન ગુજરાત
શાસન કર્યું કહેવાય. એનો સત્તાકાલ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હતો એમ સૂચિત થાય છે એના સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયેલા સિક્કાઓની પ્રાપ્તિથી.
૧૨૮
એના રાજ્યકાળ દરમ્યાન કોઈ શાસકના ક્ષત્રપ તરીકેના સિક્કા હાથ લાગ્યા નથી. આથી, એવી અટકળ થઈ શકે કે એ યુવાનવયે અકાળે અવસાન પામ્યો હોય, જેથી એ પોતાના ઉત્તરાધિકારીની નિમણૂક કરી શક્યો નહીં હોય. એના અગ્રજોના અલ્પકાળને ધ્યાનમાં રાખતાં એમ કહી શકાય કે એ મહાક્ષત્રપપદે આવ્યો ત્યારે જુવાન હશે અને તેથી તેને પોતાનો વારસદાર કે અનુગામી ક્ષત્રપ નીમવાની આવશ્યક્તા જણાઈ નહીં હોય. એના પછી એનો અનુજ દામજદશ્રી ગાદીએ આવ્યો.
દામજદશ્રી જો
આ રાજાના માત્ર મહાક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૧૭૨થી ૧૭૭ સુધીના હાથ લાગ્યા છે; તેથી એ વિજયસેનના અનુગામી તરીકે વર્ષ ૧૭૨ના ઉત્તર ભાગમાં ગાદી-આરૂઢ થયો હોવાનું સૂચિત થાય છે. એના અનુગામીના વર્ષ ૧૭૭ના સિક્કાઓથી સ્પષ્ટ થાય છે કે એ વર્ષ ૧૭૭ના પૂર્વભાગ દરમ્યાન અવસાન પામ્યો હોય. આ રાજા વિશે વધુ કોઈ માહિતી મળતી નથી. રુદ્રસેન ૨જો
દામજદશ્રી ૩જાના જ્યેષ્ઠ બંધુ ક્ષત્રપ વીરદામાના પુત્ર રુદ્રસેનના વર્ષ ૧૭૭થી ૧૯૯ સુધીના લગભગ પ્રત્યેક વર્ષનાપ મહાક્ષત્રપ તરીકેના સિક્કા ઉપલબ્ધ થયા હોઈ દામજદશ્રીના અનુગામી તરીકે એ સીધો જ મહાક્ષત્રપપદ પામ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. એના અનુગામી રાજા મહાક્ષત્રપ વિશ્વસિંહના સિક્કા વર્ષ ૨૦૦થી મળતા હોઈ રુદ્રસેન વર્ષ ૧૯૯ના અંતભાગમાં બાવીસેક વર્ષ શાંતિભર્યું રાજ્ય કરીને અવસાન પામ્યો જણાય છે.
એના દીર્ઘશાસનસમય દરમ્યાનની કોઈ વિશેષ માહિતી મળતી નથી. એના સત્તાકાલના ઉત્તરભાગમાં એના પુત્ર વિશ્વસિંહને ક્ષત્રપ તરીકે સત્તારૂઢ થયેલો જોઈએ છીએ. રુદ્રસેનને કોઈ અનુજ ન હોઈ એનો રાજ્યાધિકા૨ી એના જ્યેષ્ઠ પુત્ર વિશ્વસિંહને પ્રાપ્ત થયો હતો. વિશ્વસિંહ
ક્ષત્રપપદ તરીકેના એના સિક્કા ઉપરનું વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૧૯૦ છે. આ વર્ષ પૂર્વેના તેમ જ વર્ષ ૧૯૯ સુધીના (એકાદ અપવાદને બાદ કરતાં જુઓ પાદનોંધ ૫૭) ક્ષત્રપ તરીકેના કોઈ અન્ય શાસકના સિક્કાઓ મળતા ન હોઈ વિશ્વસિંહ વર્ષ ૧૯૦ પૂર્વે પણ ક્ષત્રપ તરીકેની સત્તા હાંસલ કરી ચૂક્યો હોય. એના વર્ષ ૧૯૧થી ૧૯૬ સુધીના છ વર્ષના એના સિક્કા હજી હાથ લાગ્યા નથી. હા, વર્ષ ૧૯૭-૯૮ અને ૧૯૯ના એકેક સિક્કા સર્વાણિયાનિધિમાં જોવા મળે છે. એના સિક્કા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૦૦ છે અને એના અનુગામીના ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૦થી ઉપલબ્ધ થયેલા હોઈ વિશ્વસિંહ એ જ વર્ષના ઉત્તરભાગે મહાક્ષત્રપપદે પહોંચ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. એના મહાક્ષત્રપ તરીકેના વર્ષ ૨૦૦ અને ૨૦૧ના સિક્કાઓ આ બાબતનું સમર્થન કરે છે. એના અનુજ ભતૃદામાના ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૪થી મળતા હોઈ એવું અનુમાન થઈ શકે કે વિશ્વસિંહ ૨૦૪ સુધી મહાક્ષત્રપપદે રહ્યો હોવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org