________________
૧૨૬
ક્ષત્રપકાલીન ગુજરાત પરમેશ્વરીલાલ ગુપ્ત આ પરત્વે એવું મંતવ્ય દર્શાવે છે કે રુદ્રસેને પોતાના અનુજને ક્ષત્રપપદ આપવાને સ્થાને પોતાના પુત્રને આપ્યું. પરિણામે ગાદી માટેના સંઘર્ષમાં સંઘદામાના હાથે પિતા-પુત્રએ જાન ગુમાવ્યા હોય. જો કે આ અટકળના અનુસંધાને અન્ય સબળ પુરાવા એમણે પ્રસ્તુત કર્યા નથી. સંભવ છે કે ગાદી વાતે આવી કોઈ લડાઈ જ ના થઈ હોય. પણ દુર્ભાગ્યવશ રુદ્રસેન અને પૃથિવીષેણ એક જ વર્ષે કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય. પૃથિવીષણ અપુત્ર મરણ પામ્યો હોય એવું પણ સંભવે, આથી, અન્યથા કોઈ અટકળ કરવી મુશ્કેલ છે. સંઘદામા
રુદ્રસેન-પૃથિવીષેણના અવસાનને કારણે સંઘદામા છેક વર્ષ ૧૪૪માં કાયદેસર રીતે વારસદાર તરીકે સીધો જ મહાક્ષત્રપનું પદ પ્રાપ્ત કરે છે; કેમ કે એના ક્ષત્રપપદના સિક્કા ઉપલબ્ધ થયા જ નથી. એના સિક્કાઓ પણ બે જ વર્ષના-વર્ષ ૧૪૪ અને ૧૪પના હાથ લાગ્યા છે. આથી, સંઘદામાના અતિ અલ્પ શાસનકાલના સંદર્ભમાં અળતેકર એવું સૂચન કરે છે કે અજમેર-ઉદેપુર પ્રદેશના માલવો સાથેના સંઘર્ષમાં એ માર્યો ગયો હોય. જો કે એમના આ સૂચનને કોઈ સાપેક્ષ પુરાવો પ્રાપ્ત ન હોઈ એ સ્વીકાર્ય બનતું નથી.
રાજકોટ વૉટ્સન મ્યુઝિયમમાં સંઘદામાનો વર્ષ ૧૪૯નો સિક્કો છે. આ સિક્કાના સંદર્ભમાં પરમેશ્વરીલાલ ગુપ્ત એવો મત દર્શાવે છે કે સંઘદામાં માલવો સાથેના યુદ્ધમાં માર્યો ગયો ન હતો પણ એણે વર્ષ ૧૪૯ સુધી સત્તા સંભાળી હતી. પરંતુ એના અગ્રજ સુદ્રસેનના મહાક્ષત્રપ તરીકેના વર્ષ ૧૪૪ અને અનુજ દામસેનના મહાક્ષત્રપ તરીકેના વર્ષ ૧૪પના ઉપલબ્ધ સિક્કાઓ ગુપ્તના મંતવ્યને નિરાધાર ઠરાવે છે. સંભવ છે કે તેણે શાંતિથી પણ અતિ અલ્પ સમય માટે જ શાસન કર્યું હોય અને અકાળે અવસાન પામ્યો હોય. દામસેન
એ સંઘદામાનો અનુજ હતો. એના ક્ષત્રપપદના સિક્કાઓ હાથ લાગ્યા નહીં હોઈ એ વર્ષ ૧૪૫માં સીધો જ મહાક્ષત્રપપદ પામ્યો હોવાનું ફલિત થાય છે. એના અગ્રજ સંઘદામાના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ પણ ૧૪૫ હોઈ એ આ વર્ષના ઉત્તર ભાગમાં સત્તાધીશ બન્યો હશે. એના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૫૮ છે અને એના અનુગામી યશોદામાના સિક્કા ઉપરનું વર્ષ ૧૬૦ છે. આથી દામસેને તેરેક વર્ષ રાજય કર્યું હોવાની સંભાવના નકારી શકાય નહીં.
એના ચાંદીના વર્ષ ૧૪૮ અને ૧૪૯ના સિક્કા અગાઉ ઉપલબ્ધ ન હતા. આથી, પરમેશ્વરીલાલ ગુપ્તએ માનેલું કે એણે શાંતિથી શાસન કર્યું નહીં હોય. પરંતુ એના પૉટીનના થોડાક સિક્કા મળ્યા છે જેમાંથી એક ઉપર વર્ષ ૧૪૮ છે. પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમના સંગ્રહમાંના ચાંદીના એક સિક્કા ઉપર વર્ષ ૧૪૮ વંચાય છે. આથી, ગુપ્તનું મંતવ્ય નિરાધાર રે છે. દામસેનના સમયમાં ક્ષત્રપપદના બે રાજવી
આ રાજાના મહાક્ષત્રપ તરીકેના શાસન દરમ્યાન બે ક્ષત્રપ રાજવીઓના સિક્કાઓ હાથ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org