________________
૧૧૬
ક્ષત્રપકાલીન ગુજરાત એનો સત્તાકાલ : એના પિતાની હયાતીમાં મહાક્ષત્રપ તરીકેનું પદ પામ્યા વિના એ પ્રાયઃ અકાળે અવસાન પામ્યો હોય. આથી, સ્વતંત્ર રાજા તરીકેનું કોઈ મહત્ત્વ એને પ્રાપ્ત થયું જણાતું નથી. આન્ધૌના યષ્ટીલેખોથી જાણવું પ્રાપ્ત થાય છે કે રુદ્રદામા ઈસ્વી ૧૩૦માં ક્ષત્રપનો હોદ્દો ભોગવતો હતો, એટલે એના પિતા જયદામાનું ક્ષત્રપપદ (અને શકયતઃ જીવન) તે પૂર્વે સમાપ્ત થઈ ચૂક્યું હોય. આથી એના ક્ષત્રપાદનો, કહો કે એના સત્તાકાલનો સમય ઈસ્વી ૧૩૦ પહેલાનો અંદાજી શકાય; પણ તે ક્યારથી તે જાણવાની કોઈ સાધનો હાથવગાં નથી. અગાઉ અવલોક્યું તેમ, ખાસ તો ભૂમકના સત્તાકાલ સંદર્ભે, પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાંથી ઘણાખરાએ સરેરાશ દશ વર્ષ જેટલું રાજ્ય કર્યું છે. આથી સંભવતઃ જયદામાએ દશ વર્ષ રાજય કર્યું હોય એવું અનુમાન કરીએ તો તેણે શક્યતઃ ઈસ્વી ૧૨૦થી ૧૩૦ સત્તા સંભાળી હોય. રુદ્રદામા ૧લો : ક્ષત્રપ સત્તાનો અભ્યદય
ચાણનના આ પૌત્ર અને જયદામાના પુત્ર વિશેની માહિતી એના પોતાના સિક્કાઓ અને શૈલલેખથી તેમ જ એના સમયના આંધી અને ખાવડાના શિલાલેખોથી પ્રાપ્ત થાય છે. એના ચાંદીના સિક્કા સમયનિર્દેશ વિનાના હોઈ ખાસ ઉપકારક થતા નથી. પરંતુ શૈલલેખ અને શિલાલેખો સમયનિર્દેશયુક્ત હોઈ એનો સમયનિર્ણય કરવામાં સુગમતા સંપડાવી આપે છે. શૈલલેખ, આ ઉપરાંત એના વ્યક્તિત્વનાં અનેક પાસાં આપણી સમક્ષ ઉજાગર કરે છે.
રુદ્રદામાના પ્રાપ્ત બધા જ સિક્કા ચાંદીના છે અને મહાક્ષત્રપ તરીકેના છે૧૧. એના એક પ્રકારના સિક્કામાં ગયામપુત્રસ એવો સમાસ પ્રયોજાયો છે, તો બીજા પ્રકારના સિક્કામાં નયામણ પુત્ર એમ બે અલગ પદ છે. શેષ પ્રતીકો બંને પ્રકારના સિક્કામાં યથાવત્ છે.
પશ્ચિમી ક્ષત્રપોમાં સહુથી વધુ શક્તિસંપન્ન અને પ્રતાપી એવા આ રાજા વિશે અપવાદ સિવાય સમકાલીન કે/અને અનુકાલીન સાહિત્યમાં ક્યાંય ઉલ્લેખ નથી. સિક્કાના સંદર્ભમાં બૌદ્ધ પાલિ ગ્રંથોમાં રુદ્રદામાનો નિર્દેશ છે. રુદ્રસેન ૩જાના સિક્કા ઉપરથી રુદ્રદામા રજાની માહિતી મળે છે, પરંતુ એના પોતાના સિક્કાઓ હજી પ્રાપ્ત થયા નથી. એટલે પાલિગ્રંથોમાં દ્રામ, રુદ્રામાદ્રિ વગેરે સિક્કાઓનો ઉલ્લેખ સ્પષ્ટતઃ ચાષ્ટનના પૌત્ર રુદ્રદામા ૧લાના સંદર્ભમાં હોવાનું સૂચિત થાય છે.
એનો સત્તાકાલ : આન્ધના યષ્ટીલેખો વર્ષ પર(ઈસ્વી ૧૩0)ના છે, જેમાં ચાન્ટન અને રુદ્રદામાનો એક સાથે ઉલ્લેખ છે. આ કારણે ઉભયના સંયુક્ત શાસનનું સૂચન સંપ્રાપ્ત થાય છે. આ સમયે ચાન્ટન મહાક્ષત્રપ હોય અને રુદ્રદામાં એનો મદદનીશ ક્ષત્રપ. આથી સૂચિત થાય છે વર્ષ ૫રમાં તે ક્ષત્રપ તરીકેનો અધિકાર ભોગવતો હતો. ખાવડાનો વર્ષ ૬૨ કે ૭૨નો યષ્ટીલેખ થોડોક ઉપકારક દર્શાવી શકાય, પણ વર્ષનું વાચન નિશ્ચિત રીતે સૂચિત થતું નથી. પરંતુ અહીં તેને ક્ષત્રપ તરીકે ઓળખાવ્યો હોઈ અને એનો વર્ષ ૭૨નો જૂનાગઢનો શૈલલેખ મહાક્ષત્રપ તરીકેનો હોઈ સંભવતઃ પ્રસ્તુત લેખમાંનું (ખાવડાલેખનું) વર્ષ ૬૨ હોઈ શકે. આ ઉપરથી એનો ક્ષત્રપકાળ શિક વર્ષ પરથી ૬૨ સુધી નિશ્ચિત રીતે અને જો વર્ષ ૭૨ હોવાનું જણાય તો પ્રાયઃ એનો ક્ષત્રપકાળ બીજાં દશ વર્ષ સુધી લાંબો હોવા સંભવે. તોલમાપની ભૂગોળ મુજબ ૧૪૦ની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org