________________
પ્રકરણ સાત
અને એના ભત્રીજા જીવદામા વચ્ચે ગાદી કાજે સંઘર્ષ થયેલો કે કેમ ? એના રાજ્યામલ દરમ્યાન કોઈ પડોશી રાજાએ કે વિદેશી શાસકે આક્રમણ કરેલું કે કેમ ?
રુદ્રસિંહના ખાસ કરીને વર્ષ ૧૧૦ અને ૧૧૨ના ક્ષત્રપ તરીકેના સિક્કાના સંદર્ભમાં અભ્યાસીઓએ ભિન્ન ભિન્ન અટકળ પ્રસ્તુત કરી છે : રેપ્સનના મત મુજબ આ સમય દરમ્યાન એનો ભત્રીજો જીવદામા મક્ષિત્રપપદે આરૂઢ થયો હોય અને રુદ્રસિંહ એના મદદનીશ ક્ષત્રપ તરીકે સત્તા ભાગવતો હોય, પરંતુ સાપેક્ષ પુરાવાના અભાવે આવ સંઘર્ષની અટકળ શંકાસ્પદ રહે છે. ભાંડારકર અને અળતેકરના મતે આભીર રાજા ઈશ્વરદત્તે રુદ્રસિંહ પાસેથી સત્તા ખૂંચવી લઈ આ સમય દરમ્યાન (એટલે કે ઈસ્વી ૧૮૯-૧૯૦) રાજ્ય સત્તા હસ્તગત કરી હોય. ઈશ્વરદતના ફક્ત બે જ વર્ષના થયેલા સિક્કાઓના આધારે આવી અટકળ થઈ હોવા સંભવે. સુધારક ચટ્ટોપાધ્યાયની અટકળ મુજબ આ સમય દરમ્યાન આંધ્રના સાતવાહન રાજાઓએ આ પ્રદેશ જીતી લીધો હોય, અને એના મદદનીશ ક્ષત્રપ તરીકે રુદ્રસિંહ આ પ્રદેશ ઉપર સત્તા ભોગવતો હોવો જોઈએ.
અગાઉ જ્યારે રુદ્રસિંહના કેટલાક સિક્કાઓ હાથ લાગ્યા ન હતા ત્યારે ઉપર્યુક્ત અટકળ થઈ હતી. એના સમયના ઉપલબ્ધ સિક્કાઓ ઉપરનાં અને શિલાલેખોમાંનાં જ્ઞાત વર્ષના આધારે એના શાસનાધિકારની બાબતમાં આ મુજબની પરિસ્થિતિ જોવી પ્રાપ્ત થાય છે ઃ
(૧) પહેલીવાર ક્ષત્રપ તરીકે : વર્ષ ૧૦૨-૧૦૩.
(૨) પહેલીવાર મહાક્ષત્રપ તરીકે : ૧૦૩થી ૧૧૦.
(૩) બીજીવાર ક્ષત્રપ તરીકે : ૧૧૦થી ૧૧૨.
(૪) બીજીવાર મહાક્ષત્રપ તરીકે : ૧૧૩થી ૧૧૮ કે સંભવતઃ ૧૧૯.
પરંતુ રેપ્સનની અટકળ પ્રસ્તુત થયા પછી રુદ્રસિંહના કેટલાક વધુ સિક્કા હાથ લાગતાં ઉપર્યુક્ત માહિતીમાં કેટલોક ઉમેરો થયો છે. તદનુસાર વર્ષ ૧૦૧થી ૧૨૦ સુધીના ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકેના એના સિક્કાની માહિતી આ મુજબ છે :
શક વર્ષ
ક્ષત્રપ તરીકે
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
Jain Education International
રુદ્રસિંહ
રુદ્રસિંહ
૧૨૧
મહાક્ષત્રપ તરીકે
રુદ્રસિંહ
રુદ્રસિંહ
રુદ્રસિંહ
રુદ્રસિંહ
રુદ્રસિંહ
For Personal & Private Use Only
www.jainelibrary.org