________________
પ્રકરણ સાત
૧૨૫
ક્ષત્રપરાજાઓની વંશાવળી ગોઠવવામાં સરળતા સંપ્રાપ્ત થઈ છે. એની બીજી વિશેષતા એ છે કે પુરોગામીઓનાં સબિરુદ નામ આપતો આ વશંનો આ છેલ્લો જ્ઞાત લેખ છે. મદ્રપુરd૯ વિશેષણ આ લેખમાં પહેલી વાર જોવું પ્રાપ્ત થાય છે, જે એની ત્રીજી વિશેષતા છે. ક્ષેત્રપ, મહાક્ષત્ર, રાગી, કે સ્વામીનું બિરુદ તો સામાન્યતઃ એમના સિક્કાલેખોમાં અને શિલાલેખોમાં દર્શાવાયેલાં જોવાં પ્રાપ્ત થાય છે જ, જ્યારે મમુરવનું બિરુદ પ્રથમવાર અને સંભવતઃ છેલ્લીવાર આ લેખમાં જોવો મળે છે. આ લેખની ચોથી વિશેષતા એ છે એમાં આપેલી વર્ષનિર્દેશનની પદ્ધતિની. નહપાનના નાસિક ગુફામાંના નંબર ૧૨ના વર્ષ ૪રના શિલાલેખની જેમ આમાં પણ વર્ષનો ઉલ્લેખ પ્રારંભમાં છે. વર્ષનો આ પ્રકારનો ઉલ્લેખ ચાખનકુળના શિલાલેખોમાં પહેલો અને સંભવતઃ છેલ્લો છે.
રુદ્રસેને ગિરિનગર નજીક બૌદ્ધભિક્ષુસંઘ માટે એક વિહાર બંધાવ્યો હોવાની માહિતી ઈંટવાના મુદ્રાંકલેખમાંના મહાર/ગ-રુદ્ર-વિહારના ઉલ્લેખથી પ્રાપ્ત થાય છે. વૈશાલી (હાલના બસાઢ)માંથી પ્રાપ્ત મુદ્રાંક પરના લેખમાંના રાજ્ઞી મહાક્ષત્રસ્ય સ્વામિદ્રસિટી હિતૂ રજ્ઞિો મહાક્ષત્રપ સ્વામિદ્રની માન્યા મહાવ્યા: પ્રમુદ્રામાયા: જે આ ઉલ્લેખ ઉપરથી પ્રભુદામા મહાદેવી હતી અને એ રુદ્રસિંહની પુત્રી હતી તેમ જ રુદ્રસેનની બહેની હતી જેવી મહત્ત્વની માહિતી મળે છે, પરંતુ એના પતિનો નિર્દેશ નથી. આ સંદર્ભમાં અળતેકર એવું સૂચવે છે કે કદાચ એ પૂર્વ ભારતનો કોઈ હિન્દુ રાજા હોય જે આ શક કુંવરીને પરણ્યો હોય કે પછી ભારતીય થઈ ગયેલો કોઈ કુષાણ રાજા હોય". જે. એન. બેનરજી આથી ભિન્ન સૂચન દર્શાવે છે : આ રાજા ગમે તે હોય પણ એને રુદ્રસિંહ કે એના પુત્ર રુદ્રસેન તેમ જ પ્રભુદામા સાથે સારા સંબંધો નહીં હોય અને તેથી એની પત્ની પ્રભુદામાં પોતાને પિતૃપક્ષ વડે ઓળખાવે છે. એમ પણ સંભવે કે એનો પતિ વૈશાલીનો સ્થાનિક રાજા હોય અને ત્યાં જાણીતો હોય તેથી તેનું નામ અહીં અધ્યાહત રાખેલું હોય અને ક્ષત્રપોના પિતૃકુલનો સગૌરવ ઉલ્લેખ વિશેષભાવે કર્યો
હોય.
પૃથિવીષેણ
રુદ્રસેન ૧લાને બે પુત્રો (પૃથિવીષેણ અને દામજદશ્રી રજો) હોવા છતાંય એ એના ઉત્તરાધિકારી ના થઈ શક્યા; કેમ કે ત્યારે રુદ્રસેનના બે અનુજ જીવિત હતા અને ઉત્તરાધિકારના સંભવિત-પ્રસ્થાપિત નિયમાનુસાર ગાદીનો હક્ક જયેષ્ઠ પુત્રને નહીં પણ અનુજને મળે અર્થાત અનુક્રમે સંઘદામા અને દામસેનને મળે. પરંતુ પૃથિવીષેણના ક્ષત્રપ તરીકેના સિક્કા ઉપરનો સમયનિર્દેશ સ્પષ્ટતઃ વર્ષ ૧૪૪નું સૂચન કરે છે. આપણે હમણાં જ નોંધ્યું કે રુદ્રસેનનું મહાક્ષત્રપ તરીકેનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૪૪ છે. આથી, એક એવી અટકળ પ્રચારિત થઈ કે રુદ્રસેને કૌટુંબિક પરંપરાની અવગણના કરીને પોતાના શાસનસમયના અંતમાં એણે પુત્ર પૃથિવીષેણને ક્ષત્રપ નીમ્યો હોય, પણ એના ક્ષત્રપપદના સિક્કાઓ એક જ વર્ષના હાથ લાગેલા છે, અને મહાક્ષત્રપ તરીકેના એના સિક્કા ઉપલબ્ધ નથી. આથી, એવું અનુમાન સંભવે છે કે પૃથિવીષેણ મહાક્ષત્રપનું પદ પામ્યા પૂર્વે જ અકાળ અવસાન પામ્યો હોય. એના કાકા સંઘદામાના વર્ષ ૧૪૪ના મહાક્ષત્રપ તરીકેના પ્રાપ્ત સિક્કા આ અનુમાનનું સમર્થન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org