________________
૧૨૦
ક્ષત્રપકાલીન ગુજરાત એવું સૂચિત થાય છે કે દામજદશ્રી ઉક્ત વર્ષો દરમ્યાન એટલે કે ઈસ્વી ૧૮૦-૮૧માં મહાક્ષત્રપ તરીકે સત્તાધીશ હોવો જોઈએ.
- દામજદીની રાજકીય કારકિર્દી વિશે કે અન્યથા પણ કોઈ સીધી માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ એના પિતાના મદદનીશ ક્ષત્રપ તરીકેના કાર્યકાળ દરમ્યાન એણે કેટલાંક યુદ્ધોમાં ભાગ લીધો હોય અને પિતાના અવસાન પછી પ્રાપ્ત થયેલા ભવ્ય વારસાને અને વૈભવને એણે સાચવી રાખ્યો હોય. આ બાબતે તે મૌર્ય સમ્રાટ બિંબિસારનો અનુયાયી હોવાનું સ્વભાવિક અનુમાન થઈ શકે.
એના અનુજ રુદ્રસિંહના શિલાલેખમાંની કે એના પુત્ર રુદ્રસેનના શિલાલેખમાંની વંશાવળીમાં દામજદશ્રી કે એના કોઈ પુત્રનું નામ આપવામાં આવ્યું નથી. પરંતુ દામજદશ્રી અને એના પુત્રો-સત્યદામાં અને જીવદામા-ના સિક્કાઓ મળ્યા છે. વંશાવળીઓમાં જણાવેલા રાજાઓનો સંબંધ જોતાં સૂચિત થાય છે કે પ્રસ્તુત વંશાવળીઓમાં માત્ર સીધા પૂર્વજોનાં નામ આપવામાં આવ્યાં છે, અર્થાત્ અન્ય પુરોગામીઓનાં નામ આપવામાં આવ્યાં નથી.
જીવદામાના મહાક્ષત્રપ તરીકેના સિક્કા ઉપરનું વર્ષ ભગવાનલાલ ઇંદ્રજીએ ૧૦૦ હોવાનું અનુમાન કરેલું. આને આધારે રેસને એવી અટકળ કરેલી કે દામજદશ્રીના મૃત્યુ પછી શરૂઆતમાં જીવદામા મહાક્ષત્રપ થયો હોય. પરંતુ થોડા જ સમયમાં રુદ્રસિંહ ૧લાએ એની પાસેથી મહાક્ષત્રપનું પદ ઝૂંટવી લીધું હોય. આથી આ ઘર્ષણ સબબ જાણી જોઈને એમનાં નામ વંશાવળીમાંથી બાકાત રાખયાં હોય. પરંતુ મહાક્ષત્રપ જીવદામાના સિક્કાઓ ઉપરનાં જ્ઞાત વર્ષ ૧૧૯ પહેલાંના નહીં હોવાનું હવે પ્રતિપાદિત થયું હોઈને દામજદશ્રીના ઉત્તરાધિકાર માટે જીવદામાં અને રુદ્રસિંહ વચ્ચેના રાજકીય ઘર્ષણની અટકળ સ્વીકાર્ય જણાતી નથી. રુદ્રસિંહ ૧લો
પશ્ચિમી ક્ષત્રપોના ઉત્તરાધિકારના સંભવિત નિયમ અનુસાર ગાદીનો વારસો સત્તાધીશ રાજાના જયેષ્ઠ પુત્રને સ્થાને અનુજને મળે; પરંતુ રુદ્રદામાને કોઈ અનુજ ન હોવાથી એનો ઉત્તરાધિકાર એના જયેષ્ઠ પુત્ર દામજદશ્રીને પ્રાપ્ત થયો તે આપણે અવલોક્યું. ત્યાર પછી વારસદારના નિયમાનુસાર એના અનુજ રુદ્રસિંહને રાજયાધિકાર મળે છે. આ રાજાના ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે રજતસિક્કા આનું સમર્થન કરે છે. એના મહાક્ષત્રપ તરીકેના જસતના થોડાક સિક્કા મળ્યા છે.
એના સિક્કાઓ ઉપર સૌ પ્રથમ વખત વર્ષસૂચક સંખ્યા અંકિત થયેલી જોવી પ્રાપ્ત થાય છે, જે આપણા દેશના સિક્કાવિજ્ઞાનના વિકાસમાં સીમાચિહ્ન તરીકેનું સ્થાન મેળવી જાય છે?". સમયનિર્દેશવાળા એના ચાર શિલાલેખો પણ મળ્યા છે. પશ્ચિમી ક્ષત્રપોમાં સમનિર્દેશવાળા સિક્કા જેમ સૌ પ્રથમ એના છે તેમ પૂર્ણ ભારતીય નામ અપનાવનાર પણ એ પહેલો ક્ષત્રપ રાજવી છે". આમ, આ બે બાબતે એનું સ્થાન મહત્ત્વનું ગણાય છે.
એના વર્ષયુક્ત સિક્કાઓએ કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા છે : રુદ્રસિંહ દામજદશ્રીના મૃત્યુ પછી સહજ રીતે વારસાનુસાર ગાદીએ આવ્યો કે તેને પદભ્રષ્ટ કરીને ગાદી પ્રાપ્ત કરી ? એની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org